ગુજરાત

gujarat

નૂપુર શર્મા પર ટિપ્પણી કરવી આ યુવાનોને ભારે પડી, પોલીસે કરી કાર્યવાહી

By

Published : Jun 12, 2022, 4:48 PM IST

સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં આવેલ કાદરશાની નાળમાં ભાજપના નૂપુર શર્માના વિવાદીત ટિપ્પણી મુદ્દે પોસ્ટર લગાવી ઉશ્કેરણીજનક વીડિયો વાયરલ (Nupur Sharma video viral case) કરવામાં આવ્યો હતો. આ મામલે આજરોજ અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશન દ્વારા કુલ પાંચ જેટલા આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નૂપુર શર્મા પર ટિપ્પણી કરવી આ યુવાનોને ભારે પડી, પોલીસે કરી કાર્યવાહી
નૂપુર શર્મા પર ટિપ્પણી કરવી આ યુવાનોને ભારે પડી, પોલીસે કરી કાર્યવાહી

સુરત: દેશમાં હાલ નૂપુર શર્માએ વિવાદિત ટિપ્પણીને લઇને સુરતમાં પણ વિરોધ થઈ રહ્યો છે. જેને લઇને શહેરના નાનપુરા વિસ્તારમાં આવેલ કાદરશાની નાળમાં ફોટા ઉપર બૂટ પ્રિન્ટની છાપાવાળા પોસ્ટ કરી કેટલાક લોકો દ્વારા પોસ્ટરો ચોટાડવામાં આવ્યા હતાય એટલુ જ નહી પણ ઉશ્કેરણીજનક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (Nupur Sharma video viral case) કર્યો હતો. વીડિયો વાયરલ થતાં જ પોલીસ હરકતમાં આવીને આ મામલે તપાસ શરૂ કરી હતી. પોલીસે આ મામલે કુલ 5 જેટલા શખસોની ધરપકડ (Nupur Sharma Surat accused arrested ) કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નૂપુર શર્મા પર ટિપ્પણી કરવી આ યુવાનોને ભારે પડી, પોલીસે કરી કાર્યવાહી

40 સે 50 પોસ્ટરો સે કુછ હોનેવાલા નહિ:સોશિયલ મીડિયામાં વાઇરલ મેસેજમાં એવું લખવામાં આવ્યું હતું કે, "ભાઈ 40 સે 50 પોસ્ટરો સે કુછ હોનેવાલા નહિ હૈ અબ હમે જ્યાદા પોસ્ટર છાપને પડેગે, યુપી ઓર ઝારખંડ જેસા કરના હૈ " આ વીડિયોના આધારે અઠવાલાઇન્સ પોલીસ (surat police in nupur sharma case) દ્વારા અત્યાર સુધીમાં 5 જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય 2 જેટલા આરોપીઓ મોહમ્મદ તોઉફિક શેખ અને સદ્દામ સૈયદ દ્વારા આ પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. જ્યારે નુપૂર શર્માના પોસ્ટરો નાનપુરાના પ્રીન્ટિંગ ઇમરાન ખાન પઠાણ એ છાપ્યા હતા.

આ પણ વાંચો:PSI Exam 2022: હાઇકોર્ટેના નિર્ણય બાદ યોજાઈ પરીક્ષા, 3 ગણા ઉમેદવારો મેદાનમાં

અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં આઈપીસની વિવિધ કલમો હેઠળ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનના હદ વિસ્તાર નાનપુરામાં એક બનાવ બન્યો હતો. જ્યાં નૂપુર શર્માના પોસ્ટરો રોડ ઉપર ચોંટાડવામાં આવ્યાં હતા, ત્યારબાદ ઉશ્કેરણીજનક વીડિયો અને મેસેજ પણ વાયરલ કરવામાં આવ્યો હતો. બે કોમ વચ્ચે દેવશભાવ ઊભો થાય તે રીતે આ વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો. જેથી કોમી તોફાન થાય તે રીતના વીડિયો હોય આ બાબતને અઠવાલાઇન્સ પોલીસને જ્યારે ખબર પડી ત્યારે તાત્કાલિક ગુનો નોંધીને આ 3 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો:અલકાયદાએ આપી હુમલાની ધમકી, અંબાજી શક્તિપીઠમા સુરક્ષા કડક કરી દેવામાં આવી

સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં આવેલ કાદરશાની નાળમાં ભાજપના નૂપુર શર્માના વિવાદીત ટિપ્પણી મુદ્દે પોસ્ટર લગાવી ઉશ્કેરણીજનક વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો. આ મામલે આજરોજ અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશન દ્વારા કુલ પાંચ જેટલા આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.જે ગુનો દાખલ કરવામાં આવ્યો તેમાં મુખ્ય 3 જેટલા આરોપીઓ છે અને અન્ય બીજા 2 લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. આ ઉશ્કેરણીજનક વીડિયો તેમણે કેટલાક લોકોને મોકલ્યા પણ હતા. હાલ આ તમામ બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ વીડિયોમાં જે રીતે બીજા રાજ્યમાં હિંસા ફાટી નીકળી છે તે રીતે વીડિયો અને ચેટમાં બહાર આવ્યું હતું. આજ રીતે સુરતમાં પણ થાય તે રીતે લોકોનો મેસેજ હતો. મામલાને ગંભીરતાથી લેતાં શહેરમાં પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details