ETV Bharat / state

હપ્તા વસુલીનો ચસ્કો પડ્યો મોંઘો, શહેરકોટડામાં આતંક મચાવનાર શખ્સોની ધરપકડ

author img

By

Published : Dec 13, 2022, 3:43 PM IST

Updated : Dec 13, 2022, 10:51 PM IST

અમદાવાદના સૈજપુર બોઘા વોર્ડના કાઉન્સીલરના ઘર પર (Shaherkotda councillor house attacked) હુમલો થયો હતો. કાઉન્સીલરના પતિ હપ્તો ન આપતા લુખ્ખા તત્વો આવેશમાં આવીને ઓફિસ, ઘર અને વાહનોની તોડફોડ કરી નાસી ગયા હતા. જે આતંક CCTVમાં કેદ થતાં પોલીસે ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. (Saijpur Bogha Ward Councillor house Attack)

હપ્તા વસુલીનો ચસ્કો પડ્યો મોંઘો, શહેરકોટડામાં આતંક મચાવનાર શખ્સોની ધરપકડ
હપ્તા વસુલીનો ચસ્કો પડ્યો મોંઘો, શહેરકોટડામાં આતંક મચાવનાર શખ્સોની ધરપકડ

સૈજપુર બોઘા વોર્ડના કાઉન્સીલરના ઘર પર હુમલો કરનાર શખ્સોની પોલીસે કરી ધરપકડ

અમદાવાદ : શહેરના શહેરકોટડા વિસ્તારમાં સૈજપુર બોઘા વોર્ડના કાઉન્સીલરના ઘર પર (Ahmedabad Crime News) હુમલો થયો હતો. કાઉન્સીલરના ઘર અને ઓફિસમાં અસામાજીક તત્વોએ તોડફોડ કરી અને ધંધો કરવા હપ્તો માંગ્યો હતો. અસામાજીક તત્વોનો આતંક CCTVમાં કેદ થતાં પોલીસે બે ફરિયાદ નોંધી બે આરોપીની ધરપકડ કરી છે. સૈજપુર બોઘા વોર્ડના કાઉન્સીલરના પતિ હપ્તો ન આપતા લુખ્ખા તત્વો આવેશમાં આવી ગયા અને અહીં ઓફિસ, ઘર અને વાહનોની તોડફોડ કરી નાસી ગયા હતા. (Shaherkotda councillor house attacked)

TRB જવાન પર હુમલો મળતી માહિતી મુજબ આરોપીઓએ એટલી હદે બબાલ કરી કે એક TRB જવાન અહીં નોકરી કરતા તેની પર હથિયારોથી હુમલો કરી હત્યાની કોશિષ કરી હતી, ત્યારે હવે પોલીસે આ ગુનામાં મોતીસિંહ ઉર્ફે હાપુ કુશવાહ અને દિપેશ સિકરવારની ધરપકડ કરી છે. આરોપીઓ ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે, છતાંય પોલીસનો કાબુ ન રહેતા ફરી એક વાર આરોપીઓએ આતંક મચાવ્યો. અહીંના લોકોમાં આ ગેંગનો ભય છે કેમ કે અવારનવાર દારૂ પીને કે અન્ય નશા કરી આરોપીઓ લોકો પાસે હપ્તા માંગતા (Installment recovery case in Ahmedabad) અને ન આપનારને માર મારતા હતા. લોકો કંટાળીને બે પાંચ હજારનો હપ્તો આપી દેતા હોવાનું સ્થાનિક જણાવી રહ્યા છે. (Ahmedabad Police)

શહેર ગુનેગારોના ભરોસે એક તરફ પોલીસ બંદોબસ્તમાં વ્યસ્ત છે, ત્યારે શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી ગુનેગારોના ભરોસે બન્યું છે. લૂંટ, ચોરી, મારામારી જેવા અનેક એવા ગુના બન્યા જેમાં પોલીસની ગેરહાજર સ્પષ્ટ રીતે જોવા મળી. ત્યારે હવે આવા અસામાજીક તત્વો પર પોલીસ ક્યારે કાબુ મેળવે છે તે જોવાનું રહેશે. (Saijpur Bogha Ward Councillor house Attack)

Last Updated :Dec 13, 2022, 10:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.