ગુજરાત

gujarat

યુપીના મહોબામાં 6 મહિનાનું બાળક ભેસના છાણમાં દટાઈને મૃત્યુ પામ્યું

By ETV Bharat Gujarati Team

Published : Dec 7, 2023, 9:13 PM IST

ઉત્તર પ્રદેશના મહોબામાં એક બાળકનું વિચિત્ર પરિસ્થિતિમાં મૃત્યુ થયું છે. સાડીના હીંચકામાં સુતા બાળક પર ભેસે છાણ કર્યુ. બાળક છાણથી ઢંકાઈ ગયું તેનો શ્વાસ રુંધાતા તે મૃત્યુ પામ્યું. વાંચો આ કરુણ ઘટનાક્રમ વિગતવાર. Buffalo Dung Child Died 6 Months Old

યુપીના મહોબામાં 6 મહિનાનું બાળક ભેસના છાણમાં દટાઈને મૃત્યુ પામ્યું
યુપીના મહોબામાં 6 મહિનાનું બાળક ભેસના છાણમાં દટાઈને મૃત્યુ પામ્યું

મહોબાઃ યુપીના મહોબાના કુલપહાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છ મહિનાના બાળકનું વિચિત્ર સંજોગોમાં મૃત્યુ થયું છે. બાળકના મોઢા પર ભેસે છાણ કરી દેતા તેનો શ્વાસ રુંધાઈ ગયો અને તે મૃત્યુ પામ્યું. પરિવાર બાળકને લઈને જિલ્લા હોસ્પિટલ પહોંચ્યો પણ ફરજ પર હાજર તબીબે બાળકને મૃત જાહેર કર્યો હતો. બુધવાર સાંજે આ દુર્ઘટના ઘટી હતી. બાળક રડતું હોવાથી માતાએ તેણે પશુધન પાસે સાડીના હીંચકામાં સુવાડ્યું હતું. આ ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.

છાણથી બાળકનું મોઢું સંપૂર્ણપણે ઢંકાઈ ગયું હતું. તેથી તે શ્વાસ લઈ શક્યું નહીં.

જનપદના કુલપહાડ પોલીસ સ્ટેશન વિસ્તારના સતારી ગામે 6 મહિનાના બાળકનું કરુણ અને વિચિત્ર મૃત્યુ થયું હતું. સતારી ગામમાં રહેતો મુકેશ પાંચ વીઘા જમીન વાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. મુકેશ 3 વર્ષના યાદવેન્દ્ર અને 6 મહિનાના આયુષ એમ બે બાળકોનો પિતા બન્યો હતો. બુધવાર સાંજે તેની પત્ની નિકિતા પશુઓને ઘાસચારો નાખતી હતી. આ દરમિયાન આયુષે રડવાનું શરુ કરી દીધું. નિકિતાએ છાપરા સાથે સાડી બાંધીને હીંચકામાં આયુષને સુવાડ્યો હતો. આ છાપરમાં જ પશુઓ બાંધેલા હતા. આયુષને સુવાડીને નિકિતા જમવાનું બનાવવા ઘરમાં ગઈ. ઘણી વાર સુધી આયુષનો અવાજ ન આવતા નિકિતા છાપરામાં ગઈ. જોયું તો આયુષ છાણથી ઢંકાયેલ હતો. તે બેભાન થઈ ગયો હતો.

હાંફળો ફાંફળો પરિવાર બાળકને લઈને જિલ્લા હોસ્પિટલ પહોંચ્યો પણ મોડું થઈ ગયું હતું. ફરજ પરના હાજર તબીબે બાળકને મૃત જાહેર કર્યુ હતું. ભેસના છાણથી બાળકનું મોઢું સંપૂર્ણપણે ઢંકાઈ ગયું હતું. તેથી તે શ્વાસ લઈ શક્યું નહીં. જિલ્લા હોસ્પિટલના પ્રભારી ડૉ. પંકજ રાજપૂતે જણાવ્યું કે એક બાળકને હોસ્પિટલ લવાયું હતું. તેની તપાસ કરતા ખબર પડી કે બાળકનો શ્વાસ રુંધાઈ જવાથી મૃત્યુ થયું છે. પરિવારના સભ્યોએ બાળકના પોસ્ટમોર્ટમની ના પાડી અને મૃતદેહ લઈને હોસ્પિટલમાંથી રવાના થઈ ગયા. આ ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.

  1. Animal Pregnancy : ગુજરાતના પશુપાલકો માટે સારા સમાચાર, ગાય-ભેંસની ગર્ભાવસ્થા માટે સરકાર આપશે સહાય
  2. Kutch Banni Animal Fair : કચ્છ બન્ની પશુ મેળામાં લાખેણી ભેંસોની દૂધ આપવાની ક્ષમતા અને તંદુરસ્તી મહત્ત્વની, પશુઓનું ખરીદ વેચાણ બજાર

TAGGED:

ABOUT THE AUTHOR

...view details