ETV Bharat / state

Violence in Gujarat: આણંદમાં ગઈકાલે રાત્રે હિંસા, બે સમુદાયો વચ્ચે અથડામણમાં અનેક લોકો ઈજાગ્રસ્ત

author img

By

Published : Jun 12, 2022, 11:57 AM IST

Updated : Jun 12, 2022, 12:40 PM IST

ગુજરાતના આણંદમાં શનિવારે રાત્રે જબરદસ્ત હિંસા(Violence in Anand) થયાના સમાચાર છે. મળતી માહિતી મુજબ, બોરસદ વિસ્તારમાં ગઈકાલે રાત્રે બે કોમના લોકો વચ્ચે અથડામણ(Clashes between two groups in Anand) થઈ હતી, જેમાં પથ્થરમારો થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, આ હિંસા એક મંદિર પાસેની જમીનને લઈને વિવાદ(Violence over temple controversy) બાદ થઈ હતી. આ ઘટનામાં ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું કહેવાય છે. પોલીસે ટોળાને વિખેરવા માટે ટીયર ગેસનો ઉપયોગ કર્યો હતો.

Violence inViolence in Gujarat Gujarat:
ViolencViolence in Gujarate in Gujarat:

આણંદ : ગૃહપ્રધાન અમિત શાહના આગમનના(Amit Shah Gujarat Visit) થોડા કલાકો પહેલા શનિવારે રાત્રે આણંદમાં હિંસા(Violence in Anand) થઇ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બોરસદ વિસ્તારમાં ગઈકાલે રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ થઈ(Clashes between two groups in Anand) હતી, જેમાં પથ્થરમારાની પણ ઘટના બની હતી. મંદિર પાસેની જમીનના વિવાદના કારણે હિંસા ફાટી નીકળી(Violence over temple controversy) હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનામાં ચાર લોકો ઇજાગ્રસ્ત થયા છે. પોલીસે ભીડને વિખેરવા માટે ટીયર ગેસના શેલનો ઉપયોગ કર્યો હતો.

Violence in Gujarat

આ પણ વાંચો - Violence In Ranchi : રાંચીમાં ફાટી નીકળેલી હિંસા બાદ ખૂણે ખૂણે પોલીસની નજર, કલમ 144 લાગુ

મંદિરની જમીનને લઇને વિવાદ સર્જાયો - તારીખ11-06-2022ના રોજ રાત્રે 9:30 વાગ્યાના સુમારે શહેરમાં એક ધાર્મિક સ્થળ બહાર છે જે વિવાદિત જમીન છે. આ જમીનમાં અન્ય ધાર્મિક સમુદાયના લોકો દ્વારા ઇંટો અને પથ્થર ફેકવામાં આવ્યા હતા. આ બાબતે બંને જૂથના લોકો વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. જે બાદ સ્થાનિક પોલીસકર્મીઓએ વિવાદિત જમીનનો પ્રશ્ન ઉકેલાય નહીં ત્યાં સુધી બંને સમુદાયના લોકોને શાંતિ જાળવવા સમજાવ્યા હતા. આ સાથે પાલિકા પ્રમુખ અને તેમની ટીમે પણ બંને સમાજના લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો - મધ્યપ્રદેશમાં દરગાહ પાસે હનુમાનજીની મૂર્તિની સ્થાપનાને લઈને 2 પક્ષો વચ્ચે હિંસક અથડામણ

પોલીસનો કાફલો ખડકી દેવાયો - સમજાવ્યા છતા પણ બને કોમના લોકો વચ્ચે મારામારી થઇ હતી. જે બાદ લોકોના ટોળા સામસામે આવી ગયા હતા, જેને વિખેરવા માટે 50 જેટલા ટીયર ગેસ છોડવામાં આવ્યા હતા. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. SRPના જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા છે.

Last Updated :Jun 12, 2022, 12:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.