ગુજરાત

gujarat

રુપાલા વિરુદ્ધની લડાઇમાં રાજપૂત સમાજને અનંત પટેલનું સમર્થન, શું કહ્યું જૂઓ - Rupala Protest

By ETV Bharat Gujarati Team

Published : Apr 11, 2024, 11:15 AM IST

રુપાલા વિરુદ્ધની લડાઇમાં રાજપૂત સમાજને અનંત પટેલનું સમર્થન, શું કહ્યું જૂઓ

નવસારી : રાજકોટ ભાજપના લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ માટે કરેલી ટિપ્પણીનો વિવાદ થવાનું નામ લેતો નથી. આ સમગ્ર બાબતે વાંસદાના ધારાસભ્ય અને વલસાડ લોકસભાના કોંગ્રેસી ઉમેદવાર અનંત પટેલે પણ રાજપૂત સમાજને ટેકો જાહેર કર્યો છે અને રાજકોટ લોકસભાના ભાજપી ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના નિવેદન મુદ્દે ચેતવણી પણ આપી છે. વલસાડ લોકસભાના કોંગ્રેસી ઉમેદવાર અનંત પટેલે એક જાહેર સભામાં પુરુષોત્તમ રૂપાલાના નિવેદન મુદ્દે પોતાની પ્રતિક્રિયા સાથે ચેતવણી આપી હતી અને જણાવ્યું હતું કે " ચૂંટણી આવે ને જાય પરંતુ કોઈની બહેન બેટી ઉપર લાંછન લાગે અને એ પણ રાજપૂત સમાજને લાગે એ આપણને કદી સ્વીકાર્ય નથી. તમે કોઈ બહેન બેટી વિરુદ્ધ બોલવાના હોય તો અનંત પટેલ તમારી સામે લડશે. આવા રાજકારણ કરવા વાળાનો અમે પર્દાફાશ કરીશું અને જરૂર પડે તો અમે લડીશું. અનંત પટેલે રાજપૂત સમાજને જાહેર કરેલા ટેકાના કારણે નવસારીનું રાજકારણ ગરમાયું છે. 

નાયકવાડનું રિયાલીટી ચેક : અનંત પટેલના આક્ષેપોનું ખંડન કરી વાપી નગરપાલિકા ઉપપ્રમુખે વિકાસના કામો ગણાવ્યા - Lok Sabha Election 2024

ડભોઈના ભીલોડિયા ક્ષત્રિય સમાજ પરશોત્તમ રુપાલા સામે લાલઘૂમ, પૂતળાંદહન કરી વિરોધ પ્રદર્શન - Bhilodia Kshatriya Samaj

ABOUT THE AUTHOR

...view details