ગુજરાત

gujarat

ત્રણ વર્ષ બાદ પ્રથમ બેચ અમરનાથ યાત્રા માટે રવાના

By

Published : Jun 30, 2022, 9:48 AM IST

લગભગ ત્રણ વર્ષ બાદ દક્ષિણ કાશ્મીરની પહાડીઓમાં સ્થિત ( amarnath yatra 2022) બાબા બર્ફાનીના દર્શન કરવા ગુરુવારે અમરનાથ યાત્રા શરૂ થઈ છે. આ વખતે આ યાત્રા 43 દિવસ સુધી ચાલશે. અધિકારીઓએ જણાવ્યું કે, શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડ (SASB) એ પવિત્ર ગુફામાં કુદરતી રીતે બનેલા બરફના શિવલિંગના દર્શન માટે તમામ તૈયારીઓ કરી લીધી છે.

ત્રણ વર્ષ બાદ પ્રથમ બેચ અમરનાથ યાત્રા માટે રવાના
ત્રણ વર્ષ બાદ પ્રથમ બેચ અમરનાથ યાત્રા માટે રવાના

શ્રીનગરઃલગભગ ત્રણ વર્ષ બાદ દક્ષિણ કાશ્મીરની પહાડીઓમાં બાબા બર્ફાનીના (amarnath yatra 2022) દર્શન માટે ગુરુવારે અમરનાથ યાત્રા શરૂ થઈ. આ વખતે આ યાત્રા 43 દિવસ સુધી ચાલશે. અધિકારીઓએ જણાવ્યું કે, શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડ (SASB) એ પવિત્ર ગુફામાં કુદરતી રીતે (Amarnath Yatra start date) બનેલા બરફના શિવલિંગના દર્શન માટે તમામ તૈયારીઓ કરી (amarnath yatra security) લીધી છે. જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ બુધવારે જમ્મુ બેઝ કેમ્પથી તીર્થયાત્રીઓની પ્રથમ બેચને લીલી ઝંડી આપી હતી. ગુરુવારે અમરનાથ યાત્રા માટે પહલગામથી શ્રદ્ધાળુઓનો પહેલો ટુકડો રવાના થયો હતો. શ્રી અમરનાથ ગપ્પાએ 2750 તીર્થયાત્રીઓની પ્રથમ બેચને ફ્લેગ ઓફ કરી.

આ પણ વાંચો:કન્હૈયાલાલની હત્યાના વિરોધમાં JNUની માર્ચ, રાજસ્થાન સરકાર વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર

ઓનલાઈન 'દર્શન'ની વ્યવસ્થા: અધિકારીઓએ જણાવ્યું હતું કે, 4,890 શ્રદ્ધાળુઓનો સમાવેશ કરતી પ્રથમ ટુકડી બુધવારે સવારે 4 વાગ્યે 176 વાહનોમાં ભગવતી નગર બેઝ કેમ્પથી નીકળી હતી અને કાફલા તરીકે કાશ્મીર ખીણ તરફ રવાના થઈ હતી. એક વરિષ્ઠ અધિકારીએ (amarnath yatra terror threat) જણાવ્યું કે, જમ્મુ અને કાશ્મીર પ્રશાસન પહલગામ અને બાલતાલ બંને માર્ગો પર પૂરતી સુરક્ષા આપવા માટે શ્રાઈન બોર્ડ સાથે સંકલન (amarnath yatra pilgrims) કરી રહ્યું છે. તેમણે કહ્યું કે, જે શ્રદ્ધાળુઓ મુશ્કેલ અમરનાથ યાત્રા કરી શકતા નથી તેમના માટે બોર્ડે ઓનલાઈન 'દર્શન'ની વ્યવસ્થા કરી છે.

યાત્રાળુઓની સંખ્યા વધુ રહેવાની આશા: અધિકારીએ કહ્યું કે, જે શ્રદ્ધાળુઓ અમરનાથ યાત્રા પર ન આવી શકે તેઓ ઓનલાઈન 'દર્શન', 'પૂજા', 'હવન' અને 'પ્રસાદ'ની સુવિધા મેળવી શકે છે. તેમણે કહ્યું કે, ત્રણ વર્ષના ગાળા બાદ ફરી યાત્રા શરૂ કરવામાં આવી હોવાથી આ વર્ષે યાત્રાળુઓની સંખ્યા સામાન્ય કરતાં વધુ રહેવાની આશા છે. નોંધનીય છે કે, વર્ષ 2019માં જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370ને રદ્દ કરવાના કારણે યાત્રાને અધવચ્ચે મોકૂફ રાખવામાં આવી હતી, જ્યારે કોવિડ-19 મહામારીને કારણે વર્ષ 2020 અને 2021માં યાત્રાનું આયોજન કરવામાં આવ્યું ન હતું.

આ પણ વાંચો:1 જુલાઈથી નવો લેબર કોડ લાગુ, થયાં આ મોટા ફેરફાર

આતંકવાદી હુમલાનો ખતરો:હાલમાં જ સેનાના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું (terror attack alert amarnath yatra) કે, આ વખતે અમરનાથ યાત્રા પર (આતંકવાદી હુમલા)નો ખતરો વધારે છે. આ જોતા યાત્રાના સુચારુ આયોજન માટે અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે, યાત્રાળુઓની સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે પહેલા કરતા ત્રણથી ચાર ગણા વધુ સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે બાલતાલ અને પહેલગામ રૂટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે અને નવી સુરક્ષા ચોકીઓ ઉભી કરવામાં આવી છે, જેથી કોઈ વિનાશક તત્વો યાત્રામાં વિક્ષેપ ન કરી શકે. માત્ર ચકાસાયેલ યાત્રાળુઓ જ યાત્રામાં જોડાય તે સુનિશ્ચિત કરવા માટે, SASBએ અમરનાથ યાત્રાના ઉમેદવારોને આધાર અથવા અન્ય બાયોમેટ્રિક પ્રમાણિત દસ્તાવેજો સાથે રાખવા જણાવ્યું છે. ડ્રોન અને આરએફઆઈડી ચિપ્સ પણ યાત્રાળુઓની સુરક્ષા માટે ત્રણ સ્તરીય સુરક્ષાનો ભાગ છે.

ABOUT THE AUTHOR

...view details