ગુજરાત

gujarat

Surat City Bus : હવે સુરતમાં સિટી બસના કારણે કોઈનો જીવ નહીં જાય, SMC નો એક્શન પ્લાન તૈયાર

By ETV Bharat Gujarati Team

Published : Feb 8, 2024, 10:39 AM IST

સુરત શહેરમાં સિટી બસ અને BRTS બસના અકસ્માતને ટાળવા માટે સુરત મનપા દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આગામી 1 માર્ચથી લાગુ થનાર ઝીરો એક્સિડન્ટ પોલીસીના ભાગરુપે મનપા સંચાલિત તમામ બસોમાં જરૂરી બદલાવ કરવાનો પ્લાન તૈયાર છે. જુઓ કેવી રીતે ટળશે અકસ્માત...

SMC નો એક્શન પ્લાન તૈયાર
SMC નો એક્શન પ્લાન તૈયાર

હવે સુરતમાં સિટી બસના કારણે કોઈનો જીવ નહીં જાય

સુરત :શહેરમાં સિટી બસ અને BRTS બસના અનેક અકસ્માત સર્જાયા છે. જેમાં કેટલાક નિર્દોષ લોકોના ભોગ પણ લેવાયા છે. ત્યારે આવા અકસ્માત અને મૃત્યુની સંખ્યા રોકવા માટે હવે સુરત મહાનગરપાલિકા દ્વારા 1 માર્ચથી ઝીરો એક્સિડન્ટ પોલીસી અમલમાં મૂકવામાં આવશે. જે અનુસાર બસની અંદર ડેસ કેમેરા મૂકવામાં આવશે, જેથી અકસ્માતમાં કોની ભૂલ છે તે જાણવા મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા આઠ વર્ષમાં 58 જેટલા લોકો ઓવર સ્પીડ સિટી બસની અડફેટે ચડ્યા અને મૃત્યુ પામ્યા છે.

સુરત મનપાનો એક્શન પ્લાન :સુરત શહેરમાં BRTS બસ અને સિટી બસના કારણે છેલ્લા ઘણા સમયથી અકસ્માત સર્જાતા આવ્યા છે. આવા અકસ્માતને રોકવા માટે સુરત મહાનગરપાલિકાએ એક્શન પર પ્લાન તૈયાર કર્યો છે. સુરત મનપા ઝીરો એક્સિડન્ટ પોલીસી લાગુ કરવા જઈ રહી છે. જેના ભાગરૂપે તમામ બસોમાં સ્પીડ લિમિટ 40 કિલોમીટર પ્રતિ કલાક રહેશે, જેની 90 ટકા કામગીરી મનપા દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. આ સમગ્ર પોલીસીના નિયમ 1 માર્ચથી લાગુ થશે.

ઝીરો એક્સિડન્ટ પોલીસી :આ અંગે ડેપ્યુટી કમિશનર રાજેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, પાલિકાને ધ્યાનમાં આવ્યું છે કે કોન્ટ્રાક્ટર દ્વારા બસ ચાલકને ડબલ શિફ્ટમાં કામ કરાવવામાં આવે છે. જેના કારણે અકસ્માત થવાની સંભાવના વધે છે. અમે ભારત સરકારની ગાઈડલાઈન મુજબ ફરજિયાત રીતે દિવસમાં આઠ કલાકથી વધારે કામ નહીં કરાવી શકાય આ માટે નિયમ બહાર પાડ્યા છે, જેની અમલવારી 1 માર્ચથી કરવામાં આવશે.

હવે બધુ જ રેકોર્ડ થશે :આ ઉપરાંત અકસ્માત સમયે ડ્રાઇવરની ભૂલ છે કે સામેવાળાની ભૂલ છે તે જાણવા માટે બસની અંદર ડેસ કેમેરા લગાડવામાં આવશે. એટલું જ નહીં બસની પાછળની સાઈડ પણ કેમેરા રહેશે. અકસ્માતના કારણો જાણવા માટે આ કેમેરા લગાડવામાં આવશે, કારણ કે અનેકવાર લોકો પણ રોડ ક્રોસ કરતી વખતે BRTS રૂટમાં આવી જતા હોય છે.

બસચાલકોની સુવિધા :રાજેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, બ્લાઇન્ડ સપોર્ટ માટે એક્સ્ટ્રા મિરર લગાડવામાં આવશે, જેથી ડ્રાઇવર સહેલાઈથી જે તે પોઇન્ટમાં જોઈ શકે. જે કારણોસર અકસ્માત થાય છે તે કારણો પર સુરત મહાનગરપાલિકા દ્વારા પગલાં લેવામાં આવી રહ્યા છે. ભવિષ્યમાં ઝીરો એકસીડન્ટ પોલીસી અંતર્ગત અકસ્માત ન થાય તે માટે જે પણ કેમેરા લગાડવામાં આવશે તેનાથી સતત મોનિટરિંગ પણ કરવામાં આવશે.

  1. Surat News : સ્માર્ટ સિટી સુરતમાં માઈક્રો સરફેસિંગથી બનશે 1 લાખ ચોરસ મીટર રોડ, ખાસિયતો આ રહી
  2. Surat News: હવે ચેતી જજો... વરઘોડામાં ફટાકડા ફોડીને જાહેરમાં કચરો કરનારને સુરત મનપાએ ફટકાર્યો દંડ

ABOUT THE AUTHOR

...view details