ગુજરાત

gujarat

જામનગરના ફલ્લા પાસે રખડતાં કૂતરાના કારણે અકસ્માત, 1નું મોત 10 ઇજાગ્રસ્ત,લગન વધાવવા જતો હતો પરિવાર - Jamnagar Accident

By ETV Bharat Gujarati Team

Published : May 13, 2024, 4:09 PM IST

વહેલી સવારે ગાડી આડે કૂતરું આવતાં અકસ્માત (ETV Bharat)

જામનગર : જામનગર જિલ્લાના ફ્લ્લામાં રખડતાં કૂતરાના કારણે ગંભીર અકસ્માત સર્જાઇ ગયો હતો. આ અંગે મળતી વિગતો મુજબ જામનગરના સિક્કા ગામેથી બોટાદ લગ્ન લેવા જઈ રહેલા પરિવારને અકસ્માત નડ્યો છે. ફલ્લા ગામ પાસે ગોળાઈમાં વહેલી સવારે બોલેરો ગાડી આડે કૂતરું આવી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક 55 વર્ષના પુરુષનું ઘટનાસ્થળે મોતને નીપજ્યું હતું જ્યારે દસ જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતાં. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. અકસ્માતમાં 10 જેટલા વ્યક્તિઓને ઈજા પહોંચી છે જ્યારે એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું છે. હાલ લગ્ન પ્રસંગની સિઝન ચાલુ છે ત્યારે લગ્ન લેવા માટે પરિવાર સિક્કાથી બોટાદ જઈ રહ્યો હતો જે દરમિયાન ફ્લ્લા ગામની ગોળાઈમાં બોલેરો ગાડી પલટી મારી ગઈ હતી અને ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. તમામ ઇજાગ્રસ્તોને જામનગરની જીજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે અને મૃતકનું પીએમ જીજી હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે.

  1. જામનગરમાં એક જ ગામના ચાર યુવકોનું અકસ્માતમાં મોત
  2. ફલ્લા ગામના યુવક દ્વારા અનોખી પહેલ, યમરાજા બનીને લોકોને કરી રહ્યો છે જાગૃત

ABOUT THE AUTHOR

...view details