ETV Bharat / city

ગાંધીનગરના પૂર્વ મેયર પર ગ્રાન્ટનો હિસાબ અધૂરો આપવાનો આક્ષેપ, 1.5 કરોડ રૂપિયાની ગફલત કર્યાનો આરોપ

author img

By

Published : Aug 20, 2021, 4:50 PM IST

છેલ્લા ત્રણ વર્ષમાં મેયરની ગ્રાન્ટ કઈ કઈ જગ્યાએ વાપરવામાં આવી છે તેનો હિસાબ લેખિતમાં રજૂઆત કરી પૂર્વ કોર્પોરેટર પિંકી પટેલ દ્વારા માગવામાં આવ્યો હતો પરંતુ આ હિસાબ અધૂરો મળ્યો છે તેવો અરજદારનો આક્ષેપ છે. આ વર્ષની યોજાનાર ચૂંટણી કોંગ્રેસ પક્ષ તરફથી ઊભા રહેલા રજનીકાંત પટેલે પણ કહ્યું કે અધુરો ગ્રાન્ટનો હિસાબ આપવામાં આવ્યો છે. દોઢ કરોડનો કોઈ હિસાબ નથી આમ તેમને સીધો આક્ષેપ પૂર્વ મેયર રીટા પટેલ પર કર્યો હતો.

ગાંધીનગરના પૂર્વ મેયર પર ગ્રાન્ટનો હિસાબ અધૂરો આપવાનો આક્ષેપ, 1.5 કરોડ રૂપિયાની ગફલત કર્યાનો આરોપ
ગાંધીનગરના પૂર્વ મેયર પર ગ્રાન્ટનો હિસાબ અધૂરો આપવાનો આક્ષેપ, 1.5 કરોડ રૂપિયાની ગફલત કર્યાનો આરોપ

  • 2018થી 2020માં ફાળવવામાં આવેલ ગ્રાન્ટમાં ગફલત કરી
  • મેયર રીટા પટેલ પર અધૂરો હિસાબ આપવાનો આક્ષેપ
  • પૂર્વ કોર્પોરેટરે વિજિલન્સ કમિશનરને પણ હિસાબ બાબતે રજૂઆત કરી હતી

ગાંધીનગર : પૂર્વ કોર્પોરેટર પિંકી પટેલે એકવાર નહીં પરંતુ ત્રણ ત્રણવાર લેખિતમાં ગ્રાન્ટનો હિસાબ માગ્યો હતો. જોકે વિજિલન્સ કમિશનરને ફરિયાદ કરવામાં આવતા તેમની સૂચનાથી આ હિસાબ 2018થી 2020માં ફાળવવામાં આવેલ ગ્રાન્ટ ક્યાં વાપરવામાં આવી છે તેનો હિસાબ આપવામાં આવ્યો છે .પરંતુ અરજદારે વાર રજનીકાંત પટેલનું કહેવું છે કે દોઢ કરોડનો હિસાબ હજુ સુધી પણ આ હિસાબમાં મળ્યો નથી. કોર્પોરેશન તરફથી જે માહિતી મળી છે તે છુપાવવામાં આવી રહી છે જેથી મેં ફરીથી આ હિસાબ માગવા માટે અરજી કરી છે. આ અધૂરો હિસાબ આપવામાં આવ્યો છે.
અધૂરો હિસાબ અપાતાં ફરી પૂરો હિસાબ આપવા રજૂઆત કરી
અરજદાર અને કોંગ્રેસ તરફથી કોર્પોરેશનની ચૂંટણીમાં ઉભા રહેલા રજનીકાંત પટેલે વધુમાં કહ્યું કે અત્યારે ત્રણ કરોડનો હિસાબ આપવામાં આવ્યો છે. તેમાં પણ આ પહેલાં પૂર્વ મેયર પ્રવીણભાઈ કે જેમના ખર્ચમાંથી જે કામો થયાં તેમાં પણ પોતાના નામના બોર્ડ લગાવી દેવામાં આવ્યાં છે. અમે કમિશનરને એકવાર વિજિલન્સ અને સી.એમ.ને પણ હિસાબ બાબતે રજૂઆત કરી હતી. ત્રણ-ત્રણ વાર રજૂઆત પત્ર લખીને કરી એ પછી હિસાબ આપવામાં આવે છે તેમાં પણ અધૂરો હિસાબ આપવામાં આવી રહ્યો છે. આમ તેમણે તમામ બાબતોમાં તપાસ કરી ન્યાય અપાવવા અપીલ કરી છે.

તમામ બાબતોમાં તપાસ કરી ન્યાય અપાવવા અપીલ
કોર્પોરેશનના મોટા અધિકારીઓની સંડોવણીનો આરોપ તેમણે વધુમાં કહ્યું કે, અત્યારે જે હિસાબ આપવામાં આવે છે તેમાં હિસાબો બાકી છે. અધૂરો હિસાબ અપાતાં મેં ફરીથી કોર્પોરેશનને પૂરો હિસાબ આપવા રજૂઆત કરી છે. કેમ કે, ખરીદવામાં આવેલી પતંગો કે જેના ખોટા એડ્રેસ અને ખોટા જીએસટી નંબર સાથેના બિલ રજૂ કરાયાં હતાં. આ ઉપરાંત ખુરશીઓનો હિસાબ નથી, એમ્બ્યુલન્સ, વેન્ટિલેટર પણ ખરીદવામાં આવ્યાં છે પરંતુ તેનો કોઈ હિસાબ નથી. આમ હજુ સુધી 1.5 લાખનો હજુ સુધી કોઈ હિસાબ નથી. જો કે આ હિસાબ પૂરો ન આપવામાં કોર્પોરેશનના મોટા અધિકારીઓ પણ સંડોવાયેલા છે તેવો પણ તેમને આક્ષેપ લગાવ્યો હતો. આ પણ વાંચોઃ ગાંધીનગર મેયરના ગેરકાયદેસર બિલ્ડીંગ બાબતે કોંગ્રેસે મ્યુ.કમિશ્નરને આવેદનપત્ર આપ્યું

આ પણ વાંચોઃ ગાંધીનગરઃ મેયરના પતિ કેતન પટેલની કોર્મિશયલ બિલ્ડીંગમાં 5 માળ ગેરકાયદેસર બનાવ્યા, CMને કરાઈ ફરિયાદ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.