ગુજરાત

gujarat

અહીંથી તમે ખરીદી શકો છો રાષ્ટ્ર ધ્વજ, એ પણ એકદમ ઓછી કિંમતમાં

By

Published : Aug 6, 2022, 6:19 PM IST

કેન્દ્ર સરકારે આઝાદી કા અમૃત મહોત્સવના (Azadi Ka Amrit Mahotsav) ભાગરૂપે હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત (har ghar tiranga abhiyan) કરી છે. ત્યારે પોસ્ટ વિભાગે તાજેતરમાં ઇ-પોસ્ટ ઓફિસ પોર્ટલ (har ghar tiranga campaign) દ્વારા રાષ્ટ્રીય ધ્વજના ઓનલાઇન વેચાણની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે આવો આપણે જાણીયે કે, પોસ્ટ ઓફિસમાંથી રાષ્ટ્રીય ધ્વજ કેવી રીતે ખરીદવો.

har ghar tiranga campaign
har ghar tiranga campaign

ન્યુઝ ડેસ્ક: ભારતનો 75મો સ્વતંત્રતા દિવસ (Azadi Ka Amrit Mahotsav) નજીક હોવાથી, હર ઘર તિરંગા ઝુંબેશના ભાગરૂપે, પોસ્ટ ઓફિસો દેશભરમાં ભારતના રાષ્ટ્રધ્વજનું વેચાણ કરી રહી છે. પોસ્ટ વિભાગે તાજેતરમાં ઈપોસ્ટ ઓફિસ પોર્ટલ www.epostoffice.gov.in દ્વારા રાષ્ટ્રીય ધ્વજના ઓનલાઈન વેચાણની જાહેરાત (har ghar tiranga campaign) કરી હતી. રાષ્ટ્રીય ધ્વજનું વેચાણ 1 ઓગસ્ટથી શરૂ થયું હતું.

આ પણ વાંચો:હર ઘર તિરંગા: શુ તમને ખબર છે રાષ્ટ્રધ્વજ ફોલ્ડ કરવાની યોગ્ય રીત ?

ફ્લેગ પહોંચાડવાનો આદેશ: ડિપાર્ટમેન્ટે પોસ્ટ ઓફિસોને લઘુત્તમ શક્ય સમયમાં ફ્લેગ પહોંચાડવાનો (Har Ghar Tiranga) આદેશ પણ આપ્યો છે કારણ કે, સ્વતંત્રતા દિવસ પહેલા વેચાણની બારી ખૂબ જ સાંકડી છે. સરકારે રાષ્ટ્રીય ધ્વજ સંહિતામાં સુધારો કરીને નાગરિકોના ઘરો પર દિવસ-રાત રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાની છૂટ આપી છે. અગાઉ તિરંગો માત્ર સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ફરકાવવાની છૂટ હતી.

પોસ્ટ ઓફિસમાંથી રાષ્ટ્રીય ધ્વજ કેવી રીતે ખરીદવો? www.epostoffice.gov.in પર જાઓ. ePostoffice પોર્ટલ હોમ પેજ પર ભારતીય રાષ્ટ્રધ્વજના ફોટો પર ક્લિક કરો. ચિત્રની નીચે "ફ્લેગ ખરીદવા માટે ઈમેજ પર ક્લિક કરો."તમારુ ડિલિવરી માટેનું સરનામું લખો,કેટલા ફ્લેગ લેવાના (har ghar tiranga Abhiyan) છે તે લખો (પ્રારંભિક રીતે ગ્રાહક દીઠ મહત્તમ 5 ફ્લેગ લઈ શકાય) અને તમારો મોબાઈલ નંબર સ્પષ્ટ લખો. તમને ખરીદી પ્રક્રિયા દરમિયાન નવીનતમ ફ્લેગ કોડનું પાલન કરવા માટે કહેવામાં આવશે. જે બાદ ઓર્ડર પૂર્ણ કરવા માટે પેમેન્ટ કરો.

આ પણ વાંચો:જો રાષ્ટ્રધ્વજ ફાટી જાય તો શું કરવું? MCDએ જારી કરી સૂચના

રાષ્ટ્રીય ધ્વજની કિંમત અને કદ:રાષ્ટ્રીય ધ્વજનું કદ 20 ઇંચ x 30 ઇંચનું છે (ધ્વજ દંડ વગર). ત્રિરંગાની વેચાણ કિંમત એક નંગના રૂપિયા 25/- છે. રાષ્ટ્રીય ધ્વજ પર કોઈ GST નથી.

ઓર્ડર રદ કરી શકાતા નથી:એકવાર ઓર્ડર આપ્યા પછી ગ્રાહકોને રદ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

રાષ્ટ્રીય ધ્વજની ડિલિવરી: ધ્વજની ડિલિવરી નજીકની પોસ્ટ ઓફિસ દ્વારા વિના મૂલ્યે કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details