ગુજરાત

gujarat

પૌત્રી આરાધ્યાનું પરફોર્મન્સ જોઈએ ખુશ થયાં બિગ બી, પોતાની ખુશી આ રીતે કરી વ્યક્ત....

By ETV Bharat Gujarati Team

Published : Dec 17, 2023, 12:03 PM IST

Updated : Dec 17, 2023, 12:11 PM IST

બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચને તેમની પૌત્રી આરાધ્યાના સ્કૂલ પર્ફોર્મન્સની પ્રશંસા કરી હતી. હાલમાં જ ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલના એન્યુઅલ ડેમાં બી-ટાઉનના બચ્ચન પરિવાર, શાહરૂખ ખાન સહિત ઘણા સેલેબ્સ સામેલ થયા હતા.

પૌત્રી આરાધ્યનું પરફોર્મન્સ જોઈએ ખુશ થયાં દાદા બિગ બી
પૌત્રી આરાધ્યનું પરફોર્મન્સ જોઈએ ખુશ થયાં દાદા બિગ બી

મુંબઈ:મેગાસ્ટાર અમિતાભ બચ્ચન મુંબઈની ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલના વાર્ષિક ફંક્શન દરમિયાન તેમની પૌત્રી આરાધ્યાનું પરફોર્મ જોઈને ખુશખુશાલ થઈ ગયાં. પૌત્રી આરાધ્યાના શાનદાર પરફોર્મન્સ બાદ બીગ બીએ પોતાની પૌત્રીની સરાહના કરી અને કહ્યું કે, તે સ્ટેજ પર સંપૂર્ણ રીતે નેચરલ રહી હતી.

બિગ બીએ વ્યક્ત કરી ખુશી: બિગ બીએ એક્સ પર એક પોસ્ટ સાથે પોતાની ખુશી વ્યક્ત કરી હતી અને લખ્યું હતું કે, 'સંતાનાની સિદ્ધિઓ પર ગર્વ અને ખુશી.' તેમણે પોતાના બ્લોગ પર લખ્યું, 'હું જલ્દી આપની સાથે રહીશ. આરાધ્યાની સ્કૂલમાં કોન્સર્ટ અને પરફોર્મન્સ જોવામાં વ્યસ્ત છું. આપણા સૌ કોઈ માટે આ ખુશી અને ગર્વની ક્ષણ છે. સ્ટેજ પર તદ્દન નેચરલ લિટિલ લન. ઠીક છે, હવે થોડું નહીં તો પછી.

પોતાની શાળાના વાર્ષિક સમારોહ દરમિયાન આરાધ્યા બચ્ચનના પરફોર્મન્સના ઘણા વીડિયો વાયરલ થયા છે. તેમાંથી એકમાં, તે મ્યૂઝિક પ્લે દરમિયાન અંગ્રેજીમાં પોતાના સંવાદો બોલતા જોઈ શકાય છે. આ દરમિયાન માતા ઐશ્વર્યા રાય આ અમૂલ્ય ક્ષણને કેદ કરતી પણ જોઈ શકાય છે.

સેલેબ્સની હાજરી: શુક્રવારે મુંબઈની ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં વાર્ષિક ફંક્શનમાં અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન અને કરીના કપૂર ખાન સહિત ઘણા બૉલીવુડ સ્ટાર્સ સાથે સેલેબ્સ ઉપસ્થિત રહ્યાં હતાં. આ સમારોહમાં શાહરૂખનો સૌથી નાનો પુત્ર અબરામ, અભિષેક-ઐશ્વર્યાની પુત્રી આરાધ્યા, કરીનાનો પુત્ર તૈમુર અને કરણ જોહરના જોડિયા બાળકો યશ અને રૂહીએ પરફોર્મ કર્યું હતું. બાળકોએ પોતાના અભિનયથી સૌ કોઈના દિલ જીતી લીધા હતા.

મહત્વપૂર્ણ છે કે, અમિતાભ બચ્ચન છેલ્લે ટાઇગર શ્રોફ અને કૃતિ સેનન સાથે સાયન્સ-ફિક્શન એક્શન થ્રિલર ફિલ્મ 'ગણપત'માં જોવા મળ્યા હતા. હવે તેઓ પ્રભાસ અને દીપિકા પાદુકોણ સાથે આગામી સાયન્સ-ફિક્શન એક્શન ફિલ્મ 'કલ્કી 2898 એડી'માં જોવા મળશે. તેમની પાસે એક કોર્ટ રૂમ ડ્રામા ફિલ્મ 'સેક્શન 84' પણ છે

  1. શહેનાઝ ગિલને પાઘડી બાંધતા જોવા મળ્યા ગુરુ રંધાવા, ફેન્સે કહ્યું- બંનેએ લગ્ન કરી લેવા જોઈએ
  2. કૉફી વિથ કરણ 8: કરણે અર્જુનને પુછ્યું, મલાઈકા સાથે ક્યારે લગ્ન કરીશ ? એક્ટરે આપ્યો આ જવાબ
Last Updated : Dec 17, 2023, 12:11 PM IST

ABOUT THE AUTHOR

...view details