ગુજરાત

gujarat

CRPF જવાને પોતાના ઘરમાં હવામાં કર્યું ફાયરિંગ

By

Published : Jul 11, 2022, 11:34 AM IST

રવિવારે રાજસ્થાનના જોધપુરમાં CRPF (Central Reserve Police Force) ટ્રેનિંગ સેન્ટરમાં CRPF જવાને તેના પરિવાર સાથે પોતાને બંધક બનાવી (CRPF constable hostages himself with family) લીધા છે. આ ઉપરાંત તેણે અનેક રાઉન્ડ હવામાં ફાયરિંગ પણ કર્યું છે. હજુ પણ આ મામલે કોઈ ખુલ્લાસો કરવામાં આવ્યો નથી.

CRPF જવાને પોતાના ઘરમાં પરિવાર સાથે બંધ થઈને હવામાં કર્યું ફાયરિંગ
CRPF જવાને પોતાના ઘરમાં પરિવાર સાથે બંધ થઈને હવામાં કર્યું ફાયરિંગ

જોધપુર: રાજસ્થાનના જોધપુર શહેરમાં મંડલનાથ ચારરસ્તાની સામે પાલડી ધ્યાન ખાતે સ્થિત CRPF ટ્રેનિંગ સેન્ટરમાં રવિવારે રાત્રે એક જવાને તેના પરિવાર સાથે પોતાની જાતને બંધક બનાવી લીધી છે. ત્યારબાદ જવાને આઠ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. હજુ પણ આ મામલે મડાગાંઠ છે. આખી રાત પોલીસ અને CRPF અધિકારીઓએ જવાનને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ સમજાવી શક્યા નહીં. જોકે, રાત્રે 8.30 વાગ્યા પછી તેણે કોઈ ફાયરિંગ કર્યું નથી.

આ પણ વાંચો:JEE Main Result 2022: JEE મુખ્ય પરિણામ જાહેર, આ રીતે કરી શકાશે ઓનલાઈન ચેક

હવાઈ ગોળીબાર પણ કર્યો:જણાવવામાં આવી રહ્યું છે કે, રવિવારે રજાને લઈને CRPF (Central Reserve Police Force) જવાનનો અધિકારીઓ સાથે વિવાદ થયો હતો. દલીલ બાદ ગુસ્સામાં તેણે એક જવાનનો હાથ પણ કાપી નાખ્યો હતો. આ પછી, સાંજે પાંચ વાગ્યે, માનસિક રીતે અસ્વસ્થ જવાને તેના પરિવાર સાથે CRPF પરિસરમાં આવેલા તેના નિવાસસ્થાને પોતાને બંધક બનાવી લીધો. તેની સાથે તેની પત્ની અને પુત્રી પણ છે. તેણે અત્યાર સુધીમાં આઠ હવાઈ ગોળીબાર કર્યો છે. ઘટનાની જાણકારી મળતા જ પોલીસ કમિશનર રવિદત્ત ગૌર અને અન્ય અધિકારીઓ પણ CRPF સેન્ટર પહોંચી ગયા છે.

3 વર્ષથી CRPF તાલીમ કેન્દ્રમાં હતા તૈનાત:DCP ઈસ્ટ અમૃતા દુહાને જણાવ્યું કે, તેઓ તેમની માંગણીઓથી અસંતુષ્ટ છે. તેની સાથે વાત કરવાના પ્રયાસો ચાલુ છે અને CRPFના અધિકારીઓ પણ સ્થળ પર હાજર છે. જવાનના પરિવારજનોને પણ બોલાવવામાં આવ્યા છે. તેના મારફત વાટાઘાટો કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. પોલીસે જણાવ્યું કે, પાલી જિલ્લાના રાજોલા કલાના રહેવાસી નરેશ જાટ, જે ત્રણ વર્ષથી CRPF તાલીમ કેન્દ્રમાં તૈનાત હતા, તેમણે રવિવારે સાંજે લગભગ 5:00 વાગ્યે પ્રથમ હવાઈ ગોળીબાર કર્યો (Fired in the air) હતો. આ ગોળીબાર પછી CRPFની (Central Reserve Police Force)અંદર ખળભળાટ મચી ગયો હતો. અમૃતા દુહાને જણાવ્યું કે, પહેલા અધિકારીઓએ તેને મનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે માનતો ન હતો. યુવક નશામાં હતો. તેણે જણાવ્યું કે, તેના પિતા અને ભાઈને પણ પાલી જિલ્લામાંથી બોલાવવામાં આવ્યા છે. પિતાએ તેની સાથે ફોન પર વાત કરી પરંતુ તે શાંત થતો નથી. પોલીસ અધિકારીઓ તેના ઘરની આસપાસ તૈનાત છે.

આ પણ વાંચો:ઈદ અલ અધાના તહેવાર પર જોવા મળ્યું સાંપ્રદાયિક સૌહાર્દનું ઉદાહરણ

પિતાએ સમજાવ્યું પણ માન્યા નહીં:પાલીમાં ટ્રાફિક પોલીસમાં (Traffic police) નોકરી કરતા નરેશના ભાઈએ પોલીસને જણાવ્યું કે, લગભગ 7-8 મહિના પહેલા તેનો અકસ્માત થયો હતો. ત્યારથી તે અચાનક તેની માનસિક સ્થિતી ગુમાવી બેસે છે. CRPF અધિકારીઓએ નરેશને સમજાવવા માટે તેના પિતાને જાણ કરી. જેના પર પિતાએ તેની સાથે ફોન પર વાત કરી હતી, પરંતુ નરેશ સતત મરવાની અને મારવાની વાત કરી રહ્યો છે.

જવાન પાસે ફાયરના 40 રાઉન્ડ છે: CRPF અધિકારીઓનું કહેવું છે કે, કોન્સ્ટેબલ નરેશ જાટ પાસે INSAS રાઈફલમાં બે મેગેઝિન છે. એકમાં 20 રાઉન્ડ ફાયર થાય છે. આ મુજબ નરેશ પાસે કુલ 40 રાઉન્ડ ફાયર છે, જેમાંથી તેણે 8 ફાયર કર્યા છે. હાલ CRPFના અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ તેને સ્થળ પર જ સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details