ETV Bharat / bharat

Virat Rohit Comeback: રોહિત અને વિરાટના ટી-20માં કમબેક પર ફેન્સે કોમેન્ટ્સનો મારો ચલાવ્યો

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 8, 2024, 3:47 PM IST

રોહિત અને વિરાટના ટી-20માં કમબેક પર ફેન્સે કોમેન્ટ્સનો મારો ચલાવ્યો
રોહિત અને વિરાટના ટી-20માં કમબેક પર ફેન્સે કોમેન્ટ્સનો મારો ચલાવ્યો

ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલીનું ટી-20માં કમબેક થઈ ચૂક્યું છે. આ બંને ધુરંધરોના કમબેક પર સોશિયલ મીડિયામાં ફેન્સ પોતાના રીએક્શન આપી રહ્યા છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. FANS REACTION ON SOCIAL MEDIA ON ROHIT SHARMA VIRAT KOHLI COMEBACK IN T20

નવી દિલ્હીઃ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 11 જાન્યુઆરીથી 3 મેચોની ટી-20 સીરીઝ રમાવવાની છે. ભારતીય ટીમમાં કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીની એન્ટ્રી થઈ ચૂકી છે. આ બંને લગભગ 14 મહિના બાદ ટી20 ટીમમાં પરત ફરી રહ્યા છે. તેમના કમબેક પર સોશિયલ મીડિયામાં અલગ અલગ રીએક્શન આવી રહ્યા છે. કેટલાક ફેન્સ આ કમબેકને યોગ્ય ગણી રહ્યા છે જ્યારે અન્ય કેટલાક ફેન્સ આ કમબેકને પસંદ કરી રહ્યા નથી.

અફઘાનિસ્તાન સીરીઝ માટે રવિવારે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. બીસીસીઆઈએ પોતાના ઓફિસિયલ એકાઉન્ટ પર ટીમની જાહેરાત કરી હતી. આ જાહેરાત થતા જ ફેન્સે રોહિત શર્મા અને વિરાટ કોહલીના કમબેક પર કોમેન્ટનો મારો ચલાવ્યો હતો.

  • Let's bring back Dhawan, Chahal, Bhuvi, Rahane, Ashwin, and Jadeja to the T20 squad since serial loser Rohit Sharma is making a comeback.. @BCCI

    The 2024 World Cup dream just went up in smoke.

    — Yash Wardhan (@wrdhnx) January 7, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

રોહિતના કમબેક પર એક યૂઝરે લખ્યું કે, કેપ્ટન રોહિત શર્મા 14 મહિના બાદ ટી 20માં પરત ફરી રહ્યો છે. આ ટી 20માં ધમાકેદાર કમબેકને કારણે ટી 20 વર્લ્ડ કપ જીતી શકાશે. અન્ય એક યૂઝરે લખ્યું કે, આવો ધવન, ચહલ, ભૂવી, રહાણે, અશ્વિન અને જાડેાજાને ટી 20 ટીમમાં પરત લાવીએ કારણ કે સતત હારેલા રોહિત શર્માએ ટી 20માં કમબેક કરી લીધું છે. 2024ના વર્લ્ડ કપનું સપનું ચકનાચૂર કર્યુ હતું. એક વર્ષ અગાઉ ભારત માટે છેલ્લી વાર ટી 20 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા બાદ રોહિત શર્મા અને વિરાટ કોહલીનું કમબેક થયું છે. કોહલી માટે એક યૂઝરે લખ્યું કે, વિરાટ કોહલીનું કમબેકનું કારણ શું???, અન્ય એક યૂઝરે લખ્યું કે કિંગ વિરાટ કોહલી ટી 20 ટ્રોફી સાથે ક્રિકેટ સફર પૂરી કરશે.

રોહિતે ભારત માટે 148 ટી 20 મેચોમાં 140 ઈનિંગ્સમાં 4 સેન્ચ્યૂરી અને 29 ફિફ્ટી સાથે 3835 રન બનાવ્યા છે.

વિરાટે ટીમ ઈન્ડિયા માટે 115 ટી 20 મેચોમાં 107 ઈનિંગ્સમાં 1 સેન્ચ્યૂરી અને 37 ફિફ્ટી સાથે 4008 રન બનાવ્યા છે.

  1. india pakistan match: મોદી સ્ટેડિયમ બહાર ક્રિકેટપ્રેમીઓનો સૈલાબ, વિરાટ કોહલીનો ડુપ્લીકેટ બન્યો આકર્ષણનું કેન્દ્ર
  2. T20 TEAM: T20 વર્લ્ડ કપ 2024 માટે રોહિત અને વિરાટમાંથી કોની વાપસી, જાણો કોને મળશે તક
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.