ETV Bharat / state

Loksabha Election 2024: 12 વાગ્યા પહેલા જ 80થી 85 ટકા મતદાન કરાવો તો ભાજપની જીત નિશ્ચિત છે- મનસુખ માંડવિયા

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 18, 2024, 4:02 PM IST

Updated : Mar 18, 2024, 5:33 PM IST

12 વાગ્યા પહેલા જ 80થી 85 મતદાન કરાવો - મનસુખ માંડવિયા
12 વાગ્યા પહેલા જ 80થી 85 મતદાન કરાવો - મનસુખ માંડવિયા

પોરબંદર લોકસભા મત વિસ્તારના સુરત શહેરમાં સ્થાયી થયેલા મતદારોનો સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. જેમાં ભાજપના ઉમેદવાર ડૉ. મનસુખ માંડવિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મનસુખ માંડવિયાએ મતદારોને કરેલ અપીલ વિશે જાણો વિગતવાર. Loksabha Election 2024

12 વાગ્યા પહેલા જ 80થી 85 મતદાન કરાવો - મનસુખ માંડવિયા

સુરતઃ લોકસભા ચૂંટણી તારીખોની જાહેરાત થઈ ચૂકી છે. પક્ષો અને ઉમેદવારો દ્વારા પ્રચાર પણ શરુ કરી દેવામાં આવ્યો છે. સુરતમાં પોરબંદર લોકસભા મત વિસ્તારના રહીશો કે જેઓ સુરત શહેરમાં રહેતા હોય તેમનો સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. જેમાં ભાજપના પોરબંદરના ઉમેદવાર ડૉ. મનસુખ માંડવિયા ઉપસ્થિત રહ્યા હતા. આ સ્નેહ મિલન સમારોહમાં મનસુખ માંડવિયા ઉપરાંત ભાજપના અનેક દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મોટી સંખ્યામાં મતદારો હાજર રહ્યા હતા.

વહેલી સવારથી જ મતદાનની અપીલઃ સુરતમાં યોજાયેલ સ્નેહ મિલન સમારોહમાં મનસુખ માંડવિયાએ મતદારોને ખાસ અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, મતદાનના દિવસે મતદારો પોતાના વતન જઈને મતદાન કરે. તેમજ અન્ય મતદાતાઓને પણ વહેલી સવારથી જ મતદાન કરવા અપીલ કરે. જો 12 વાગ્યા પહેલા ગામમાં 80થી 85 ટકા મતદાન કરાવી દેશો તો બીજેપી જીતી જશે. એનડીએ 400 પ્લસ સાથે જંગી બહુમત મેળવશે. તેમજ નરેન્દ્ર મોદી 3જી વાર સ્પષ્ટ બહુમતી સાથે ભારતના પ્રધાનમંત્રી તરીકે શપથ લેશે.

મતદાનને પોતાનું કર્તવ્ય સમજોઃ પોરબંદર લોકસભા બેઠકના સુરતમાં રહેતા મતદારો માટે યોજાયેલા સ્નેહ મિલન સમારોહમાં ભાજપ ઉમેદવાર મનસુખ માંડવિયાએ મતદારોને મતદાનને પોતાનું કર્તવ્ય સમજવા હાકલ કરી હતી. તેમણે જણાવ્યું કે, મતદારો મતદાનને પોતાનું કર્તવ્ય સમજીને સ્વખર્ચે પોતાના માદરે વતન જઈને મત આપે. તેટલું જ નહિ પરંતુ અન્ય મતદાતાઓને પણ મત અપાવવામાં તમારૂ યોગદાન આપજો. આ સ્નેહ મિલન સમારોહમાં મનસુખ માંડવિયા ઉપરાંત ભાજપના અનેક દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મોટી સંખ્યામાં મતદારો હાજર રહ્યા હતા.

  1. Loksabha Election 2024: ઈટીવી ભારતની ચૂંટણી ચોપાલમાં ભાવનગરના મતદારોએ જણાવ્યા પોતાના અભિગમ, અવલોકન અને અનુમાન
  2. Lok Sabha Elections 2024: ગુજરાતમાં ક્યાં ઝોનમાં કઈ પાર્ટીનું પ્રભુત્વ વધારે ? આદિવાસી વૉટબેંક કેટલી નિર્ણાયક ? જાણો
Last Updated :Mar 18, 2024, 5:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.