ETV Bharat / bharat

અલાસ્કામાં આજથી 15 દિવસ માટે ભારત-અમેરિકાનો સંયુક્ત સૈન્ય અભ્યાસ

author img

By

Published : Oct 15, 2021, 1:39 PM IST

ભારત અને અમેરિકા દ્વિપક્ષીય સૈન્ય સહયોગ વધારવા માટે આજે શુક્રવારથી અલાસ્કામાં 15 દિવસ માટે સૈન્ય અભ્યાસ શરૂ કરશે.

અલાસ્કામાં આજથી 15 દિવસ માટે ભારત-અમેરિકાનો સંયુક્ત સૈન્ય અભ્યાસ
અલાસ્કામાં આજથી 15 દિવસ માટે ભારત-અમેરિકાનો સંયુક્ત સૈન્ય અભ્યાસ

  • અમેરિકાના હિમપ્રદેશ અલાસ્કામાં 15 દિવસ માટે સૈન્ય અભ્યાસ
  • ભારત અને અમેરિકાના સૈન્ય જવાનો આ સંયુક્ત સૈન્ય અભ્યાસમાં લેશે ભાગ
  • આ સૈન્ય અભ્યાસના અગાઉના સંસ્કરણનું આયોજન થયું હતું ભારતમાં

નવી દિલ્હી: ભારત-અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય સૈન્ય સહયોગને વધારવા માટે બન્ને દેશો દ્વારા સંયુક્ત સૈન્ય અભ્યાસ શરૂ કરવામાં આવશે. ભારતીય સેનાએ ગુરૂવારના રોજ જણાવ્યું હતું કે, યુદ્ધ અભ્યાસ નામક આ સૈન્યાભ્યાસના 17માં સંસ્કરણનું આયોજન અલાસ્કામાં જોઈન્ટ બેઝ એલમંડોર્ફ રિચર્ડસન ખાતે 15થી 29 ઓક્ટોબર દમિયાન કરવામાં આવ્યું છે.

ભારતીય સેનાના 350 જવાનો થશે શામેલ

આ સંયુક્ત સૈન્ય અભ્યાસમાં ભારતીય સેનાની ઈન્ફેન્ટ્રી બટાલિયનના 350 જવાનો શામેલ થશે. આ અભ્યાસનું અગાઉનું સંસ્કરણ ફેબ્રુઆરી 2021માં રાજસ્થાનના બિકાનેરમાં કરવામાં આવ્યું હતું. સેનાના જણાવ્યા પ્રમાણે, કઆ અભ્યાસ2 દેશો વચ્ચે સૈન્ય સહયોગ વધારવાની દિશામાં એક કદમ છે. જેમાં સામૂહિક વ્યૂહ-રચનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે અને તેનો પ્રમુખ ઉદ્દેશ્ય એક બીજા પાસેથી સર્વશ્રેષ્ઠ બાબતો શીખવાની તથા રણનૈતિક સ્તરની યુક્તિઓ જાણવામાં એકબીજાની મદદ કરવામાં આવશે.

આ પણ વાંચો : ACBનો ગુજરાતમાં માસ્ટર સ્ટ્રોક: બે દિવસમાં ક્લાસ વન અધિકારી સહિત ત્રણને લાંચ લેતા રંગે હાથે ઝડપ્યા

આ પણ વાંચો : આજે વડાપ્રધાન મોદી સુરતમાં પટેલ સેવા સમાજ દ્વારા તૈયાર કરાઈ રહેલી હોસ્ટેલનું કરશે ઈ-ખાતમુહૂર્ત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.