ETV Bharat / state

Animal Pregnancy : ગુજરાતના પશુપાલકો માટે સારા સમાચાર, ગાય-ભેંસની ગર્ભાવસ્થા માટે સરકાર આપશે સહાય

author img

By

Published : Jun 17, 2023, 10:03 PM IST

સરકારે પશુપાલકોની આવક અને ગાય-ભેંસની ઉત્પાદકતા વધારવા માટે મહત્વનો નિર્ણય કર્યો છે. પશુઓમાં IVFથી ગર્ભધારણ માટે રાજ્ય સરકારે ગર્ભાવસ્થા માટે આર્થિક સહાય આપવાનો નિર્ણય કર્યો છે.

Animal Pregnancy : ગુજરાતના પશુપાલકો માટે સારા સમાચાર, ગાય-ભેંસની ગર્ભાવસ્થા માટે સરકાર આપશે સહાય
Animal Pregnancy : ગુજરાતના પશુપાલકો માટે સારા સમાચાર, ગાય-ભેંસની ગર્ભાવસ્થા માટે સરકાર આપશે સહાય

ગાંધીનગર : રાજ્યના પશુપાલકોને આર્થિક રીતે વધુ સધ્ધર કરવા પશુઓમાં આધુનિક IVF ટેકનોલોજીના ઉપયોગ માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. પશુઓમાં IVFથી ગર્ભધારણ માટે રાજ્યના પશુપાલકોને પ્રતિ ગર્ભાવસ્થા માટે રાજ્ય સરકાર 15 હજાર અને કેન્દ્ર સરકાર દ્વારા 5 હજાર મળી રૂપિયા 20 હજારની સહાય આપવામાં આવશે.

પશુ સંવર્ધનની અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ગાય-ભેંસની ઉત્પાદકતા વધારવા અને ટકાઉ રીતે દૂધ ઉત્પાદનમાં વધારો મેળવી શકાય. તેમજ પશુપાલકોની આર્થિક રીતે વધુ સમૃદ્ધ બનાવવા માટે પશુઓમાં IVFથી ગર્ભધારણ માટે રાજ્ય સરકારે પ્રતિ ગર્ભાવસ્થા માટે 15 હજારની સહાયની આપવાનો નિર્ણય કર્યો છે. પ્રથમ વર્ષે પ્રાયોગિક ધોરણે રાજ્યના 1000 પશુપાલકોને લાભ આપવા માટે 1 કરોડ 50 લાખની જોગવાઈ કરી છે. - રાઘવજી પટેલે (પશુપાલન પ્રધાન)

પશુપાલકની આવકમાં વધારો : પ્રધાને વધુમાં ઉમેર્યું કે, સામાન્ય રીતે માદા પશુ પુખ્ત ઉંમર બાદ દર વર્ષે એક બચ્ચાને જન્મ આપે છે. ઉચ્ચ આનુવંશિક ગુણવત્તા અને વધુ દુધ ઉત્પાદન ધરાવતા માદા પશુમાંથી ઇંનવિટ્રો ફર્ટીલાઇઝેશન અને એમ્બ્રીઓ ટ્રાન્સફર ટેક્નોલોજીનો ઉપયોગ કરી અંદાજે 12થી 20 જેટલા બચ્ચાઓ પ્રતિ વર્ષ મેળવી શકાય છે. આમ, આ ટેક્નોલોજીના ઉપયોગથી ઉચ્ચ આનુવંશિક ગુણવત્તા અને વધુ દુધ ઉત્પાદન ક્ષમતા ધરાવતા માંદા પશુઓનો મહત્તમ ઉપયોગ શક્ય છે અને આડકતરી રીતે વધુ દુધ ઉત્પાદન અને સારી આનુવંશિક ગુણવત્તા ધરાવતા બચ્ચાઓ પશુપાલકોને ઉપલબ્ધ કરાવી પશુપાલકની આવકમાં વધારો થઈ શકે તેમ હોય આ નિર્ણય કરાયો છે.

પશુપાલકો માટે આશીર્વાદરૂપ : પ્રધાને વધુમાં ઉમેર્યું હતું કે, ઉચ્ચ આનુવંશીક ગુણવત્તા ધરાવતી ડોનર માદા પશુમાંથી વધુ સંખ્યામાં અંડકોષ મેળવી, પ્રયોગ શાળામાં ફલીનીકરણ કરતાં મળેલા ભ્રુણને સામાન્ય રેસીપી યન્ટ માદા પશુમાં પ્રત્યાર્પિત કરવામાં આવે છે. આ પદ્ધતિમાં જો ફલીનીકરણ માટે સેક્સડ સીમેનનો ઉપયોગ કરવામાં આવે તો વધુ સંખ્યામાં માદા બચ્ચાંનો જન્મ થાય અને તેના પરિણામે વધુ દૂધ ઉત્પાદન આપતા પશુઓ પ્રાપ્ત થતાં પશુપાલક આર્થિક રીતે વધુ સમૃદ્ધ બનશે. આ ઉપરાંત ઓછી આનુવંશિકતા અને ઓછું દૂધ ઉત્પાદન ક્ષમતા ધરાવતા અને પશુપાલકને આર્થિક રીતે બોજારૂપ પશુઓનો રેસીપીઅન્ટ તરીકે ઉપયોગ કરવામાં આવે તો આ ટેક્નોલોજી પશુપાલકો માટે વધુ આશીર્વાદરૂપ સાબિત થાય તેમ છે.

કેટલી સહાય મળશે : તેમણે ઉમેર્યું કે, આ પ્રકારની ઉપયોગિતાને ધ્યાને લઇને જ ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય ગોકુલ મિશન અંતર્ગત સેક્સડ સીમેનના ઉપયોગથી IVF ટેક્નોલોજી દ્વારા ઉત્પન્ન કારાયેલ ભ્રૂણથી ગાય અને ભેંસ વર્ગના પશુઓમાં ગર્ભાવસ્થાનો ઝડપી ઓલાદ સુધારણા માટેનો કાર્યક્રમ અમલમાં મુકેલો છે. આ કાર્યક્રમના અમલીકરણ માટે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ આણંદને નોડલ એજન્સી તરીકે નિયત કરવામાં આવેલા છે. પશુમાં ગર્ભાવસ્થાની ખાતરી થાય તો, IVF ટેકનોલોજીથી ગર્ભધારણ માટે અંદાજે થતાં કુલ 21,000ના ખર્ચ સામે ભારત સરકાર દ્વારા પ્રતિ ગર્ભાવસ્થા માટે પશુપાલકને 5,000ની સહાય આપવામાં આવશે. રાજ્યના પશુપાલકોને આ ટેક્નોલોજી ઝડપથી અપનાવવા પ્રોત્સાહિત કરવા માટે ભારત સરકારની યોજના હેઠળના લાભાર્થી પશુપાલકને રાજ્ય સરકારની વધારાની 15000 પ્રતિ ગર્ભાવસ્થા સહાય આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

  1. કૃત્રિમ ગર્ભધારણ કરવા માટે IUI એ એક સરળ અને સફળ તકનીક છે
  2. FIRST ON ETV : કમોસમી વરસાદમાં 16,744 ખેડૂતોને 41.68 કરોડની સહાય ચૂકવાઈ, સરકારે 100 કરોડ ફાળવણી કરી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.