ગુજરાત

gujarat

પ્રેમ પ્રકરણમાં માથા ફરેલાએ ભાઈ-બેહનને પતાવી દીધા, જાણો સમગ્ર ઘટના...

By

Published : Jun 18, 2022, 9:47 PM IST

રાંચીમાં ડબલ મર્ડરની (Double Murder in Ranchi) ઘટનાથી સનસનાટી ફેલાઈ ગઈ છે. રાજધાનીના જનક નગરમાં, જ્યાં ગુનેગારો એ કરેલા હુમલામાં ભાઈ-બહેનના મોત થયા છે, જ્યારે માતા ગંભીર રીતે ઘાયલ છે. ત્રણેય પર હથોડી વડે હુમલો (Attack with Hammer) કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ પોલીસે આરોપીઓને (Ranchi police Murder Case) શોધવા માટે દરોડા હાથ ધર્યા છે.

પ્રેમ પ્રકરણમાં માથા ફરેલાએ ભાઈ-બેહનને પતાવી દીધા,હથોડીના ઘા મારી હત્યા
પ્રેમ પ્રકરણમાં માથા ફરેલાએ ભાઈ-બેહનને પતાવી દીધા,હથોડીના ઘા મારી હત્યા

રાંચી: ઝારખંડના પાટનગર રાંચીના પંડારા પોલીસ સ્ટેશનની (Ranchi police Murder Case) હદમાં આવતા જનક નગરમાં ડબલ મર્ડરની (Double Murder in Ranchi) ઘટનાથી બની છે. જેના કારણે સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો છે. આરોપીઓએ ભાઈ અને બહેનની નિર્દયતાથી હત્યા કરી છે. આ કેસમાં મૃતકોમાં 17 વર્ષીય શ્વેતા સિંહ અને 14 વર્ષીય પ્રવીણ કુમાર ઉર્ફે ઓમનો (Attack with Hammer) સમાવેશ થાય છે, જ્યારે બંને મૃતકોની માતા ચંદા દેવી હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. ચંદા દેવીની રાંચીની રિમ્સ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

પ્રેમ પ્રકરણમાં માથા ફરેલાએ ભાઈ-બેહનને પતાવી દીધા,હથોડીના ઘા મારી હત્યા

આ પણ વાંચો:Robbery Case in Ahmedabad : બંદૂક બતાવી લાખો રુપિયા લઈ લૂંટારુ રફુચક્કર, જૂઓ વિડીયો

આ રીતે બની ઘટના:રીપોર્ટ અનુસાર આ હત્યાકાંડ શનિવારે સવારે લગભગ 4 વાગ્યે કરવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં હત્યા પાછળનું કારણ પ્રેમ પ્રકરણ હોવાનું સામે આવ્યું છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત માતાએ પોલીસને નિવેદન આપ્યું છે. આ હત્યા પુત્રીના પ્રેમીએ કરી છે. સવારે 4 વાગે ત્રણ હત્યારા ચંદાદેવીના ઘરે પહોંચ્યા અને દરવાજો ખટખટાવ્યો હતો. શ્વેતાનો દરવાજો ખોલતાં જ હત્યારાઓએ તેના ભાઈ પ્રવીણ અને માતા ચંદા દેવી પર હથોડી વડે તૂટી પડ્યા હતા. આ હુમલામાં શ્વેતાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

પ્રેમ પ્રકરણમાં માથા ફરેલાએ ભાઈ-બેહનને પતાવી દીધા,હથોડીના ઘા મારી હત્યા

ધાબા પરથી ફરાર: આ ઘટનામાં જ્યારે તેની માતા અને ભાઈને ગંભીર ઈજા થઈ હતી. આરોપીઓ એવું સમજ્યા કે, માતા અને દીકરાનું પણ મોત થઈ ગયું છે. તેથી ધાબા પરથી ફરાર થઈ ગયા. પણ હકીકતમાં શ્વેતા અને ભાઈ પ્રવિણની હત્યા થઈ હતી. મેઈનડોરની બાજુમાં આવેલા રૂમમાં સમગ્ર ઘટનાને અંજામ અપાયો. મેઈનડોરમાંથી લોહીની ધાર જોઈને સ્થાનિકોએ એના પિતાને જાણ કરી. ચંદાના પિતાનું નામ રામધરસિંહ છે. જ્યારે રામધરસિંહ ઘરે પહોંચ્યા ત્યારે ચંદાદેવી અને પ્રવિણના શ્વાસ ચાલું હતા. પછી બન્નેને યુદ્ધના ધોરણે હોસ્પિટલ સારવાર હેતું ખેસાડાયા હતા. જેમાં સારવાર દરમિયાન પ્રવિણનું મૃત્યું થયું.

પ્રેમ પ્રકરણમાં માથા ફરેલાએ ભાઈ-બેહનને પતાવી દીધા,હથોડીના ઘા મારી હત્યા

આ પણ વાંચો:પત્ની પોતાના પતિને એની પ્રેમિકા સાથે આવી હાલતમાં જોઈ ગઈ, પછી થયો એનો આવો હાલ

પ્રેમ પ્રકરણનું પરિણામ: પોલીસ તપાસમાંથી એ વાત સામે આવી છે કે શ્વેતાને છોકરા સાથે પ્રેમ સંબંધ હતો. અગાઉ પણ તેની સાથે ઝઘડો થયો હતો. આ વિવાદ પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચ્યો હતો. પરંતુ બાદમાં મામલો થાળે પડ્યો હતો. સમગ્ર ઘટના માટે રાહુલ નામના છોકરા પર શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ હત્યાનો કોણે અંજામ આપ્યો છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. હત્યારાઓને પકડવા માટે ત્રણ અલગ-અલગ સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. માર્યા ગયેલા ભાઈ બહેનના પિતા સંજીવકુમાર અબુધાબીમાં કામ કરે છે. ભાઈ બહેની માતા સાથે રહેતા હતા. જનકનગર વિસ્તારમાં ભાડે મકાન હતું. શ્વેતા ધો.12માં અભ્યાસ કરતી હતી. પ્રવિણ બરિયાતુમાં અભ્યાસ કરતો હતો.

ABOUT THE AUTHOR

...view details