ગુજરાત

gujarat

જો રાહુલ ગાંધી વડાપ્રધાન હોત તો મારી અને તમારી તસ્વીર પર માળા લટકતી હોત: કૈલાશ ચૌધરી

By

Published : Jul 10, 2020, 11:07 PM IST

કેન્દ્રીય કૃષિ રાજ્યપ્રધાન કૈલાશ ચૌધરીએ ફરી એકવાર રાહુલ ગાંધી વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. પત્રકારો દ્વારા કોરોના નિયંત્રણ અંગે પૂછાયેલા એક સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, જો રાહુલ ગાંધી દેશના વડાપ્રધાન હોત તો અત્યાર સુધીમાં તમારી અને મારી તસ્વીર પર માળા લટકતી હોત.

રાહુલ ગાંધી વડાપ્રધાન હોત તો મારી અને વડાપ્રધાન મોદીની તસ્વીર પર માળા લટકતી હોત: કૈલાશ ચૌધરી
રાહુલ ગાંધી વડાપ્રધાન હોત તો મારી અને વડાપ્રધાન મોદીની તસ્વીર પર માળા લટકતી હોત: કૈલાશ ચૌધરી

રાજસ્થાન: કેન્દ્રીય કૃષિ રાજ્યપ્રધાન કૈલાશ ચૌધરી શુક્રવારે તેમના સંસદીય વિસ્તાર બાડમેરમાં આત્મનિર્ભર ભારતને લઈને પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન એક પત્રકાર દ્વારા તેમને પૂછવામાં આવ્યું કે હાલ દેશમાં કોરોનાની પરિસ્થિતિને લઇને જે રીતે વિપક્ષ દ્વારા વારંવાર પ્રહાર કરવામાં આવી રહ્યા છે તેને લઈને તમારું શું કહેવું છે?

આ અંગે જવાબમાં કૃષિપ્રધાને જણાવ્યું હતું કે પહેલા જમાતના લોકો દ્વારા ભારતમાં કોરોના ફેલાવાયો અને ત્યારબાદ જયપુરમાં રામગંજમાં કોંગ્રેસ કોરોના રોકવામાં અસફળ રહી અને કોરોના સંક્રમણ ફેલાયું જેના પરિણામ આખા દેશને ભોગવવા પડી રહ્યા છે.

વિપક્ષ સતત સવાલ ઉઠાવી રહ્યા છે પરંતુ જો વડાપ્રધાન મોદીના બદલે દેશના વડાપ્રધાન રાહુલ ગાંધી હોત તો અત્યાર સુધીમાં મારી અને તમારી તસવીર પર માળા લટકવા લાગી હોત.

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ જ્યારે તેઓ ધારાસભ્ય હતા ત્યારે અનેકવાર રાહુલ ગાંધી વિશે વિવાદાસ્પદ નિવેદન આપી ચૂક્યા છે.

ABOUT THE AUTHOR

...view details