ગુજરાત

gujarat

બાઈક પર આવેલા શખ્સોએ વિદ્યાર્થિની પર કર્યો એસિડ હુમલો, CCTVમાં ઘટના કેદ

By

Published : Dec 14, 2022, 1:17 PM IST

Updated : Dec 14, 2022, 2:24 PM IST

દેશની રાજધાની દિલ્હીમાં (Delhi Acid attack) દિવસે દિવસે ક્રાઈમનો ગ્રાફ વધી રહ્યો છે. ખાસ કરીને મહિલાઓ પર થતા અત્યાચારની ઘટનામાં સતત અને સખત રીતે વધારો થઈ રહ્યો છે. દિલ્હીમાં આવેલા દ્વારકા વિસ્તારમાંથી એસિડ હુમલો થયો હોવાનો કેસ સામે આવ્યો છે. જેમાં યુવકે વિદ્યાર્થિની પર એસિડ જેવા પદાર્થથી હુમલો કરી દેતા પીડિતાને યુદ્ધના ધોરણે હોસ્પિટલમાં સારવાર હેતું ખસેડાઈ છે. જોકે, ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. દિલ્હી પોલીસે સમગ્ર ઘટનાની નોંધ લઈને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.

બાઈક પર આવેલા શખ્સોએ વિદ્યાર્થિની પર કર્યો એસિડ હુમલો, CCTVમાં ઘટના કેદ
બાઈક પર આવેલા શખ્સોએ વિદ્યાર્થિની પર કર્યો એસિડ હુમલો, CCTVમાં ઘટના કેદ

બાઈક પર આવેલા શખ્સોએ વિદ્યાર્થિની પર કર્યો એસિડ હુમલો, CCTVમાં ઘટના કેદ

દિલ્હી:દિલ્હીના તિરંગા ચોક પાસે એક યુવતી પર એસિડ જેવો જ્વલનશીલ (Delhi Acid attack) પદાર્થ ફેંકવાનો મામલો સામે આવ્યો છે. પીડિતા ખાનગી શાળામાં ધોરણ 12માં અભ્યાસ કરે છે. પોલીસના જણાવ્યા અનુસાર ઘટના સમયે તે તેની નાની બહેન સાથે હતી. વિદ્યાર્થિનીને (Delhi School Student) સારવાર હેતું દિલ્હીના સફદરજંગ વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં ખસેડાઈ છે. જોકે, વાવડ એવા પણ મળી રહ્યા છે કે, આ યુવતીની સ્થિતિ ગંભીર છે.

આ પણ વાંચો:હપ્તા વસુલીનો ચસ્કો પડ્યો મોંઘો, શહેરકોટડામાં આતંક મચાવનાર શખ્સોની ધરપકડ

પોલીસનું નિવેદન: દ્વારકા જિલ્લાના તિરંગા ચોક પાસે યુવતી પર એસિડ જેવો જ્વલનશીલ પદાર્થ ફેંકવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ વિદ્યાર્થિનીનો પરિવાર મોહન ગાર્ડન વિસ્તારમાં ભાડેથી રહે છે. આ ઘટના દ્વારકા મેટ્રો સ્ટેશન પહેલા તિરંગા ચોક પાસે બની હતી. આ અંગેની માહિતી મળતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. DCP દ્વારકા એમ હર્ષવર્ધને કહ્યું કે અમે આ બાબતની જાણકારી મેળવી રહ્યા છીએ. કોણ છે હુમલાખોર અને શું છે પીડિત યુવતીની હાલત? એ અંગે પગલાં લેવાઈ રહ્યા છે. જાણવા મળ્યું છે કે વાદળી રંગની બાઇક પર બે છોકરાઓ આવ્યા હતા. તેમણે એવી ક્રુર હરકત કરી હતી.

માતા સાથે હતા:જ્યારે આ ઘટના બની એ સમયે માતા પણ તેની સાથે હતી. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, "ઘટના સમયે છોકરી તેની નાની બહેન સાથે હતી. તેણે તેના જાણીતા બે વ્યક્તિઓ પર શંકા વ્યક્ત કરી છે. આ કેસમાં એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે. આ વિસ્તારમાં સવારે 9 વાગ્યે એસિડ ફેંકવાની ઘટના અંગે પીસીઆર કોલ આવ્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે 17 વર્ષની છોકરી પર કથિત રીતે સવારે 7:30 વાગ્યે બે બાઇક સવારોએ એસિડ જેવા પદાર્થથી હુલો કર્યો હતો. ગયા મહિને, દિલ્હી મહિલા આયોગે દિલ્હી સરકારના ડિવિઝનલ કમિશનરને નોટિસ પાઠવીને તે SDM સામે પગલાં લેવાની માંગ કરી છે જેઓ તેમના અધિકારક્ષેત્રમાં એસિડના વેચાણની જોગવાઈઓ અને નિયમોને સરળ રીતે લાગુ કરવામાં નિષ્ફળ રહ્યા છે.

આ પણ વાંચો:બોલો! ભેજાબાજ ચોર વીજ ટ્રાંસફોર્મર ચોરી ગયા, પાંચ ગામમાં અંધરપટ્ટ

પોલીસ સામે સવાલ: દિલ્હીના કુલ 11માંથી પાંચ જિલ્લામાં છેલ્લા છ વર્ષમાં એસિડના વેચાણને રોકવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. દિલ્હી મહિલા આયોગે કહ્યું છે કે રાજધાનીમાં ખુલ્લેઆમ એસિડનું વેચાણ થઈ રહ્યું છે તે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. દિલ્હીમાં આ સંદર્ભે જારી કરાયેલા આદેશના અમલીકરણની સ્થિતિને સુનિશ્ચિત કરવા માટે, પંચ દ્વારા ઓગસ્ટ 2022 માં તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને નોટિસ જારી કરવામાં આવી હતી. આ સાથે, એસડીએમ દ્વારા કરવામાં આવેલ તપાસની સંખ્યા, દંડની રકમની સાથે દંડની સંખ્યા અંગે પણ માહિતી માંગવામાં આવી હતી. આ ઉપરાંત, દંડની રકમના ઉપયોગ અંગેના નિર્દેશો અને આ અંગેના ખર્ચની વિગતો પણ માંગવામાં આવી હતી. દિલ્હીના તમામ જિલ્લાઓમાંથી મળેલી માહિતી ખૂબ જ ચિંતાજનક છે.

તપાસ સામે પ્રશ્નો:એસિડના વેચાણને અંકુશમાં લેવા માટે નક્કી કરાયેલી જોગવાઈઓ મુજબ તપાસ કરવામાં આવી રહી નથી. ઉદાહરણ તરીકે, વર્ષ 2017 માં, શાહદરા અને ઉત્તર જિલ્લામાં આજદિન સુધી એસડીએમ દ્વારા કોઈ નિરીક્ષણ કરવામાં આવ્યું નથી. નવી દિલ્હી જિલ્લાને બાદ કરતાં, જ્યાં 554 તપાસ કરવામાં આવી હતી, મોટાભાગના જિલ્લાઓમાં નિરીક્ષણ કરવામાં આવ્યું નથી. તદુપરાંત, જિલ્લાઓમાં એસિડના અનિયંત્રિત વેચાણ સામે ભાગ્યે જ કોઈ શિક્ષાત્મક અથવા કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના ડેટા અનુસાર, દિલ્હી સહિત દેશભરમાં 2018 થી 2020 દરમિયાન મહિલાઓ પર એસિડ હુમલાના 386 કેસ નોંધાયા હતા. આ સમયગાળા દરમિયાન કુલ 62 લોકોને કોર્ટ દ્વારા આવા કેસોમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના ડેટાને ટાંકીને ઓગસ્ટ મહિનામાં લોકસભામાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય કુમાર મિશ્રાએ આ માહિતી આપી હતી.

Last Updated :Dec 14, 2022, 2:24 PM IST

ABOUT THE AUTHOR

...view details