ગુજરાત

gujarat

કુરુક્ષેત્રનો આ પ્લાસ્ટિકનો કાચબો આપે છે કંઈક આવો સંદેશ !

By

Published : Jan 13, 2020, 8:02 AM IST

હરિયાણાઃ કુરુક્ષેત્રના યુવાનોની ટીમે દેશ અને સમગ્ર દુનિયાને સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે લડત લડવા આગવી રીતે સંદેશો આપ્યો છે. 100 યુવાનોની ટીમે યુઝ થયેલી 87,297 પ્લાસ્ટિક બેગની મદદથી બહ્મ સરોવરના કિનારે મહાકાય કાચબો બનાવ્યો છે. જેની લંબાઈ 6.6 ફુટ અને પહોળાઈ 23 ફુટ છે.

t
કુરુક્ષેત્રનો આ પ્લાસ્ટિકનો કાચબો આપે છે કંઈક આવો સંદેશ !

આ કાચબાની બનાવટ પાછળ રિતુ નામની વિદ્યાર્થીની અને NICના 100 યુવાનોની મહેનત છે. રિતુ આ સાથે જળવાયુ પરિવર્તન, પર્યાવરણ અને જંતુનાશક દવાઓની માનવજાત પર થતી અસર અંગેના પ્રોજેક્ટ ઉપર કામ કરી રહી છે.

રિતુના પિતાનું અવસાન કેન્સરના કારણે થયુ હતું. પ્લાસ્ટિક એ કેન્સરનું સૌથી મોટુ કારણ છે. પિતાના અવસાન પછી તેણે પ્લાસ્ટિક સામેની લડત શરુ કરી હતી.

રિતુ અને તેમની ટીમે બનાવેલા આ કાચબાની મહત્વની વાત એ છે કે, તેમાં માત્ર વપરાયેલી પ્લાસ્ટિક બેગનો ઉપયોગ કરાયો છે. પ્લાસ્ટિકના કાચબા માટે તેમણે વર્લ્ડ રેકોર્ડમાં પણ નોમિનેશન કરાવ્યુ છે.

કુરુક્ષેત્રનો આ પ્લાસ્ટિકનો કાચબો આપે છે કંઈક આવો સંદેશ !

આ અગાઉ સિંગાપોરમાં 21 એપ્રિલ, 2012 ના રોજ, વપરાયેલ પ્લાસ્ટિકમાંથી ઓક્ટોપસની પ્રતિમા બનાવવામાં આવી હતી, જેનો વર્લ્ડ રેકોર્ડ નોંધાયો હતો. આ કાચબાની પ્રતિમા તે રેકોર્ડ તોડવા અને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવાનો સંદેશો ફેલાવવા માટે બનાવવામાં આવી છે.

કાચબાની પસંદગી કરવા અંગે રિતુએ કહ્યું કે, કાચબા એવો જીવ છે જે પાણી અને જમીન બંનેમાં જીવી શકે છે. તેનું આયુષ્ય આશરે 300 વર્ષ જેટલું છે. પરંતુ પ્લાસ્ટિકના નિરંકુશ ઉપયોગથી તેને પણ આડઅસર થઈ રહી છે. જેના કારણે કાચબાનું આયુષ્ય પણ ઘટી રહ્યુ છે.

રિતુએ ઉમેર્યુ હતું કે, માણસો હોય કે પ્રાણીઓ, જમીન પર રહેતા હોય કે પાણીમાં, પ્લાસ્ટિકની ખરાબ અસરથી કોઈ પણ જીવ બચી શકશે નહીં.


Conclusion:

ABOUT THE AUTHOR

...view details