ગુજરાત

gujarat

ગાંધીનગર ઉત્તર બેઠક પર રીટા પટેલને મળી ટિકીટ, જિલ્લાના પ્રથમ મહિલા ઉમેદવારે ઈટીવી ભારત સાથે શેર કરી મોટી વાત

By

Published : Nov 16, 2022, 6:51 PM IST

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ( Gujarat Assembly Election 2022 ) માટેના ભાજપના ઉમેદવારો (BJP Candidate ) જાહેર કરવામાં જે બેઠક પર કોકડું ઉકેલાવામાં વાર લાગી તેમાંની એક છે ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠક ( Gandhinagar North Assembly Seat ). છેવટે આ બેઠક પર ગાંધીનગરના પૂર્વ મેયર રીટા પટેલને ( Gandhinagar Former Mayor Rita Patel ) ટિકીટ આપવામાં આવી છે. ત્યારે આવો મળીએ ભાજપ ઉમેદવાર રીટા પટેલને.

ગાંધીનગર ઉત્તર બેઠક પર રીટા પટેલને મળી ટિકીટ, જિલ્લાના પ્રથમ મહિલા ઉમેદવારે ઈટીવી ભારત સાથે શેર કરી મોટી વાત
ગાંધીનગર ઉત્તર બેઠક પર રીટા પટેલને મળી ટિકીટ, જિલ્લાના પ્રથમ મહિલા ઉમેદવારે ઈટીવી ભારત સાથે શેર કરી મોટી વાત

ગાંધીનગર ગાંધીનગર જિલ્લાની 5 બેઠક પૈકી ગાંધીનગર ઉત્તર ( Gandhinagar North Assembly Seat ) અને માણસા બેઠક પર કોકડું ગુંચવાયું હતું. ત્યારે ભાજપ પક્ષ દ્વારા ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠક પર પ્રથમ વખત મહિલા ઉમેદવારને ટિકીટ ( Gujarat Assembly Election 2022 ) આપવામાં આવી છે. જેમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ( Gujarat Assembly Election 2022 ) માટે ગાંધીનગર મ્યુ. કોર્પોરેશનના પૂર્વ મેયરરીટા પટેલને ટિકીટ આપીને ગાંધીનગર જિલ્લામાં પ્રથમ મહિલા ઉમેદવાર (BJP Candidate ) તરીકે ભાજપનું મેન્ડેટ આપવામાં આવ્યું છે.

ગાંધીનગરની મૂળ સમસ્યાઓ કઈ છે અને કેવી રીતે તેમાંથી છૂટકારો મેળવવો તે સારી રીતે જાણું છું

શું કહ્યું રીટા પટેલેભાજપ પક્ષ દ્વારા ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠક ( Gandhinagar North Assembly Seat )પર ગાંધીનગર કોર્પોરેશનના પૂર્વ મેયર રીટાબેન પટેલને ટીકીટ આપવામાં આવી છે. ટિકીટ મળતા ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠકના ઉમેદવાર રીટા પટેલે ETV સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે ભાજપ પક્ષે મને ગાંધીનગર ઉત્તર બેઠકની જવાબદારી સોંપી છે. તે બદલ હું તમામ મોવડી મંડળનો આભાર માનું છું. જ્યારે ગાંધીનગર કોર્પોરેશનમાં મેયર તરીકે પણ જવાબદારી સંભાળી છે. ત્યારે ગાંધીનગરની મૂળ સમસ્યાઓ કઈ છે અને કેવી રીતે તેમાંથી છૂટકારો મેળવવો તે સારી રીતે જાણું છું.

2017માં ગાંધીનગર ઉત્તર બેઠક હતી કોંગ્રેસના હાથમાંવર્ષ 2017 વિધાનસભાની ચૂંટણીના પરિણામની વાત કરવામાં આવે તો ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠક ( Gandhinagar North Assembly Seat ) ઉપરથી કોંગ્રેસના દિગ્ગજ નેતા સી જે ચાવડા આ બેઠક ઉપર વિજયી થયા હતાં. ભાજપના ઉમેદવારને હારનો સામનો કરવો પડ્યો હતો ત્યારે આ બાબતે અત્યારે વર્તમાન પરિસ્થિતિ કઈ રીતની છે અને જીત માટે શું કરવામાં આવશે તેવા પ્રશ્નોના જવાબ આપતા રીટા પટેલે જણાવ્યું હતું કે વર્ષ 2017ની પરિસ્થિતિ અને હાલની પરિસ્થિતિમાં ખૂબ જ બદલાવ થયો છે. 2017 વિધાનસભા ચૂંટણી દરમિયાન કોર્પોરેટરોની સંખ્યા ઓછી હતી. પરંતુ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ( Gujarat Assembly Election 2022 ) માં ગાંધીનગર કોર્પોરેશનમાં 42 બેઠકો ભાજપ પક્ષના હાથમાં છે. ત્યારે વર્ષ 2022 વિધાનસભાની ચૂંટણીના પરિણામ 2017 કરતા અલગ છે અને મોટા માર્જિનથી જીત મેળવવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.

ગાંધીનગરની સમસ્યાઓ કઈ ગાંધીનગરની મૂળ સમસ્યા વિશે ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠક ( Gandhinagar North Assembly Seat )ભાજપના ઉમેદવાર રીટા પટેલે ઈટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે જ્યારે ગાંધીનગર સિટી બન્યું ત્યારે ગાંધીનગરમાં ફક્ત 5000 જેટલી જ વસતી હતી. ત્યારે આજના સમયમાં પાંચ લાખ જેટલી થઈ છે તેથી મૂળ સમસ્યા ગટર અને પાણીની વ્યવસ્થા છે. જ્યારે મારા મેયર કાળના શાસન દરમિયાન આ સમસ્યાનો ઉકેલ માટેના અનેક કામો કર્યા હતાં. જે પ્રોજેક્ટ આજે પણ યથાવત કાર્યરત છે. જ્યારે આવનારા દિવસોમાં પાણીનું પ્રેશર પણ વધારવામાં આવશે અને ડ્રેનેજની વ્યવસ્થામાં પણ સુધારો વધારો કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details