ગુજરાત

gujarat

આંધ્રપ્રદેશમાં માલગાડી પાટા પરથી ઉતરી જતાં 9 ટ્રેન રદ

By

Published : Nov 9, 2022, 11:44 AM IST

ચેન્નઈ-હાવડા મેઈન લાઈનમાં આજે બુધવારે વહેલી સવારે અકસ્માત સર્જાયો (accident occurred on Chennai Howrah main line) હતો. માલગાડી પાટા પરથી ઉતરી (freight train derailed in Andhra Pradesh) જવાને કારણે આ અકસ્માત થયો હતો. આના કારણે કોઈ જાન-માલનું નુકસાન થયું નથી.

આંધ્રપ્રદેશમાં માલગાડી પાટા પરથી ઉતરી જતાં નવ ટ્રેનો રદ કરાઈ
આંધ્રપ્રદેશમાં માલગાડી પાટા પરથી ઉતરી જતાં નવ ટ્રેનો રદ કરાઈ

આંધ્ર પ્રદેશ :ચેન્નાઈ-હાવડા મુખ્ય લાઇન (accident occurred on Chennai Howrah main line) પર બુધવારે વહેલી સવારે રાજમહેન્દ્રવરમ શહેરમાં માલગાડી પાટા પરથી ઉતરી (freight train derailed in Andhra Pradesh) જતાં રેલ ટ્રાફિક પ્રભાવિત થયો હતો. દક્ષિણ મધ્ય રેલ્વેએ (South Central Railway) દિવસ માટે વિજયવાડા-વિશાખાપટ્ટનમ સેક્શન પર નવ મહત્વપૂર્ણ ટ્રેનોને રદ કરી છે.

રાજમહેન્દ્રવરમમાં માલગાડી પાટા પરથી ઉતરી :દક્ષિણ મધ્ય રેલવે (South Central Railway) વિજયવાડા વિભાગના પબ્લિક રિલેશન ઓફિસર (Public Relations Officer) નુસરત એમ મન્દ્રુપકરના જણાવ્યા અનુસાર અન્ય ત્રણ ટ્રેનો અલગ-અલગ સ્ટેશનો વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવી હતી. જોકે એક ટ્રેન બે કલાક મોડી દોડી હતી. રાજમહેન્દ્રવરમ રેલ્વે સ્ટેશન પાસે ડાઉન મેઈન લાઈનમાં માલસામાન ટ્રેનની એક બોગી પાટા પરથી ઉતરી ગઈ હતી.

ચેન્નાઈ-હાવડા રૂટ પર માત્ર એક જ લાઈન ખુલ્લી છે :આ કારણે વ્યસ્ત ચેન્નાઈ-હાવડા રૂટ પર માત્ર એક જ લાઈન ખુલ્લી છે અને અહીંથી સેંકડો ટ્રેનો અવરજવર કરે છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર અકસ્માતનું કારણ તાત્કાલિક જાણી શકાયું નથી. જોક, વિજયવાડાના અધિકારીઓની એક ટીમ સમારકામ માટે સ્થળ પર પહોંચી ગઈ છે. તેમણે કહ્યું કે, પાટા પરથી ઉતરેલા કોચને ત્યાંથી હટાવ્યા બાદ બપોર સુધીમાં ટ્રાફિક પુનઃસ્થાપિત થવાની અપેક્ષા છે.

ABOUT THE AUTHOR

...view details