ગુજરાત

gujarat

IND vs AFG T20 Series : અફઘાનિસ્તાન પર ભારે પડશે આ "સુપર સેવન" ભારતીય ખેલાડી

By ETV Bharat Gujarati Team

Published : Jan 10, 2024, 5:33 PM IST

ભારતીય ક્રિકેટ ટીમ ગુરુવારથી પંજાબના મોહાલી સ્ટેડિયમથી અફઘાનિસ્તાન સામે 3 મેચની T20 શ્રેણીની શરૂઆત કરવા જઈ રહી છે. આ સિરિઝમાં અફઘાનિસ્તાન માટે ટીમ ઈન્ડિયાના 7 ખેલાડીઓ ખતરનાક સાબિત થઈ શકે છે. જુઓ કોણ છે આ સુપર સેવન અને શા માટે....

IND vs AFG T20 Series
IND vs AFG T20 Series

નવી દિલ્હી : 11 જાન્યુઆરી ગુરુવારથી શરૂ થનારી ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ મોહાલીના IS બિન્દ્રા સ્ટેડિયમમાં રમાશે. ગુરુવારે સાંજે 6.30 વાગ્યે થશે ટોસ બાદ આ મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે. આ મેચનું લાઈવ ટેલિકાસ્ટ સ્પોર્ટ્સ 18 પર કરવામાં આવશે, જ્યારે તેનું લાઈવ સ્ટ્રીમિંગ Jio સિનેમા પર કરવામાં આવશે. આ મેચમાં રોહિત શર્મા ભારતીય ટીમનું સુકાન સંભાળશે, જ્યારે ઈબ્રાહિમ ઝદરાન અફઘાનિસ્તાનનું સુકાન સંભાળશે. જોકે આ સિરિઝમાં અફઘાનિસ્તાન માટે ટીમ ઈન્ડિયાના 7 ખેલાડીઓ ખતરનાક સાબિત થઈ શકે છે.

અફઘાનિસ્તાન માટે ખતરો બનશે આ "સુપર સેવન" ભારતીય ક્રિકેટર

રોહિત શર્મા
  • Ro"HIT" શર્મા

રોહિત શર્મા ઓપનર તરીકે ભારતને તોફાની શરૂઆત આપવા પ્રયાસ કરશે. સફેદ બોલની ટેસ્ટ ક્રિકેટમાં રોહિતનો વિસ્ફોટક સ્ટ્રાઈક રેટ રહ્યો છે. તેણે ભારત માટે 148 મેચમાં 4 સદી અને 29 અડધી સદીની મદદથી 3853 રન બનાવ્યા છે.

યશસ્વી જયસ્વાલ
  • "યશસ્વી" જયસ્વાલ

યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલ ટીમ ઈન્ડિયા માટે ધમાકેદાર બેટિંગ કરતા જોવા મળી શકે છે. અત્યાર સુધીમાં જયસ્વાલે 15 મેચમાં 1 સદી અને 3 અડધી સદીની મદદથી ટીમ માટે 430 રન બનાવ્યા છે.

વિરાટ કોહલી
  • "કિંગ" કોહલી

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ટીમને સ્થિરતા પ્રદાન કરી ઝડપી રન બનાવે તેવી આશા સેવાઈ રહી છે. કોહલીએ 115 મેચમાં 1 સદી અને 37 અડધી સદી સાથે 4008 રન બનાવ્યા છે.

રીંકુ સિંહ
  • "રોકિંગ" રીંકુ સિંહ

ભારતીય ક્રિકેટ ટીમ તરફથી રીંકુ સિંહે અત્યાર સુધીમાં જે તોફાની બેટિંગ કરી છે તે હરીફ ટીમને ચોંકાવી દેવા માટે પૂરતી છે. રિંકુ સિંહે ભારતીય ટીમ માટે 12 મેચમાં 1 અડધી સદી સાથે 262 રન બનાવ્યા છે.

કુલદીપ યાદવ
  • કુલ"દીપ" યાદવ

ટીમ ઈન્ડિયાને કુલદીપ યાદવ પાસેથી ભારતીય પીચો પર ઘાતક બોલીંગની વધુ અપેક્ષા રહેશે. કારણ કે કુલદીપ યાદવે ભારતીય ટીમ માટે 34 T20 મેચમાં 6.65 ની ઈકોનોમી સાથે 58 વિકેટ પોતાના નામે કરી છે.

અર્શદીપ સિંહ
  • "એનર્જેટિક" અર્શદીપ સિંહ

આ T20 શ્રેણીમાં ભારતીય ટીમ માટે ફાસ્ટ બોલિંગની જવાબદારી અર્શદીપ સિંહના ખભા પર રહેશે. અર્શદીપ સિંહ આ ટીમનો સૌથી અનુભવી બોલર છે. તેણે 43 મેચમાં 8.70 ની ઈકોનોમી સાથે 59 વિકેટ લીધી છે.

મુકેશ કુમાર
  • "યોર્કર માસ્ટર" મુકેશ કુમાર

મુકેશ કુમારના શાનદાર યોર્કર્સ હરીફ ટીમ માટે ઘાતક સાબિત થયા છે. અત્યાર સુધીમાં મુકેશ કુમારે 11 મેચમાં 9.28 ની ઈકોનોમી સાથે ટીમ માટે કુલ 10 વિકેટ લીધી છે.

  1. Virat Rohit Comeback: રોહિત અને વિરાટના ટી-20માં કમબેક પર ફેન્સે કોમેન્ટ્સનો મારો ચલાવ્યો
  2. Indian team: અફઘાનિસ્તાન સામેની T20I શ્રેણીમાં રોહિત-વિરાટની વાપસી

ABOUT THE AUTHOR

...view details