ETV Bharat / state

અલકાયદાએ આપી હુમલાની ધમકી, અંબાજી શક્તિપીઠમા સુરક્ષા કડક કરી દેવામાં આવી

author img

By

Published : Jun 12, 2022, 4:08 PM IST

યાત્રાધામ અંબાજી (Ambaji High Alert) ગુજરાત નહીં પણ દેશ ભરનું માનીતું શક્તિપીઠ છે, જ્યાં આ ધમકીના પગલે તમામ સુરક્ષા કર્મીઓને અલર્ટ કરી દેવાયા છે. ગુજરાતના મોટા યાત્રધામોમાં પણ સુરક્ષા કડક કરી દેવામાં આવી છે.

અલકાયદાએ આપી આંતકી હુમલાની ધમકી, અંબાજી શક્તિપીઠમા સુરક્ષા કડક કરી દેવામાં આવી
અલકાયદાએ આપી આંતકી હુમલાની ધમકી, અંબાજી શક્તિપીઠમા સુરક્ષા કડક કરી દેવામાં આવી

અંબાજી: અલકાયદા દ્વારા આંતકી હુમલાની ધમકી (al qaeda threatens ambaji) અપાયા બાદ આઈ બીના ઇનપુટ અહેવાલ પણ મળવા પામ્યા છે. જેના પગલે ગુજરાત રાજ્યની સરહદો ઉપર સતત એલર્ટ (Ambaji High Alert) કરાયા બાદ ગુજરાતના મોટા યાત્રધામોમાં પણ સુરક્ષા કડક કરી દેવામાં આવી છે.

અલકાયદાએ આપી આંતકી હુમલાની ધમકી, અંબાજી શક્તિપીઠમા સુરક્ષા કડક કરી દેવામાં આવી

એલર્ટ રહેવા તાકીદ: મંદિરમાં સુરક્ષા કર્મીઓ દ્વારા પ્રવેશતા યાત્રિકોને તપાસ કરી પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. અંબાજી મંદિર પરિષરમાં મંદિરની સુરક્ષાને લઈ SRP, QRT મંદિર સધન સુરક્ષા સ્ટાફ, GISF તેમજ હોમગાર્ડના જવાનો હાલ ફરજ બજાવી રહ્યા છે. તેમના તમામ પોઇન્ટ ઉપર અંબાજી પોલીસ દ્વારા સુપરવિઝન કરી એલર્ટ રહેવા તાકીદ કરવામાં આવી છે.

આ પણ વાંચો: PSI Exam 2022: હાઇકોર્ટેના નિર્ણય બાદ યોજાઈ પરીક્ષા, 3 ગણા ઉમેદવારો મેદાનમાં

અંબાજી મંદિરમાં અત્યાધુનિક હથિયારો સાથે પોલીસ સધન સુરક્ષા કરી રહી છે. કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ (terror attack on ambaji shakti peeth) ન બને તે માટે તમામ સ્ટાફને સ્ટેન્ડબાય રહી સતર્ક રહેવા અને સંપૂર્ણ તકેદારી રાખવા કડક સૂચનાઓ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Violence in Gujarat: આણંદમાં ગઈકાલે રાત્રે હિંસા, બે સમુદાયો વચ્ચે અથડામણમાં અનેક લોકો ઈજાગ્રસ્ત

અંબાજી મંદિર પરિષરમાં હાઇ ડેફિનેશન વાળા 100 જેટલા CCTV કેમરા (Ambaji cctv camera) કાર્યરત કરાયા છે. તેમનું પણ પોલીસ દ્વારા સતત મોનીટરીંગ કરવાં આવી રહ્યું છે. હાલના તબક્કે અંબાજી મંદિર પરિષરમાં કોઈ નવો સ્ટાફ ડિપ્લોય કરાયો નથી, પણ જરૂર પડશે તો વધુ સ્ટાફ પણ તૈનાત કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.