ગુજરાત

gujarat

DELHI BUDGET : દિલ્હી સરકારના બજેટને મંજૂરી, કેજરીવાલે PM મોદીને પત્ર લખી બજેટ ન રોકવા કરી હતી અપીલ

By

Published : Mar 21, 2023, 6:57 PM IST

કેન્દ્ર સરકારે દિલ્હી સરકારના બજેટને મંજૂરી આપી છે. 22 માર્ચે બજેટ રજૂ થશે. જો કે મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે દિલ્હી સરકારના બજેટને રોકવાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભાવનાત્મક પત્ર લખ્યો હતો. જેમાં તેમણે બજેટ ન રોકવા જણાવ્યું હતું.

DELHI BUDGET :
DELHI BUDGET :

નવી દિલ્હી:દિલ્હીમાં રજૂ થનાર બજેટને અંતે રજૂ કરવાની મંજૂરી મળી છે. 22 માર્ચે નાણાપ્રધાન કૈલાશ ગહલોત બજેટ રજૂ કરશે. આ પહેલા વિધાનસભામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ ગૃહમાં હંગામો મચાવ્યો હતો. કેન્દ્ર સરકાર પર સાવકી માનું વર્તન કરવાનો આરોપ લગાવ્યો હતો.

કેજરીવાલના કટાક્ષ: સીએમ અરવિંદ કેજરીવાલે કટાક્ષ કરતા કહ્યું કે કેન્દ્ર સરકારે અમારું બજેટ પસાર કર્યું. પહેલા જ મંજૂરી આપી દેતા. આટલો હોબાળો કરવાની શું જરૂર હતી. દેર આયેં દુરસ્ત આયે. ઉલ્લેખનીય છે કે વિધાનસભામાં રજૂ થનારા બજેટ પર રોકને કારણે આમ આદમી પાર્ટી અને દિલ્હી સરકારના પ્રધાન, નાણાપ્રધાને કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા. આજે સવારે એટલે કે મંગળવારે દિલ્હી સરકાર બજેટ રજૂ કરવાની હતી, પરંતુ ગૃહ મંત્રાલયના પ્રતિબંધને કારણે બજેટ રજૂ થઈ શક્યું ન હતું.

આ પણ વાંચો:Rahul Gandhi on BJP: કેરળમાં રાહુલ ગાંધીએ પીએમ મોદી અને બીજેપી પર કર્યા પ્રહાર

કેજરીવાલે PM મોદીને લખ્યો પત્ર: સોમવારે મોડી સાંજે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે ગૃહ મંત્રાલયે બજેટની રજૂઆત પર પ્રતિબંધ મૂક્યો છે. જેના કારણે મંગળવારે બજેટ રજૂ થઈ શકશે નહીં. તેનાથી દુઃખી થયેલા કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો. તેમણે પત્રમાં જણાવ્યું હતું કે ભારતના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે જ્યારે કોઈ ચૂંટાયેલી સરકારનું બજેટ રજૂ થવા જઈ રહ્યું હોય તેના એક દિવસ પહેલા તેના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તમે દિલ્હીના લોકોથી નારાજ કેમ છો? મહેરબાની કરીને દિલ્હીનું બજેટ રોકશો નહીં. દિલ્હીની જનતા તમને હાથ જોડીને અમારા બજેટને મંજૂર કરવા વિનંતી કરી રહી છે. સીએમ કેજરીવાલે દાવો કર્યો છે કે કેન્દ્રએ સોમવારે સાંજે દિલ્હીના બજેટ પર રોક લગાવી દીધી હતી.

આ પણ વાંચો:Budget Session 2023: ગૃહની બહાર વિરોધ પક્ષોએ કર્યું પ્રદર્શન, કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી કરાઈ સ્થગિત

જાહેરાતમાં બજેટને લઈને સ્પષ્ટતા:દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર બની તે પહેલા દિલ્હી સરકાર જાહેરાત માટે બજેટમાં દર વર્ષે 15 થી 20 કરોડ રૂપિયા ફાળવતી હતી, પરંતુ AAP સરકારે તેમાં બેફામ વધારો કર્યો અને 500 કરોડથી વધુ રકમની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે. ગયા વર્ષે પણ દિલ્હી સરકારે જાહેરાત માટે 500 કરોડ રૂપિયા ફાળવ્યા હતા. જો કે, તેમાંથી અત્યાર સુધીમાં માત્ર 286 કરોડ રૂપિયા જ ખર્ચાયા છે. નવા નાણાકીય વર્ષમાં પણ સરકારના પ્રચાર માટે બજેટમાં 550 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી. જેના પર દિલ્હી સરકાર પાસેથી સ્પષ્ટતા માંગવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details