ETV Bharat / state

Surat News : સ્માર્ટ સિટી સુરતમાં માઈક્રો સરફેસિંગથી બનશે 1 લાખ ચોરસ મીટર રોડ, ખાસિયતો આ રહી

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 7, 2024, 4:26 PM IST

સ્માર્ટ સિટી સુરતમાં હવે સ્માર્ટ રસ્તાઓ બનાવવા માટે ખાસ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ભારે વરસાદના કારણે બિસ્માર થતાં રસ્તાઓની સમસ્યા વ્યાપક છે. ત્યારે માઈક્રો સરફેસિંગ પદ્ધતિથી એક લાખ ચોરસ મીટર રોડ બનાવવામાં આવી રહ્યાં છે. જે સુવિધાજનક છે તેની કોસ્ટિંગ 50 ટકા ઓછું હોય છે.

Surat News : સ્માર્ટ સિટી સુરતમાં માઈક્રો સરફેસિંગથી બનશે 1 લાખ ચોરસ મીટર રોડ, ખાસિયતો આ રહી
Surat News : સ્માર્ટ સિટી સુરતમાં માઈક્રો સરફેસિંગથી બનશે 1 લાખ ચોરસ મીટર રોડ, ખાસિયતો આ રહી
કોસ્ટિંગ 50 ટકા ઓછું

સુરત : સુરતને બ્રિજ સિટી તરીકે ઓળખવામાં આવે છે. હાલમાં હજી સ્વચ્છ શહેર તરીકે ખિતાબ જીતનાર સુરત શહેર પોલ ત્યારે ખુલી જાય છે. જ્યારે ભારે વરસાદના કારણે રોડ રસ્તાઓ બિસ્માર થઈ જાય છે. આવી પરિસ્થિતિમાં અકસ્માત સહિત અન્ય દુર્ઘટનાઓ થતા હોય છે સુરત શહેરના તમામ રોડની સ્થિતિ સારી કરવા માટે મહાનગરપાલિકા દ્વારા ખાસ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ટેકનોલોજીથી જે પણ રસ્તાઓ તૈયાર થશે તે ઓછા ખર્ચે પણ થશે અને લોકો માટે સુવિધાજનક રહેશે અને વર્ષો સુધી આ ખામી ન સર્જાય તે માટેની તકેદારી હોય છે.

શું છે માઈક્રો સરફેસિંગ પદ્ધતિ : માઈક્રો સરફેસિંગ પદ્ધતિ માટે પાંચ રસ્તાના વિસ્તારો પસંદ કરવામાં આવ્યા છે. તે છે – રાંદેર, તાડવાડીથી ચોકસી વાડી રોડ, ઘોડ દોડ રોડ, આનંદ મહેલ રોડ, સુમુલ ડેરી રોડ અને ન્યુ ભટાર રોડ. માઈક્રો સરફેસિંગ પદ્ધતિમાં 6-7 મીમી સ્તરનો સમાવેશ થાય છે જેમાં ઠંડા ડામર, કપચી અને ખાસ રસાયણનું મિશ્રણ હોય છે. લેયરિંગના કામ માટે ખાસ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. આ સ્તરને કારણે, રસ્તા પરનું પાણી ચૂસાતું નથી. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે અને દિલ્હીના વિવિધ રસ્તાઓ પર આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

શું છે ટેકનિકલ મેટર : આ ટેક્નિકમાં, ટ્રક-માઉન્ટેડ મશીન રોડને બિછાવે છે જે ટોચની સપાટી સુકાઈ ગયાના બે કલાકમાં ટ્રાફિક માટે ખોલી શકાય છે. 6 મીમીથી 10 મીમી સુધીની જાડાઈના ટોચના સ્તરને મેળવવા માટે, સિમેન્ટ, પાણી, કપચી અને પથ્થરની ધૂળ સાથે એક પ્રવાહી મિશ્રણનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ, મુખ્ય ભાગ પ્રવાહી મિશ્રણ અને સિમેન્ટ છે.

ખર્ચમાં 50થી 60 ટકા બચત : આ મામલે સુરત મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, સ્માર્ટ સિટી સુરતમાં હવે અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ રોડ તૈયાર કરવામાં આવી રહ્યુાં છે. માઈક્રો સરફેસિંગ પદ્ધતિથી અત્યાર સુધી સુરત શહેરમાં 97 કિમી રોડ તૈયાર છે. વર્ષ 2024-25માં 1 લાખ 24 મીટર રસ્તાને રીસરફેસની પદ્ધતિથી તૈયાર કરવામાં આવશે. આ નવી ટેકનોલોજી છે જેના કારણે ત્રણથી પાંચ એમએમનું લેયર ક્રેબ કરીને માઈક્રો સરફેસિંગ કરવામાં આવે છે. જેના કારણે 50થી 60 ટકા કિંમતમાં બચત પણ થાય છે. રસ્તાની ગુણવત્તા પણ સારી રહે છે. આનાથી ખાસ કરીને ચોમાસાની સિઝનમાં બિસ્માર રોડની સ્થિતિથી રાહત મળી રહેશે.

  1. જ્ઞાન નેત્ર: એક ફિલ્ટર જે ઝડપથી માઇક્રો પ્લાસ્ટિકને ફિલ્ટર કરે છે
  2. Bhavnagar News: રોડ કન્સટ્ર્કશનમાં ડામર ઓછો હોવાનું બહાર આવ્યું, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને પોલ પકડી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.