ગુજરાત

gujarat

દિલ્હી સરકાર: CM કેજરીવાલે મુખ્ય સચિવના હોસ્પિટલ કૌભાંડનો રિપોર્ટ એલજીને મોકલ્યો, દિલ્હીના મુખ્ય સચિવ નરેશ કુમારની વઘી શકે છે મુશ્કેલી

By ETV Bharat Gujarati Team

Published : Nov 18, 2023, 1:16 PM IST

દિલ્હીના મુખ્ય સચિવ નરેશ કુમારની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે, પહેલા તેમનું નામ જમીન સંપાદન કૌભાંડમાં સામે આવ્યું અને હવે ILBS હોસ્પિટલ કૌભાંડમાં તેમનું નામ સામે આવ્યું. આ અંગે વિજિલન્સ મિનિસ્ટર આતિષીએ મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને તપાસ રિપોર્ટ સોંપ્યા બાદ સીએમ કેજરીવાલે શનિવારે એલજી વીકે સક્સેનાને આ કૌભાંડનો રિપોર્ટ મોકલી આપ્યો છે.

CM કેજરીવાલે મુખ્ય સચિવના હોસ્પિટલ કૌભાંડનો રિપોર્ટ એલજીને મોકલ્યો
CM કેજરીવાલે મુખ્ય સચિવના હોસ્પિટલ કૌભાંડનો રિપોર્ટ એલજીને મોકલ્યો

નવી દિલ્હીઃદિલ્હીના મુખ્ય સચિવ નરેશ કુમારની મુશ્કેલીઓ સતત વધી રહી છે. પહેલા તેમનું નામ જમીન સંપાદન કૌભાંડમાં સામે આવ્યું અને હવે ILBS હોસ્પિટલ કૌભાંડમાં તેમનું નામ સામે આવ્યું. વિજિલન્સ મિનિસ્ટર આતિષીએ શુક્રવારે આઈએલબીએસ હોસ્પિટલના કૌભાંડ અંગે સીએમ અરવિંદ કેજરીવાલને તપાસ રિપોર્ટ સોંપ્યા બાદ સીએમ કેજરીવાલે શનિવારે એલજી વીકે સક્સેનાને આ કૌભાંડનો રિપોર્ટ મોકલી આપ્યો છે.

શું છે હોસ્પિટલ કૌભાંડ મામલો: હકીકતમાં, દિલ્હીના મુખ્ય સચિવ નરેશ કુમાર પર સાત મહિના પહેલા દિલ્હી સરકારની ILBS હોસ્પિટલમાં તેમના પુત્રની એક અન્ય કંપનીને ટેન્ડર વિના AI સોફ્ટવેર બનાવવાનું કામ આપવાનો આરોપ છે. આરોપ છે કે તેના કારણે તેમના પુત્રની કંપનીને કરોડો રૂપિયાનો ફાયદો થયો અને જે કંપનીને AI સોફ્ટવેર બનાવવાનું કામ આપવામાં આવ્યું હતું, તેને સોફ્ટવેર બનાવવાનો કોઈ અનુભવ નહોતો. આ પહેલા દિલ્હી સરકારે મુખ્ય સચિવ પર દ્વારકા એક્સપ્રેસ વે પ્રોજેક્ટમાં જમીન સંપાદન કૌભાંડનો આરોપ લગાવ્યો હતો.

મુખ્ય સચિવને સસ્પેન્ડ કરવાની આપની માંગ: આમ આદમી પાર્ટીએ પણ આ મામલે મુખ્ય સચિવ નરેશ કુમાર પર સતત સવાલો ઉઠાવ્યા હતા. આ સમગ્ર મામલાની તપાસ અહેવાલ શુક્રવારે વિજિલન્સ મંત્રી આતિષીએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સોંપ્યો હતો. હવે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ સમગ્ર મામલાની તપાસ રિપોર્ટ સોંપી છે અને મુખ્ય સચિવને તાત્કાલિક હટાવવા અને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે.

  1. Delhi News: આપ સરકારના વિજિલન્સ પ્રધાન આતિશીના આરોપો મુદ્દે મુખ્ય સચિવ નરેશકુમારે વેધક સવાલો કર્યા
  2. કેન્દ્રીય મંત્રી તોમરની મુસીબત વધી, પુત્ર દેવેન્દ્રનો ત્રીજો વીડિયો થયો વાયરલ, આ વખતે 10 હજાર કરોડના ટ્રાન્ઝેક્શનની વાત

ABOUT THE AUTHOR

...view details