ગુજરાત

gujarat

Covishield પછી હવે Covaxinને પણ માન્યતા આપશે UK

By

Published : Nov 9, 2021, 2:16 PM IST

ભારત બાયોટેકે (Bharat Biotech) બનાવેલી કોરોનાની વેક્સિન કોવેક્સિનના (Covaxin) બંને ડોઝ લેનારા લોકો માટે સારા સમાચાર આવ્યા છે. તેમણે હવે બ્રિટન આવ્યા પછી આઈસોલેશનમાં (Isolation) રહેવું નહીં પડે. બ્રિટન સરકારે (British Government) કહ્યું હતું કે, જે લોકોએ ભારત બાયોટેક (Bharat Biotech) દ્વારા બનાવવામાં આવેલી કોવેક્સિનના (Covaxin) બંને ડોઝ લીધા છે. તેમને બ્રિટન આવ્યા પછી આઈસોલેશનમાં (Isolation) રહેવું નહીં પડે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO), કોવેક્સિનને (Covaxin) ઈમરજન્સી સ્થિતિમાં ઉપયોગ માટે સ્વીકૃત વેક્સિનની યાદી (EUL)માં પહેલા જ સામેલ કરી ચૂકી છે.

Covishield પછી હવે Covaxinને પણ માન્યતા આપશે UK
Covishield પછી હવે Covaxinને પણ માન્યતા આપશે UK

  • કોવેક્સિન લેનારા લોકો માટે સારા સમાચાર
  • કોવેક્સિન લેનારા લોકોએ હવે બ્રિટનમાં આઈસોલેશનમાં નહીં રહેવું પડે
  • પ્રવાસીઓને 22 નવેમ્બરથી આઈસોલેશનમાં રહેવામાંથી મળશે મુક્તિ

લંડનઃ બ્રિટન સરકારે (British Government) કહ્યું હતું કે, ભારતની કોવેક્સિન (Covaxin) વેક્સિનને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ (International tourists) માટે સ્વીકૃત કોરોનાની વેક્સિન (Corona Vaccine)ની યાદીમાં 22 નવેમ્બરે સામેલ કરવામાં આવશે. આનો અર્થ એ છે કે, જે લોકોએ ભારત બાયોટેકે (Bharat Biotech) બનાવેલી કોવેક્સિનના (Covaxin) બંને ડોઝ લીધા છે. તેમને બ્રિટન આવ્યા પછી આઈસોલેશનમાં (Isolation) રહેવું નહીં પડે.

આ પણ વાંચો-Zycov-D રસીની પ્રતિ ડોઝ કિંમત 265 રૂપિયા નક્કી કરાઈ, ટૂંક સમયમાં અંતિમ નિર્ણય

WHO કોવેક્સિનને પહેલાથી જ સ્વીકૃત યાદીમાં સામેલ કરી ચૂકી છે

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) કોવેક્સિનને ઈમરજન્સી સ્થિતિમાં ઉપયોગ માટે સ્વીકૃત વેક્સિનની યાદી (EUL)માં પહેલા જ સામેલ કરી ચૂકી છે. ત્યારબાદ બ્રિટને આ પગલું ઉઠાવ્યું છે. ભારતમાં બનેલી ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકાની કોરોનાની વેક્સિન કોવિશિલ્ડને બ્રિટનમાં મંજૂર વેક્સિનની યાદીમાં ગયા મહિને સામેલ કરવામાં આવી હતી.

આ નિર્ણય 22 નવેમ્બરે સવારે 4 વાગ્યાથી લાગુ થશે

ભારત માટે બ્રિટિશ હાઈ કમિશનર એલેક્સ એલિસે (British High Commissioner Alex Ellis) સોમવારે ટ્વિટ કર્યું હતું કે, બ્રિટન આવતા ભારતીય પ્રવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. કોવેક્સિન સહિત WHOની ઈમરજન્સી યાદીમાં સામેલ કોરોનાની વેક્સિન લગાવી ચૂકેલા પ્રવાસીઓને 22 નવેમ્બરથી આઈસોલેશનમાં નહીં રહેવું પડે. આ નિર્ણય 22 નવેમ્બરે સવારે 4 વાગ્યાથી લાગુ થશે.

ચીનની વેક્સિનને પણ બ્રિટન સરકારની માન્યતા પ્રાપ્ત વેક્સિનની યાદીમાં સામેલ કરાશે

કોવેક્સિન સિવાય WHOની EULમાં સામેલ ચીનની સિનોવૈક અને સિનોફોર્મ વેક્સિનને પણ બ્રિટન સરકારની માન્યતા પ્રાપ્ત વેક્સિનની યાદીમાં સામેલ કરવામાં આવશે. બ્રિટનના પરિવહન પ્રધાન ગ્રાન્ટ શેપ્સે જણાવ્યું હતું કે, અમે વૈશ્વિક મહામારીથી બહાર આવી રહ્યા છે અને માન્યતા મેળવેલી આંતરરાષ્ટ્રીય વેક્સિનની સંખ્યામાં વિસ્તાર કરી રહ્યા છીએ. તેવામાં આજની જાહેરાત આંતરરાષ્ટ્રીય પ્રવાસ પુનઃઆરંભ કરવાની દિશામાં મહત્ત્વનું પગલું છે.

આ પણ વાંચો-કેન્દ્ર સરકારે ઝાયડસને નિડલ લેસ રસીના એક કરોડ ડોઝનો આપ્યો ઓર્ડર

જરૂર પડશે તો કોઈ પણ દેશને લાલ યાદીમાં સામેલ કરતા ખચકાઈશું નહીંઃ બ્રિટન

બ્રિટનના આરોગ્ય પ્રધાન સાજિદ જાવેદે (British Health Minister Sajid Javed) જણાવ્યું હતું કે, લાલ યાદી (Red List) અને આઈસોલેશન પ્રણાલી અમારી સીમાઓની સુરક્ષા માટે મહત્ત્વપૂર્ણ છે અને જેવું અમે કહ્યું છે, જો જરૂર પડશે તો અમે દેશને લાલ યાદીમાં સામેલ કરવામાં પણ સંકોચ નહીં કરીએ.

ABOUT THE AUTHOR

...view details