ગુજરાત

gujarat

PM Kisan Samman Nidhi: વડાપ્રધાન મોદીએ PM-કિસાનનો 10મો હપ્તો જમા કર્યો

By

Published : Jan 1, 2022, 12:23 PM IST

Updated : Jan 1, 2022, 1:54 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 જાન્યુઆરીએ PM કિસાન સન્માન નિધિનો 10મો હપ્તો (PM kisan samman nidhi) રિલીઝ (10th installment PM kisan) કરશે. PM-કિસાન યોજના હેઠળ દર ચોથા મહિને 2000 રૂપિયાના ત્રણ માસિક હપ્તામાં ખેડૂતોના બેન્ક ખાતામાં દર વર્ષે 6,000 રૂપિયાની રકમ સીધી ટ્રાન્સફર કરવામાં આવે છે.

PM Modi
PM Modi

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) નવા વર્ષના પ્રથમ દિવસે 1 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM kisan samman nidhi) હેઠળ 10 કરોડથી વધુ લાભાર્થી ખેડૂતોને રૂપિયા 20,000 કરોડના નાણાકીય લાભનો 10મો હપ્તો (10th installment PM kisan) જાહેર કર્યો હતો. PMO બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન 1 જાન્યુઆરીએ બપોરે 12:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સ દ્વારા 10મો હપ્તો રિલીઝ કરશે અને લગભગ 351 ખેડૂત ઉત્પાદક સંગઠનો (FPO)ને 14 કરોડ રૂપિયાથી વધુની ઇક્વિટી ગ્રાન્ટ પણ રિલીઝ કરશે. આ પ્રસંગે કેન્દ્રીય કૃષિપ્રધાન નરેન્દ્ર સિંહ તોમર પણ હાજર રહેશે.

2019માં શરૂ થઈ હતી PM-કિસાન યોજના

PM-કિસાન યોજના હેઠળ દર ચોથા મહિને 2000 રૂપિયાના ત્રણ માસિક હપ્તામાં ખેડૂતોના બેન્ક ખાતામાં દર વર્ષે 6,000 રૂપિયાની રકમ સીધી ટ્રાન્સફર કરવામાં આવે છે. મોદીએ 24 ફેબ્રુઆરી 2019ના રોજ ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં એક કાર્યક્રમમાં આ યોજનાની ઔપચારિક શરૂઆત કરી હતી. આ યોજના દેશભરના ખેડૂતોના તમામ ખેડૂત પરિવારોને આવક સહાય પૂરી પાડીને ખેડૂતોની આવકમાં વધારો કરવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવી હતી, જેથી તેઓની ખેતી અને સંલગ્ન પ્રવૃત્તિઓ તેમજ ઘરના ખર્ચાઓને પહોંચી શકાય.

વડાપ્રધાન ખેડૂત ઉત્પાદક સંગઠનો સાથે વાતચીત કરશે

PMOએ જણાવ્યું કે, આ યોજના હેઠળ અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં 1.6 લાખ કરોડ રૂપિયાથી વધુની રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન લગભગ 351 ખેડૂત ઉત્પાદક સંગઠનોને 14 કરોડ રૂપિયાથી વધુની ઇક્વિટી ગ્રાન્ટ પણ બહાર પાડશે. 1.24 લાખ ખેડૂતોને આનો લાભ મળશે. આ પ્રસંગે વડાપ્રધાન ખેડૂત ઉત્પાદક સંગઠનો સાથે વાતચીત કરશે અને ત્યારબાદ તેઓ તેમને સંબોધન પણ કરશે.

આ પણ વાંચો: Investment in Year 2022: વર્ષ 2022માં સમજદારીપૂર્વક રોકાણ કરીને આ રીતે મેળવી શકો છો સમૃદ્ધ ડિવિડન્ડ, જાણો

આ પણ વાંચો: GST Council Meeting 2021: કેન્દ્ર સરકારે આપી મોટી રાહત, ટેક્સટાઇલ પર નહીં વધે GST

Last Updated : Jan 1, 2022, 1:54 PM IST

ABOUT THE AUTHOR

...view details