ગુજરાત

gujarat

શ્રીનગરમાં ગ્રેનેડ હુમલો, અનેક લોકો ઈજાગ્રસ્ત

By

Published : Aug 21, 2022, 11:00 PM IST

શ્રીનગરના નિશાત વિસ્તારમાં અચાનક વિસ્ફોટની ઘટના સામે આવી છે. આ ઘટનામાં 6 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, નિશાતમાં પાર્કિંગની જગ્યામાં એક રહસ્યમય ઓછી તીવ્રતાનો વિસ્ફોટ થયો હતો. grenade attack in kashmir, terrorist attack In shreenagar

શ્રીનગરમાં ગ્રેનેડ હુમલો
શ્રીનગરમાં ગ્રેનેડ હુમલો

શ્રીનગર: રવિવારે મોડી સાંજે કાશ્મીર ઘાટીમાં શ્રીનગરના નિશાત વિસ્તારમાં મુગલ ગાર્ડનની બહાર ગ્રેનેડ વિસ્ફોટ થયો હતો. અત્યાર સુધીમાં વિસ્ફોટમાં 6 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ મામલે, સત્તાવાર અધિકારીએ કહ્યું કે, નિશાતમાં પાર્કિંગની જગ્યામાં એક રહસ્યમય ઓછી તીવ્રતાનો વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં ઓટો ચાલક સહિત 6 લોકોને ઈજાઓ પહોંચી છે. grenade attack in kashmir

આ પણ વાંચો :અલકાયદા સાથે જોડાયેલા 2 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ, મળી ગુનાહિત સામગ્રી

અગાઉ પણ અનેક ઘટનાઓ :આ પહેલા 15 ઓગસ્ટના રોજ બડગામ અને શ્રીનગરમાં પોલીસ કંટ્રોલ રૂમની બહાર ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો હતો. કંટ્રોલ ક્લાસરૂમની બહાર થયેલા હુમલામાં જમ્મુ-કાશ્મીર પોલીસનો એક કોન્સ્ટેબલ ઈજાગ્રસ્ત થયો હતો. તે જ સમયે, આ ઘટનાના થોડા કલાકો પહેલા, આતંકવાદીઓએ બડગામના ગોપાલપોરા ચદૂરા વિસ્તારમાં ગ્રેનેડ ફેંક્યો હતો. જેમાં એક નાગરિક કરણકુમાર સિંહ ઇજાગ્રસ્ત થયો હતો.

આ પણ વાંચો :ફાયરિંગમાં પાકિસ્તાની કેદીનું મોત, કોન્સ્ટેબલ ઈજાગ્રસ્ત

બિન-કાશ્મીરી મજૂરનું મોત :આ પહેલા 9 ઓગસ્ટે આતંકીઓએ સુરક્ષા દળો પર ગ્રેનેડ ફેંક્યો હતો. હુમલામાં CRPF જવાન સહિત બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તે પહેલા 8 ઓગસ્ટના રોજ, આતંકવાદીઓએ કાશ્મીર વિભાગના અનંતનાગ જિલ્લાના બિજબિહાર વિસ્તારમાં પોલીસ અને CRPFની સંયુક્ત પાર્ટી પર હુમલો કર્યો હતો. આ હુમલામાં એક પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયો હતો. એક દિવસ પહેલા રાત્રે બાંદીપોરામાં એક બિન-કાશ્મીરી મજૂરને આતંકવાદીઓએ નિશાન બનાવ્યો હતો. terrorist attack in shreenagar

ABOUT THE AUTHOR

...view details