ગુજરાત

gujarat

શોપિંયામાં આતંકવાદીઓ અને સુરક્ષા બળો વચ્ચે અથડામણમાં 2 આંતકી ઠાર મરાયા

By

Published : Jul 19, 2021, 9:40 AM IST

Updated : Jul 19, 2021, 9:51 AM IST

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓનો ત્રાસ સતત વધતો જાય છે. અવારનવાર આતંકવાદીઓ સુરક્ષા બળોના જવાનો ઉપર ફાયરિંગ કરે છે. ત્યારે ફરી એક વાર શોપિંયામાં સુરક્ષા બળના જવાનો અને આતંકવાદીઓ (Terrorists) વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં પ્રતિબંધિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા (Lashkar-e-Taiba)નો એક કમાન્ડર ઈશ્ફાક ડાર ઉર્ફે અબુ અકરમ સહિત 2 આતંકવાદી ઠાર મરાયા છે.

Encounter at J&K: શોપિંયામાં આતંકવાદીઓ અને સુરક્ષા બળો વચ્ચે અથડામણમાં 2 આંતકી ઠાર મરાયા
Encounter at J&K: શોપિંયામાં આતંકવાદીઓ અને સુરક્ષા બળો વચ્ચે અથડામણમાં 2 આંતકી ઠાર મરાયા

  • જમ્મુ-કાશ્મીરના શોપિંયામાં આતંકવાદીઓએ સુરક્ષા બળના જવાનો પર કર્યું ફાયરિંગ
  • ફાયરિંગમાં લશ્કર-એ-તૈયબા (Lashkar-e-Taiba)નો એક કમાન્ડર ઈશ્ફાક ડાર ઉર્ફે અબુ અકરમ સહિત 2 આતંકવાદી ઠાર મરાયા
  • જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ (Terrorist)નો ત્રાસ દિવસેને દિવસે વધતો જાય છે

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓનો (Terrorist) ત્રાસ વધતો જાય છે. ત્યારે ફરી એક વાર આતંકવાદીઓએ સુરક્ષા બળોના જવાનો ઉપર ફાયરિંગ કર્યું હતું. તો સુરક્ષા બળના જવાનોએ પણ વળતો જવાબ આપતા અથડામણમાં પ્રતિબંધિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા (Lashkar-e-Taiba)નો એક કમાન્ડર ઈશ્ફાક ડાર ઉર્ફે અબુ અકરમ સહિત 2 આતંકવાદીઓ ઠાર મરાયા છે. અકરમ અહીં વર્ષ 2017થી સક્રિય હતો. IGP કાશ્મીર વિજય કુમારે જણાવ્યું હતું કે, અથડામણમાં સુરક્ષા બળના જવાનોએ આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપ્યો હતો.

આ પણ વાંચોઃપુલવામા એન્કાઉન્ટરમાં એક આતંકી માર્યો ગયો, સેનાનો એક જવાન શહીદ

આતંકવાદીઓ સિદ્દીક ખાન વિસ્તારમાં છુપાયા હોવાની સૂચના મળી હતી

જમ્મુ-કાશ્મીરના શોપિંયા જિલ્લા (Shopinya district of Jammu and Kashmir)માં રવિવારે રાત્રે આતંકવાદીઓ (Terrorist) અને સુરક્ષા બળો વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. પોલીસે આ અંગે જાણકારી આપતા કહ્યું હતું કે, સુરક્ષા બળોએ શોપિંયા જિલ્લાના સિદ્દીક ખાન વિસ્તારમાં આતંકવાદીઓ હોવાની સૂચના મળી હતી. ત્યારબાદ વિસ્તારનો ઘેરાવ કરીને તપાસ અભિયાન (Search Operation) શરૂ કર્યું હતું. ત્યારબાદ આતંકવાદીઓને ઠાર મરાયા હતા.

આ પણ વાંચોઃEncounter Underway in Jammu Kashmir : શ્રીનગરમાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચેના એન્કાઉન્ટરમાં 3 આતંકી ઠાર

હંમેશા આતંકવાદીઓ (Terrorists) સુરક્ષા બળોના જવાનો પર કરે છે ફાયરિંગ

છેલ્લા ઘણા સમયથી જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓનો ત્રાસ વધતો જાય છે. આ અગાઉ પણ આતંકવાદીઓએ સામેથી સુરક્ષા બળોના જવાનો પર ફાયરિંગ કર્યું હતું.

Last Updated : Jul 19, 2021, 9:51 AM IST

ABOUT THE AUTHOR

...view details