ગુજરાત

gujarat

ગૃહપ્રધાનની પુત્રી અપહરણ કેસ: ડૉક્ટર રૂબૈયા સઈદ જમ્મુમાં CBI કોર્ટમાં હાજર

By

Published : Jul 15, 2022, 5:27 PM IST

ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મુફ્તી મુહમ્મદ સઈદની પુત્રી ડૉ. રૂબૈયા સઈદ, ડિસેમ્બર 1989ના અપહરણના કેસમાં સાક્ષી તરીકે આજે જમ્મુમાં CBI કોર્ટમાં હાજર (Rubaiya Sayeed CBI court ) થઈ છે.

ગૃહપ્રધાનની પુત્રી અપહરણ કેસ: ડૉક્ટર રૂબૈયા સઈદ જમ્મુમાં CBI કોર્ટમાં હાજર
ગૃહપ્રધાનની પુત્રી અપહરણ કેસ: ડૉક્ટર રૂબૈયા સઈદ જમ્મુમાં CBI કોર્ટમાં હાજર

જમ્મુ કાશ્મીર: ભૂતપૂર્વ મુખ્યપ્રધાન મુફ્તી મુહમ્મદ સઈદની પુત્રી ડૉ. રૂબૈયા સઈદ, ડિસેમ્બર 1989ના અપહરણના કેસમાં સાક્ષી તરીકે આજે જમ્મુમાં CBI કોર્ટમાં હાજર (Rubaiya Sayeed CBI court ) થઈ છે. જમ્મુની સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (Jammu CBI) કોર્ટે આ કેસના સંબંધમાં આ વર્ષે 28 મેના રોજ રુબૈયા સઈદને કોર્ટમાં હાજર થવા માટે સમન્સ જારી કર્યું હતું.

આ પણ વાંચો:નદીના પૂરમાં સ્ટંટ કરવુ ભારે પડ્યુ: ઘરવાળા શોધવા નીકળ્યા

રૂબૈયા સઈદ જે પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીની બહેન છે, તે શુક્રવારે કેસમાં હાજર (Rubia Saeed appears before CBI court in Jammu) થવા માટે આજે જમ્મુ આવી છે. 28 મે, 2022ના રોજ સીબીઆઈ કોર્ટે પૂર્વ મુખ્યપ્રધાન મુફ્તી મોહમ્મદ સઈદની પુત્રી (Home Ministers daughter kidnapping case) રૂબૈયા સઈદને હાજર થવા માટે સમન્સ જારી કર્યું હતું. કોર્ટે 15 જુલાઈના રોજ એક કેસમાં જેમાં વિશેષ ન્યાયાધીશ ટાડા કોર્ટે RPCની કલમ 364, 368, 120-B, TADA એક્ટ, 1987ની કલમ 3/4 અને JKLF ચીફ યાસીન મલિક વિરુદ્ધ ભારતીય આર્મ્સ એક્ટની કલમ 7/27 હેઠળ આરોપો ઘડ્યા હતા.

આ પણ વાંચો:શું છે Mission 2047 જેમાં 6ની ધરપકડ બાદ પણ વધુ 20ને શોધી રહી NIA

આ પ્રથમ વખત હતું જ્યારે રૂબૈયા સઈદને કેસમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું. બદલામાં 5 આતંકવાદીઓને મુક્ત કર્યા બાદ તેણીને મુક્ત કરવામાં આવી હતી. તમિલનાડુમાં રહેતા ડૉ. રૂબૈયા સઈદને CBI દ્વારા ફરિયાદ પક્ષના સાક્ષી તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે, જેણે 1990ની શરૂઆતમાં કેસની તપાસ હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details