ગુજરાત

gujarat

Navsari Crime : નવસારીમાં 9.14 લાખનો દારુ ઝડપાયો, એકની ધરપકડ, ચાર વોન્ટેડ

By ETV Bharat Gujarati Team

Published : Mar 19, 2024, 1:40 PM IST

તહેવાર પહેલા ગેરકાયદેસર રીતે નફો કમાતા બુટલેગરો સક્રિય થયા છે. નવસારી LCB પોલીસે 9.14 લાખના દારૂ સાથે એક ટેમ્પો ચાલકને ઝડપી પાડ્યો છે. આ સાથે ગુનામાં સંડોવાયેલા અન્ય ચાર આરોપીને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નવસારીમાં દારુનો જથ્થો ઝડપાયો
નવસારીમાં દારુનો જથ્થો ઝડપાયો

નવસારીમાં 9.14 લાખનો દારુ ઝડપાયો

નવસારી :હોળીનો તહેવાર નજીક છે અને આ તહેવારમાં દારૂની ખાસ માંગ ઉઠતી હોય છે. જેને પહોંચી વળવા માટે બુટલેગરો મોટી સંખ્યામાં દારૂનો સપ્લાય કરતા હોય છે. ત્યારે નવસારી LCB પોલીસે બાતમીને આધારે નવસારી હાઇવે પરથી લઈ જવાતો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ સાથે એક શખ્સની ધરપકડ કરી અન્ય ચાર લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે.

દારુનો જથ્થો ઝડપાયો : નવસારી LCB પોલીસે બાતમીને આધારે રેસમાં ગામની સીમમાં નેશનલ હાઇવે નંબર 48 મુંબઈથી અમદાવાદ તરફ જતા ટ્રેક ઉપર આવેલી હોટલ નાઝની સામે નાકાબંધી કરી હતી. જેમાં બાતમી વાળો ટેમ્પો આવતા તેને રોકી તપાસ કરતા આરોપી મોહમ્મદ મહેમુદ શાહ પાસેથી દારૂ ઝડપાયો હતો. ટેમ્પામાંથી કુલ 217 બોક્સમાં 8,760 નંગ ભારતીય બનાવટની વિદેશી દારૂ, જેમાં વિસ્કી, વોડકા, નાની મોટી બોટલ તથા ટીન મળી આવ્યા હતા.

ચાર આરોપી વોન્ટેડ :નવસારી LCB પોલીસ PI દીપક કોરાટે જણાવ્યું હતું કે, હોળી પહેલાની ડ્રાઈવમાં બાતમીને આધારે હાઇવે પર વેસ્મા ગામ નજીકથી 9.14 લાખનો દારૂ પકડ્યો છે. દારૂ સાથે ટેમ્પોચાલક 25 વર્ષીય મો. મુનીર શાહની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે વિદેશી દારૂ ભરાવનાર સુરતના વિશાલ રાય અને દારૂ મગાવનાર સુરતના અકિલ કાદરી અને સોપાલસિંગ રાજપૂત તેમજ ટેમ્પો માલિક દેવેન્દ્રસિંહ શેખાવતને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે વિદેશી દારૂ સાથે ટેમ્પો, મોબાઈલ અને રોકડ મળી કુલ 19.26 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને આગળની તપાસ હાથ ધરી છે.

તહેવારોમાં દારૂની રેલમછેલ : દમણથી નેશનલ હાઇવે 48 મારફતે બુટલેગરો મોટી સંખ્યામાં દારૂ ગુજરાતમાં ઘુસાડે છે. આવા તત્વોને રોકવા માટે પોલીસ પણ સમયાંતરે કડક કાર્યવાહી કરતી હોય છે. જોકે બુટલેગરો પણ ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે અવનવા અખતરા કરતા હોય છે. ગુજરાત પોલીસ પણ આવા તત્વોને ડામવા માટે કમર કસી હોય તેમ દારૂના મોટા જથ્થા સાથે આવા બુટલેગરોને ઝડપી પાડતી હોય છે.

  1. Navsari Crime News: વાંસદાના માનકુનિયા ગામેથી દેશી બનાવટની 2 બંદુકો સાથે 2 ઝડપાયા
  2. Navsari Crime News: અત્યંત ચકચારી ગણદેવી હત્યા કેસનો મુખ્ય આરોપી દમણથી ઝડપાયો

ABOUT THE AUTHOR

...view details