ગુજરાત

gujarat

જીત પછી રાઘવ ચડ્ડાએ પોતાના મત વિસ્તારમાં પદયાત્રા કાઢી, લોકોને કહ્યુ હવે કામ કરવાનો સમય મારો

By

Published : Feb 14, 2020, 8:29 AM IST

રાજેન્દ્ર નગર વિધાનસભાના નારાયણા વિસ્તારમાં પહોંચીને ધારાસભ્ય રાઘવ ચડ્ડાએ લોકોનો આભાર માન્યો હતો. તેમણે લોકોને તેમની દરેક સમસ્યા હલ કરવાની ખાતરી આપી હતી.

વિજય પછી રાઘવ ચડ્ઢા પદયાત્રા કરવા નારાયણ પહોંચ્યા
વિજય પછી રાઘવ ચડ્ઢા પદયાત્રા કરવા નારાયણ પહોંચ્યા

નવી દિલ્હી: રાજેન્દ્ર નગર વિધાનસભાથી બમ્પર વિજય બાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રાઘવ ચડ્ડા ગુરુવારે નારાયણ વિસ્તારમાં પદયાત્રા કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેને વિધાનસભાની ચૂંટણીઓ જીતવા બદલ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ તેમના માટે કામ કરવાનું વચન આપ્યું હતું.

રાજેન્દ્ર નગર વિધાનસભાના નારાયણા વિસ્તારમાં પહોંચી ધારાસભ્ય રાઘવ ચડ્ડાએ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. અને તેમણે લોકોને તેમની દરેક સમસ્યા હલ કરવાની ખાતરી આપી. રાઘવે લોકોને કહ્યું કે, તેઓએ આમ આદમી પાર્ટીને મત આપીને તેમનું કામ કર્યું છે અને હવે તેઓ પક્ષ તરફથી તેમના માટે કામ કરશે.

ABOUT THE AUTHOR

...view details