ગુજરાત

gujarat

અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ વિરૂદ્વ ગુનાહો

By

Published : Oct 4, 2020, 7:58 PM IST

નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો (એન.સી.આર.બી) દ્વારા પ્રકાશિત ભારતના વાર્ષિક ક્રાઇમ 2019 ના અહેવાલમાં અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી) વિરુદ્ધના ગુનાહોમાં વર્ષ 2018ની સરખામણીમાં 2019માં અનુક્રમ 7 ટકા અને 26 ટકા ટકાનો વધારો જોવા મળ્યો  છે.

Crime against Scheduled Castes, Scheduled Tribe
અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ વિરૂદ્વ ગુનાહો

અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ વિરૂદ્વ ગુનાહો

નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો (એન.સી.આર.બી) દ્વારા પ્રકાશિત ભારતના વાર્ષિક ક્રાઇમ 2019ના અહેવાલમાં અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી) વિરુદ્ધના ગુનાહોમાં વર્ષ 2018ની સરખામણીમાં 2019 માં અનુક્રમ 7 ટકા અને 26 ટકાનો વધારો જોવા મળ્યો છે.

2019 માટે પશ્ચિમ બંગાળથી “ડેટા પ્રાપ્ત ન થવાના કારણે”, 2018ના ડેટાનો ઉપયોગ રાષ્ટ્રીય અને શહેરવાર આંકડા મેળવા માટે કરવામાં આવ્યો છે, એમ એન.સી.આર.બી એ જણાવ્યું છે.

એસ.સી વિરૂદ્વના ગુનોહોમાં કુલ 45,935 કેસ નોંધાયા હતા, જ્યારે આ ગુનાહોના આંક 2018માં 42793 હતો જે સરખામણીએ 7.3 ટકાનો વધારો સુચવે છે.

અહેવાલમાં જણાવાયું છે કે, 2019 માં એસ.સી સામે સૌથી વધુ ગુનાહો ઉત્તર પ્રદેશમાં નોંધાયેલા છે ત્યારબાદ રાજસ્થાનમાં 6794 અને બિહારમાં 6544. કેસ નોંધાયા છે.

દુષ્કર્મના કેસો

એસ.સીની મહિલાઓ પર દુષ્કર્મના કેસોમાં રાજસ્થાન 544 કેસ સાથે પ્રથમ ક્રમે રહ્યું છે, ત્યારબાદ ઉત્તર પ્રદેશ 537 અને મધ્યપ્રદેશમાં 510 કેસ નોધાયા છે.

એસ.ટી વિરૂદ્બના ગુનાહોમાં કુલ 8,257 કેસ નોંધાયા હતા, જે 2018 ની સરખામણીએ 26.5 ટકાનો વધારો સુચવે છે, 2018માં આવા 6,528 કેસ નોંધાયા હતા મધ્ય પ્રદેશમાં એસ.ટી. સામે સૌથી વધુ કેસ 1922 નોંધાયા હતા, ત્યારબાદ રાજસ્થાનમાં 1797 અને ઓડિશા 576 કેસ નોંધાયા છે. આદિવાસી મહિલાઓ પર દુષ્કર્મની સૌથી વધુ 358 કેસ મધ્યપ્રદેશમાં નોંધાયા છે, ત્યારબાદ છત્તીસગઢ 180 અને મહારાષ્ટ્રમાં 114 ઘટનાઓ નોંધાઈ છે.

સાદી ઈજાઓ- 1,675 કેસોમાં એસ.ટી. સામે ગુનાહો અને અત્યાચારના સૌથી વધુ કેસો નોંધાયા છે, જે 2019માં થયેલા કુલ ગુનાઓમાં 20.3 ટકા છે. આદિવાસી મહિલાઓ પર દુષ્કર્મ ના 1,110 કેસ થયા હતા, જે 13.4% થાય છે અને 880 કેસ મહિલાઓ પર દુષ્કર્મ ના ઇરાદ હુમલો કરવા માટે નોધાયા છે , જે કુલ કેસોના 10.7 ટકા છે.

કોગ્નીઝેબલ ગુના (પોલીસ અધિકારના ગુનાનેકોગ્નિઝેબલ ગુનોકહે છે જેમાં ગુનાના આરોપીને વગર વોરંટે પકડવાની સત્તા પોલીસ ધરાવે છે.)

2019 માં 32,25,701 ભારતીય દંડ સંહિતા (આઈ.પી.સી) અને 19,30,471 વિશેષ અને સ્થાનિક કાયદા (એસ.એલ.એલ) ના ગુનાઓ સહિતના કુલ 51,56,172 ગુના નોંધાયેલા છે. તેમાં 2018 માં નોંધાયેલા કેસો માં 1.6 ટકાનો વધારો દર્શાવવામાં આવ્યો છે. (50,74,635 કેસ) એન.સી.આર.બી એ જણાવ્યું છે.

2019 વર્ષ માં સ્ત્રીઓ સામે ગુનાના કુલ 4,૦5,861. કેસ નોંધાયા હતા, જેની સરખામણીએ વર્ષ 2018 2018 માં 3,78,236 કેસ નોંધાયા હતા જે 7.3 ટકાનો વધારો સુચવે છે.

2019 સાયબર ગુનાહોમાં 63. 5 ટકાની વૃદ્વિ

2018 માં સાયબર ક્રાઇમ્સમાં 27,248 ગુનાહો નોંધાયા હતા જે 2019 માં વધી ને 44,546 થયા છે. સાયબર ક્રાઇમ હેઠળ કુલ, 44,546 માં થી 26, 891 કેસ છેતરપીંડીના ઇરાદાવાળા છે, જે કુલ કેસના 60.4 ટકા થાય છે ત્યારબાદ જાતીય શોષણ માટે 2,266 કેસ નોંધાય છે જે કુલ કેસના 5.1 ટકા છે, અને 1,874 કેસ બદનામી કરવા માટે થયા છે જે કુલ કેસના 4.2 ટકા થાય છે.

કોમનવેલ્થ હ્યુમન રાઇટ્સ ઇનિશિયેટિવના ડેટા વિશ્લેષણમાં જાણવા મળ્યું હતું કે એસ.સી લોકો પરના ગુનાહો નો લગભગ 9 ટકા હિસ્સો ફક્ત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (એટ્રોસિટી નિવારણ અધિનિયમ) હેઠળ નોંધવામાં આવ્યો હતો, અને લગભગ 91 ટકા કેસ એસ.સી/ એસ.ટી પોએએ હેઠળ નોંધાયા હતા જે ભારતીય દંડ સંહિતા (આઈ.પી.સી) સાથે વાંચવામાં આવે છે.

દલિત સંગઠનો દ્વારા પી.ઓ.એ એક્ટના અમલીકરણના આધાર અંગે વારંવાર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. સાયબર ક્રાઇમ્સમાં 2019 માં નોંધાયેલા 44,546 કેસ સાથે 63 ટકાનો વધારો જોવા મળ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details