ગુજરાત

gujarat

આજથી અનલોક-4 લાગૂ, જાણો શું ખુલશે, શું નહીં ખુલે?

By

Published : Sep 1, 2020, 8:18 AM IST

દેશમાં કોરોના મહામારી વચ્ચે કેન્દ્ર સરકારે લોકડાઉન જાહેર કર્યું હતું. આ લોકડાઉન ખોલવા માટે અનલોકની પ્રક્રિયા શરૂ કરાઈ હતી. અગાઉ એકથી ત્રણ તબક્કામાં લોકડાઉન ખોલવામાં આવ્યું હતું, હવે આજથી ચોથા તબક્કાનું એટલે કે અનલોક-4ની લાગૂ થવા જઈ રહ્યું છે, તો જાણો શું ખુલશે અને શું નહીં ખુલે?

unlock-4
આજથી અનલોક-4 લાગૂ

નવી દિલ્હીઃ અનલોક-4ની ગાઇડલાઇન જાહેર થઇ હતી. જે મુજબ હવેથી ઓપન એર થિયેટર્સ ખોલવાની છૂટ આપવામાં આવી છે. તેમજ કેટલાક નિયમો સાથે ધાર્મિક અને રાજકીય કાર્યક્રમોને પણ અંતે લીલી ઝંડી મળી ગઇ છે. અનલોક-4ની ગાઇડલાઇન મુજબ, 7 સપ્ટેમ્બરથી દેશભરમાં મેટ્રો ટ્રેન સેવા શરૂ થશે. આ સાથે જ ધાર્મિક અને રાજકીય કાર્યક્રમોને 21મી સપ્ટેમ્બરથી છૂટ આપવામાં આવશે, પણ આ કાર્યક્રમોમાં 100થી વધુ લોકો એકઠા નહીં થઇ શકે. આ ઉપરાંત સ્કૂલ, કોલેજો, શૈક્ષણિક કે કોચિંગ સંસ્થાઓ હાલ બંધ રહેશે.

શું ખુલશે?

  • ઓપન એર થિયેટર્સ 21મી સપ્ટેમ્બરથી ખુલશે
  • ધાર્મિક કાર્યક્રમોને પણ લીલીઝંડી ટ્રેનો છે તેને પણ ચલાવવાની મંજૂરી આપી દેવાઇ છે.
  • 7 સપ્ટેમ્બરથી મેટ્રો ટ્રેન સેવા શરૂ થશે.
  • 100 લોકોની હાજરી સાથે ધાર્મિક-રાજકીય કાર્યક્રમોને 21મી સપ્ટેમ્બરથી છૂટ
  • ઓનલાઇન શિક્ષણ યથાવત રહેશે, 50 ટકા ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફને મંજૂરી
  • કન્ટેન્મેન્ટ ઝોનની બહાર રહેતા ધો. 9થી 12ના વિદ્યાર્થીઓ સ્કૂલે જઇ ગાઇડન્સ મેળવી શકશે
  • ટેકનિકલ એજ્યુકેશન અને એન્ટરશિપ ટ્રેનિંગને છૂટ
  • માત્ર પીએચડી રિસર્ચ અને લેબોરેટરી એક્સપેરિમેન્ટ માટે વિદ્યાર્થીઓને છુટ
  • કન્ટેનમેન્ટ ઝોનમાં 30 સપ્ટેમ્બર સુધી લોકડાઉનનું પાલન કરવું પડશે.
  • દુકાનો પર ગ્રાહકો વચ્ચે સોશિયલ ડિસ્ટેંસિંગ રાખવું ફરજીયાત
  • ગ્રીન ઝોન અને ઓરેન્જ ઝોનમાં છૂટાછાટ મળશે

શું નહીં ખુલે?

  • મલ્ટીપ્લેક્સને છૂટ નહીં મળે
  • સ્કૂલ-કોલેજો, શૈક્ષણિક કે કોચિંગ સંસ્થાઓ હાલ બંધ રહેશે
  • રાજ્ય સરકારો હવે કન્ટેન્ટમેન્ટ ઝોન બહાર કેન્દ્ર સરકારની સલાહ વગર લોકડાઉન લગાવી શકશે નહીં.
  • રેગ્યુલર પેસેન્જર ટ્રેન સેવા બંધ રહેશે.
  • ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ બંધ રહેશે
  • સ્વિમિંગ પુલ બંધ રહેશે

ABOUT THE AUTHOR

...view details