ગુજરાત

gujarat

Opposition Meeting in Patna : પટણામાં વિપક્ષી પાર્ટીઓની ભવ્ય બેઠક, પરંતુ ખેંચતાણ હજુ પણ ચાલુ

By

Published : Jun 22, 2023, 5:19 PM IST

Updated : Jun 22, 2023, 6:42 PM IST

લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓ કરવી વિપક્ષો માટે હવે અનિવાર્ય છે. આ તરફ ગતિ કરતાં કોંગ્રેસ સહિતના વિપક્ષો ભાજપનો વિજય રથ અટકાવવા સૌપ્રથમ વિપક્ષી એકતાનું મહત્ત્વ સમજી રહ્યાં છે. આવતીકાલે આ નિમિત્તે પટનામાં મુખ્ય વિરોધ પક્ષોની બેઠક મળવાની છે.

Eenadu Editorial  : સક્ષમ વિરોધ પક્ષ, ઐતિહાસિક આવશ્યકતા
Eenadu Editorial : સક્ષમ વિરોધ પક્ષ, ઐતિહાસિક આવશ્યકતા

હૈદરાબાદ : એક હાથે તાળી ન પડી શકે. મજબૂત અને વિશ્વસનીય વિરોધ વિનાનો દેશ લોકશાહી સમવાયતંત્ર ગણી શકાય નહીં. ડો. બી.આર. આંબેડકર દ્વારા કરાયેલી આ અનોખી ટિપ્પણીનો અર્થ છે કે સરકારી વલણોમાં સરમુખત્યારશાહી ટાળવા માટે મજબૂત વિરોધ હોવો જોઈએ. છેલ્લી બે સામાન્ય ચૂંટણીઓમાં રાષ્ટ્રીયસ્તરે વિરોધ પક્ષો ભાજપના ઉદયને કારણે કંઈ કરી શક્યાં ન હતાં.

પટનામાં મુખ્ય વિરોધ પક્ષોની બેઠક : છેલ્લા કેટલાક સમયથી વિશ્લેષણ સાંભળવા મળી રહ્યું છે કે આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે વિપક્ષી પાર્ટીઓએ એક થવું પડશે. આ પૂર્વભૂમિકાને લઇ બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારે તેમને એક મંચ પર લાવવાની જવાબદારી લીધી છે. છેલ્લા કેટલાક દિવસોથી તેઓ વિવિધ પક્ષોના ટોચના નેતાઓને મળી રહ્યા છે અને ગઠબંધન બનાવવા અંગે ચર્ચા કરી રહ્યા છે.જેના પરિપાકરુપે આવતીકાલે પટનામાં મુખ્ય વિરોધ પક્ષોની બેઠક મળશે

વિપક્ષી એકતા પર શંકા : વિપક્ષની એકતાના આ પ્રયાસો પ્રશંસનીય હોવા છતાં ઘણા રાજ્યોમાં હરીફો વચ્ચે સમાધાન શક્ય છે કે કેમ તે અંગે શંકા છે. તેવી જ રીતે તૃણમૂલના વડા મમતા બેનર્જીએ તારણ કાઢ્યું હતું કે જો કોંગ્રેસ પશ્ચિમ બંગાળમાં CPI(M) સાથે હાથ મિલાવે છે તો તે લોકસભાની લડાઈમાં પાર્ટીને મદદ નહીં કરે. રાજસ્થાનમાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરી ચૂકેલા 'આપ'ના નેતા અરવિંદ કેજરીવાલે ત્યાંની સત્તાધારી પાર્ટી કોંગ્રેસની ટીકા કરી છે. સમાજવાદી નેતા અખિલેશ યાદવે ભાજપને હરાવવા માંગતા તમામ પક્ષોને તેમની પાછળ ઉભા રહેવાનું આહ્વાન કર્યું છે. શું કોંગ્રેસ, ડાબેરી અને પ્રાદેશિક પક્ષોને એક કરવાનું નીતિશનું લક્ષ્યાંક એવા સમયે પૂર્ણ થશે જ્યારે તેઓ તેમના હિતોની સેવા કરી રહ્યા છે? શું પટનાની બેઠક તેમની મહત્વાકાંક્ષાને સાબિત કરવામાં સફળ થશે?

મતોના વિભાજનને અટકાવવું : ભાજપે 9 વર્ષ પહેલાં લોકસભા ચૂંટણીમાં 31.34 ટકા મતો સાથે 282 બેઠકો જીતી હતી. 2019માં તેણે 37.7 ટકા મતો અને 303 બેઠકો જીતી હતી. જો તમામ વિરોધ પક્ષો મતોના વિભાજનને અટકાવી શકે તો ભાજપની જયયાત્રાને રોકવી અશક્ય નથી તેવી અપેક્ષાએ વિપક્ષી ગઠબંધનનો વિચાર ફૂલ્યો છે. કર્ણાટકમાં જીત સાથે નવો ઉત્સાહ અનુભવતો કોંગ્રેસ પક્ષ વિપક્ષી છાવણીનો મુખ્ય આધાર બનવા માંગે છે.

કોંગ્રેસનો પાયો હજુ પણ મજબૂત : કોંગ્રેસ જે કર્ણાટક, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને છત્તીસગઢમાં સરકાર ચલાવી રહી છે, તે તમિલનાડુ, બિહાર અને ઝારખંડના શાસક ગઠબંધનમાં ભાગીદાર છે. અગાઉની મધ્યપ્રદેશ ચૂંટણીમાં 40 ટકાથી વધુ મત મેળવનાર કોંગ્રેસ પાર્ટી ગુજરાત વિધાનસભામાં 27 ટકા મતદારોના મત મેળવી શકી હતી. અન્ય કેટલાક રાજ્યોમાં પાર્ટીનો પાયો હજુ પણ મજબૂત છે. 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં પોતાની ભૂલોને કારણે હાર્યા હોવા છતાં કોંગ્રેસના ખાતામાં 19.5 ટકાથી વધુ વોટ જમા થયા હતા. તેથી જે પણ પ્રાદેશિક રાજકીય દળો વિપક્ષની એકતા ઈચ્છતા હોય તેમણે કોંગ્રેસ પક્ષ સાથે સહયોગ સાધવો પડેે.

સમાન દ્રષ્ટિકોણ સાથે કામ કરવું જોઈએ : સરકારની ભૂલોને સમયસર દર્શાવવા સક્ષમ વિપક્ષ એ ભારતની ઐતિહાસિક જરૂરિયાત છે. આવા વિપક્ષી ગઠબંધનને જીવતદાન આપવા માટે સમાન વિચારધારા ધરાવતા રાજકીય પક્ષોનો હાથ મિલાવવો એ દેશની સમૃદ્ધિ માટે ઇચ્છનીય છે. તેના માટે કોંગ્રેસ અને પ્રાદેશિક પક્ષોએ આદાનપ્રદાનની વૃત્તિ સાથે સમાન દ્રષ્ટિકોણ સાથે કામ કરવું જોઈએ. જો તેઓ સત્તામાં આવે છે, તો ગઠબંધનના નેતાઓએ પહેલાં જાહેર કરવું જોઈએ કે તેઓ સામાન્ય લોકોના જીવનને અસર કરતી ઘણી સમસ્યાઓનો ઉકેલ કેટલી સારી રીતે લાવી શકે છે. તેઓએ ભારતીય સંઘને મજબૂત કરવા અને મરણપથારીએ પડેલી લોકતાંત્રિક પ્રણાલીઓની ધબક પુનઃસ્થાપિત કરવા અંગે લોકો સમક્ષ તેમના વિચારો સ્પષ્ટ કરવા જોઈએ.

પીએમ પદની છત્રી ન રખાય: તેઓએ સંપૂર્ણ ચર્ચાઓ સાથે ઓછામાં ઓછો સામાન્ય કાર્યક્રમ બનાવવો જોઈએ અને 'હું ભાવિ વડા પ્રધાન છું' એવું વિચારતા કોઈપણ માટે આશાની છત્રી બાંધવી જોઈએ નહીં. ગઠબંધનનું નેતૃત્વ ભાગીદારોની સામૂહિક સંમતિથી પસંદ કરવું જોઈએ. ચૂંટણીનો સમય નજીક આવે તે પહેલાં તેઓએ સંસદના મંચ પર વિવિધ મુદ્દાઓ પર એક અવાજે જવાબ આપીને લોકો પ્રત્યે તેમની એકતા અને સમર્પણ વ્યક્ત કરવું જોઈએ. એ હદે વિરોધ પક્ષો જવાબદારીપૂર્વક કામ કરશે તો જ જનતાનો વિશ્વાસ મેળવી શકશે!

  1. Surat news: કમળના હાથમાં ઝાડુ, ભાજપની રણનીતિ સામે વિપક્ષ થઇ રહ્યું છે કમજોર
  2. BJP ON GANDHI FAMILY : ગાંધી પરિવાર પોતાને 'અલગ અને બંધારણથી ઉપર' માને છે - ભાજપ
  3. Bharat Rashtra Samithi Public Meeting: મોદી વિરુદ્ધની લડાઈમાં કેસીઆરે આખા દેશના વિપક્ષ બોલાવી લીધા
Last Updated : Jun 22, 2023, 6:42 PM IST

ABOUT THE AUTHOR

...view details