ગુજરાત

gujarat

તમારી ઉંમર 85 વર્ષ ઉપર છે તો કઈ રીતે ઘરે બેસીને મતદાન કરી શકો છો તે જાણો, લોકસભા ચૂંટણી પ્રક્રિયા - Lok Sabha Election 2024

By ETV Bharat Gujarati Team

Published : Apr 11, 2024, 1:37 PM IST

લોકસભા ચૂંટણીમાં દરેક વયમર્યાદાના લોકો પોતાના મૂળભૂત અધિકારનો ઉપયોગ કરી શકે આ માટે ચૂંટણી પંચ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરીને સિનિયર સિટીઝન ઘરે બેસીને મતદાન કરી શકે આ માટે ખાસ ફોર્મ 12D  બહાર પાડવામાં આવ્યા છે.

તમારી ઉંમર 85 વર્ષ ઉપર છે તો કઈ રીતે ઘરે બેસીને મતદાન કરી શકો છો તે જાણો, લોકસભા ચૂંટણી પ્રક્રિયા
તમારી ઉંમર 85 વર્ષ ઉપર છે તો કઈ રીતે ઘરે બેસીને મતદાન કરી શકો છો તે જાણો, લોકસભા ચૂંટણી પ્રક્રિયા

ફોર્મ 12D બહાર પાડવામાં આવ્યા

સુરત : સિનિયર સિટીઝન ઘરે બેસીને મતદાન કરી શકશે તે માટે ખાસ વ્યવસ્થા ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે. જો તમારી ઉંમર 85 વર્ષથી ઉપર હોય તો તમારી માટે ખાસ વ્યવસ્થા ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે. ચૂંટણી પંચની એક ખાસ ટીમ સિનિયર સિટીઝનના ઘરે જઈને એક ખાસ ફોર્મ ભરશે અને જો સિનિયર સિટીઝન ઘરે બેસીને મતદાન કરવા ઈચ્છે તો તે માટેની વ્યવસ્થા પણ ઊભી કરશે. સાત મેના રોજ ગુજરાતમાં મતદાન થવાનું છે ત્યારે તે પહેલા સિનિયર સિટીઝન પોસ્ટલ બેલેટ થકી ઘરે બેસીને મતદાન કરી શકે આ માટે અધિકારીઓની ટીમ અલગ અલગ તેના જ કરવામાં આવશે. આ ફોર્મ પોતે અધિકારીઓ સિનિયર સિટીઝનના ઘરે જઈને ભરશે અને મતદાનના દિવસે આવીને તેમની પાસેથી પોસ્ટલ બેલેટ થકી મતદાન કેન્દ્ર ઊભો કરી મતદાન પણ કરાવશે.

100 વર્ષથી વધુ ધરાવતા કુલ 371 જેટલા શતાયુ મતદારો : સુરત જિલ્લાની વાત કરવામાં આવે તો સુરત શહેરમાં 100 વર્ષથી વધુ ધરાવતા કુલ 371 જેટલા શતાયુ મતદારો છે. જ્યારે 85, વર્ષના કુલ 25,000 વરિષ્ઠ મતદાતાઓ છે. આ તમામ લોકો જો ઈચ્છે તો પોસ્ટલ બેલેટ દ્વારા ઘરેથી મતદાન કરી શકે છે. વરિષ્ઠ નાગરિકોને મતદાન સુગમ બની રહે આ હેતુથી તમામ પ્રકારની સુવિધા મતદાન કેન્દ્રમાં પણ ઉપલબ્ધ કરવામાં આવશે. જે સિનિયર સિટીઝન મતદાન કેન્દ્ર પર આવીને મતદાન કરવા ઈચ્છે છે તેમની માટે સહાયક વ્હીલચેર અને વાહનની પણ સુવિધા ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવશે.

બૂથવાઇઝ યાદી મળી જાય છે : સુરત નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આર. સી. પટેલે જણાવ્યું હતું કે,લોકસભામાં પાકિસ્તાનની અંદર 85 વર્ષ કરતાં મોટી ઉંમરના આશરે 25000 જેટલા સિનિયર સિટીઝનો છે એ સિનિયર સિટીઝનો માટે આપણે ખાસ વ્યવસ્થા કરેલી છે. આ સિનિયર સિટીઝન મતદાતાઓની આઈડી ઓનલાઈન ઇલેક્શન કમિશન વેબસાઈટ પર મળી જાય છે. બૂથવાઇઝ આ યાદી મળી જાય છે. અમે આ યાદી સંબંધિત બીએલઓને આપીએ છીએ. બીએલઓ આ સિનિયર સિટીઝનના ઘરની મુલાકાત લેતા હોય છે. તેમને ફોર્મ નંબર 12 ડી આપવામાં આવે છે આ ફોર્મ અંગે સમજણ આપે છે. કોઈ સિનિયર સિટીઝન ઇચ્છતા હોય કે તેઓ મતદાન કેન્દ્ર પર જઈને મતદાન કરે તો તેઓને આ ફોર્મ ભરવાનું રહેતું નથી પરંતુ કોઈ સિનિયર સિટીઝન ઈચ્છે કે તેઓ ઘરથી મતદાન કરવા માંગે છે, તો તેઓને આ ફોર્મ ભરવાનું હોય છે.

એક ખાસ ટુકડીની રચના : સાથે તેઓએ જણાવ્યું હતું કે, જે લોકો ઘરેથી ફોર્મ ભરવા ઈચ્છે છે. તેઓની પાસેથી આ ફોર્મ ભરી મદદની ચૂંટણી અધિકારી સમક્ષ મોકલવામાં આવે છે. ત્યાર પછી તેમનો પોસ્ટલ બેલેટ તૈયાર કરવામાં આવે છે. વોટિંગના દિવસ દરમિયાન એટલે એક્યુઅલ વોટ ગાળા સમય દરમિયાન વચ્ચેના સમયમાં બીએલઓ અને એક ખાસ ટુકડીની રચના ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે છે જેમાં પ્રિસાઇડિંગ ઓફિસર હોય છે મતદાન એજન્ટ હોય છે આ તમામ લોકો સિનિયર સિટીઝનના ઘરે જઈને મત કુટીરનું નિર્માણ કરે છે ત્યારે તેમનો મત લેવામાં આવે છે. પોસ્ટલ બેલેટમાં અપાયેલો આ મત સીલ બંધ કવરમાં બી.એલ.ઓ મદદનીશ ચૂંટણી અધિકારી સમક્ષ સ્ટ્રોંગ રૂમમાં આપે છે.

  1. 85 વર્ષથી વધુ ઉંમરના અને 40 ટકાથી વધુ વિકલાંગ લોકો ઘરે બેસીને મતદાન કરી શકશે - Lok Sabha Elections 2024
  2. Loksabha Election 2024: 12 વાગ્યા પહેલા જ 80થી 85 ટકા મતદાન કરાવો તો ભાજપની જીત નિશ્ચિત છે- મનસુખ માંડવિયા

ABOUT THE AUTHOR

...view details