ETV Bharat / state

Surat news: કમળના હાથમાં ઝાડુ, ભાજપની રણનીતિ સામે વિપક્ષ થઇ રહ્યું છે કમજોર

author img

By

Published : Apr 22, 2023, 3:04 PM IST

મહાનગરપાલિકાની ચૂંટણીમાં પ્રથમવાર ભારતીય જનતા પાર્ટી સામે 27 બેઠકો અંકે કરનાર આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો એક બાદ એક ભાજપમાં જોડાઈ રહ્યા છે. 27 પૈકી 12 જેટલા કોર્પોરેટરો ભાજપમાં ભળી ગયા છે. સુરતમાં ચાલી રહેલા 'ઓપરેશન ડિમોલેશન'ના કારણે આમ આદમી પાર્ટીની ઊંઘ ઊડી ગઈ છે. હવે આમ આદમી પાર્ટીની છાવણીમાં માત્ર પાટીદાર કોર્પોરેટરો જ બચ્યા છે પરંતુ તેમની નેતાગીરી ક્યાં સુધી બચાવી શકશે એ મોટો પ્રશ્ન છે.

bjp-operation-demolition-in-surat-opposition-is-weakening-against-bjps-strategy
bjp-operation-demolition-in-surat-opposition-is-weakening-against-bjps-strategy

સુરત: દેશભરમાં 'ઓપરેશન કમલ'ની ચર્ચાઓ હંમેશાથી ચાલતી આવી છે. જ્યારે પણ અન્ય પાર્ટીના ધારાસભ્ય ભાજપમાં જોડાય ત્યારે 'ઓપરેશન કલમ'ની ચર્ચાઓ કરવામાં આવતી હોય છે. સુરત ખાતે જ્યારે એક બાદ એક કુલ આમ આદમી પાર્ટીના 12 જેટલા કોર્પોરેટર ભાજપમાં જોડાયા ત્યારે ઓપરેશન ડિમોલેશનની ચર્ચાએ વેગ પકડ્યું છે.

'આપ'ના કોર્પોરેટર ભાજપમાં: શુક્રવારે 'આપ'ના કોર્પોરેટર કનુ ગેડીયાએ જણાવ્યું હતું કે, 'છેલ્લા બે મહિનાથી આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો પોતાની જ પાર્ટી વિરુદ્ધ ઓપરેશન ડિમોલેશનની તૈયારી કરી રહ્યા હતા. જેના ભાગરૂપે છ દિવસમાં છ જેટલા કોર્પોરેટર આમ આદમી પાર્ટી છોડી ભાજપમાં જોડાઈ ગયા છે. તેમજ આવનાર દિવસોમાં વધુ કોર્પોરેટરો આપમાંથી રાજીનામું આપશે અથવા તો ભાજપમાં જોડાશે. પરંતુ મોટો પ્રશ્ન એ છે કે શા માટે ભાજપ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને પોતાના પક્ષમાં સામેલ કરી રહી છે તેની રણનીતિ શું છે? અને તેનાથી ભાજપને શું લાભ થશે?

'ઓપરેશન ડિમોલેશનના માધ્યમથી ભારતીય જનતા પાર્ટી લોકો સમક્ષ એક સંદેશ આવવા માંગી રહી છે. જેમાં સ્પષ્ટ છે કે લોકો ભાજપના વિકલ્પ તરીકે કોઈ પણ પાર્ટીને મત આપશે તેમ છતાં કોઈપણ પ્રકારે જે તે પ્રતિનિધિ ફરીથી ભાજપમાં જોડાઈ જાય છે અને આ માટે ભાજપ પ્રત્યક્ષ રીતે સામે નથી આવતી. જે તે પાર્ટીના પ્રતિનિધિ સામે આવીને ભાજપનો વખાણ કરે છે અને તેની પૂર્વ પાર્ટી નિંદા કરતા હોય છે. આ સમગ્ર મામલે ભાજપને કશું બોલવાની જરૂર પડતી નથી અન્ય પાર્ટીથી આવનાર લોકો જ પક્ષની ખામીઓ ગણાવતા હોય છે. ભાજપ આ સાથે આ પણ પ્રસ્થાપિત કરવા માંગે છે કે ભાજપ સિવાય અન્ય પાર્ટીની અંદર કશું સારું ચાલી રહ્યું નથી.' -નરેશ વરિયા, વરિષ્ઠ પત્રકાર અને રાજકીય નિષ્ણાંત

'હાલમાં જ લોકસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ગ્રાઉન્ડ લેવલ પર તૈયારીઓ શરૂ કરી દીધી હતી. અમારી મીટીંગો પણ ચાલી રહી છે આ વચ્ચે આમ આદમી પાર્ટી નેશનલ પાર્ટી તરીકે સામે આવી છે જેના કારણે ભારતીય જનતા પાર્ટી લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સારો દેખાવ ન કરી શકે આ માટે તેઓ ષડયંત્ર કરી રહ્યા છે. અમારા કોર્પોરેટરોન બ્રેઇન વોશ કરવામાં આવી રહ્યો છે. તેઓને જણાવવામાં આવી રહ્યું છે કે માત્ર 14 હજાર રૂપિયામાં કોર્પોરેટર માસિક વેતન મેળવી રહ્યા છે જ્યારે તેની બાજુ ભાજપના કોર્પોરેટરો દર મહિને લાખો રૂપિયા કમાવી રહ્યા છે જો તેઓ ભાજપમાં જોડાશે તો તેઓની પણ આવક વધશે. તેમને આ લાલચ આપી કરોડો રૂપિયા ઓફરમાં મૂકવામાં આવી રહ્યા છે.' - યોગેશ જાધવાણી, પ્રદેશ પ્રવક્તા, આપ

ભાજપે 'આપ'ના આરોપને ગણાવ્યા પાયાવિહોણા: સુરત ભાજપના પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના જે પણ કોર્પોરેટર પોતાના નેતાઓની અસલિયતથી વાકેફ થઈ ગયા છે. તેઓ સામેથી ભાજપમાં જોડાવા માટે આવી રહ્યા છે. ભાજપએ કોઈપણ ઓફર મૂકી નથી આમ આદમી પાર્ટી જે પણ આક્ષેપો કરી રહી છે તે તથ્ય વિહોણા છે. ભાજપ જે રીતે વિકાસ કરી રહી છે અને તેની વિચારધારાથી પ્રભાવિત થઈને આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો જોડાઈ રહ્યા છે તેમાં ભાજપનો કોઈપણ રોલ નથી.

આ પણ વાંચો Surat News : આપ વિરુદ્ધ તેના જ કોર્પોરેટરોનું ઓપરેશન ડિમોલેશન, આ રીતે આવી રહ્યું છે આપનું વિપક્ષ પદ જોખમમાં

આ પણ વાંચો Surat Aam Admi party: વધુ બે આપના કોર્પોરેટર ભાજપમાં જોડાયા, ઈટાલિયાએ કહ્યું ભાજપ તોડવાનું કામ કરે છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.