ETV Bharat / state

Navsari Crime News: અત્યંત ચકચારી ગણદેવી હત્યા કેસનો મુખ્ય આરોપી દમણથી ઝડપાયો

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 8, 2024, 6:37 PM IST

મિત્રની સોપારી આપીને હત્યા કરવાના ચકચારી બનાવનો મુખ્ય આરોપી દમણના બિયર બારમાંથી ઝડપાયો. ચીખલી પોલીસે ચોક્કસ બાતમીને આધારે મુખ્ય આરોપીને ઝડપી લીધો. આ કેસમાં પોલીસ કુલ 13 આરોપીની ધરપકડ કરી ચૂકી છે. હજૂ 1 આરોપી આ કેસમાં પોલીસની પહોંચથી દૂર રહ્યો છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Navsarai Gandevi Murder Case Main Accused Arrested Daman Chikhali Police Station

અત્યંત ચકચારી ગણદેવી હત્યા કેસનો મુખ્ય આરોપી દમણથી ઝડપાયો

નવસારીઃ ગણદેવીમાં ભૌતિક પટેલની હત્યાનો કેસ અત્યંત ચકચારી બન્યો હતો. આ કેસમાં ચીખલી પોલીસને મુખ્ય આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી છે. ચોક્કસ બાતમીને આધારે આ કેસમાં ચીખલી પોલીસે દમણના એક બિયર બારમાંથી મુખ્ય આરોપી કલ્પેશ પટેલની ધરપકડ કરી લીધી. આ કેસમાં પોલીસે 14માંથી 13 આરોપીની ધરપકડ કરી લીધી છે હવે માત્ર 1 આરોપી પોલીસની પહોંચથી દૂર છે. જેને ઝડપી લેવા માટે પોલીસે સઘન શોધ ખોળ હાથ ધરી છે.

મુખ્ય આરોપીએ વધુ 5નામ જણાવ્યાઃ દમણના બિયરબારમાંથી ઝડપાયેલ મુખ્ય આરોપી કલ્પેશ પટેલની ચીખલી પોલીસે પુછપરછ કરતા વધુ 5 આરોપીઓની માહિતી આપી હતી. ચીખલી પોલીસે સત્વરે આ 5 આરોપીઓની ધરપકડ કરી લીધી. તેથી હવે આ કેસમાં પોલીસને કુલ 14માંથી 13 આરોપીઓને પકડવામાં સફળતા મળી.

શું હતો ચકચારી બનાવ?: નવસારીના ગણદેવી તાલુકાના આંતલિયા ગામે રહેતા કલ્પેશ પટેલ અને બીલીમોરાની તીસરી ગલીના રીઢા ગુનેગારોની ટોળકી સાથે માથાકૂટ ચાલતી હતી. જેમાં 3 વર્ષ અગાઉ કલ્પેશના ભાઈની ઢોરમાર મારીને છાપરના ભૌતિક પટેલ તેના સાગરીતોએ હત્યા કરી હતી. આ કેસમાં ભૌતિક સહિતના આરોપીઓની ધરપકડ થઈ હતી. જો કે કલ્પેશ ભાઈની હત્યાનો બદલો માંગતો હતો. થોડા સમય બાદ જેલમાંથી પેરોલ પર છુટેલા ભૌતિકને યમધામ પહોંચાડવા કલ્પેશે પ્લાન બનાવ્યો. કલ્પેશે ભૌતિકના જ મિત્ર હર્ષ ટંડેલને 5 કરોડ રૂપિયાની સોપારી આપી હતી. સોપારી મળ્યા બાદ હર્ષ ટંડેલે ગત એપ્રિલ 2023માં પાર્ટી કરવાના બહાને અમલસાડ સ્થિત તેના રૂમ પર ભૌતિક પટેલને બોલાવ્યો. હર્ષ અને તેના સાથીદારોએ ભૌતિક પટેલની ઠંડા કલેજે હત્યા કરી દીધી હતી. હત્યા બાદ મૃતદેહને અમલસાડથી થોડે દૂર ભેંસલા ગામની સીમમાં રેલવે ટ્રેક પાસેની અવાવરૂ જગ્યામાં દાટી દીધો હતો. ભૌતિક પટેલ ગુમ થયાની પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી.

પોલીસ કાર્યવાહીઃ ભૌતિકની હત્યાના 8 મહિના બાદ ગત 26 નવેમ્બર 2023 ના રોજ નવસારી પોલીસે બાતમીને આધારે ભૌતિકની હત્યાનો ભેદ ઉકેલી, તેના મૃતદેહના અવશેષો બહાર કાઢ્યા હતા. તેમજ હત્યારા હર્ષ ટંડેલ સહિત 6 આરોપીઓની ધરપકડ કરી હતી. જો કે સોપારી આપનાર મુખ્ય આરોપી કલ્પેશ પટેલને ગંધ આવી જતા તે પોલીસના હાથમાંથી સરકી ગયો હતો. નવેમ્બરમાં ભાગેલો કલ્પેશ રાજસ્થાનના અલગ અલગ વિસ્તારોમાં રહ્યો હતો. નવસારીથી નજીકના દમણમાં છુપાયો હોવાની માહિતી મળતા જ ચીખલી પોલસે દમણથી તેને દબોચી લીધો. ગણદેવી કોર્ટમાં હાજર કરતા તેના 9 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. કલ્પેશના રિમાન્ડ દરમિયાન અન્ય 6 આરોપીઓના નામો ખુલ્યા હતા. જેમાં વડોદરાના કરજણ ખાતે રહેતા વિશાલ ડાભીયા, નવસારીના આંતલિયાના દીલ્પેશ પટેલ, ગણદેવીના વેગામની જીગ્નેષા ઉર્ફે જીજ્ઞા નાયકા, તુષાર ઉર્ફે તુલસી પારધી અને રવિકુમાર વર્માની ધરપકડ કરી, તેમને કોર્ટમાં રજૂ કરતા જ્યુડીશ્યલ કસ્ટડીમાં ધકેલાયા હતા. જયારે આજે વધુ એક આરોપી સારિક મકરાણીની ધરપકડ કરી છે. જોકે હજી પણ ભૌતિકની હત્યામાં સામેલ આદર્શ પટેલ પોલીસને હંફાવી રહ્યો છે.

26 નવેમ્બરના રોજ ગણદેવીમાં ભૌતિક પટેલ નામના યુવકની હત્યા થઈ હતી. મિત્રની હત્યા કરીને તેને દફનાવી દેનારા હત્યારાઓને નવસારી પોલીસે ગત નવેમ્બર 2023માં દબોચી લીધા હતા. હત્યાકાંડમાં સોપારી આપનારા મુખ્ય આરોપી કલ્પેશ પટેલને ચીખલી પોલીસે બાતમીને આધારે દમણથી પકડી પાડ્યો હતો. જેની પૂછપરછમાં મદદગારી કરનારા વધુ 5 આરોપીઓના નામ ખુલતા પોલીસે તમામની ધરપકડ કરી જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા, જયારે આજે વધુ એકની ધરપકડ કરી છે. આ કેસમાં હજુ એક હત્યારો પોલીસ પકડથી દૂર છે જેને પોલીસ શોધી રહી છે...વી. એન. પટેલ(ડીવાયએસપી, નવસારી)

  1. Morbi Crime : અકસ્માત કે હત્યા ? મોરબી ટ્રક અકસ્માતમાં મહિલાના મોત મામલે ચોંકવનારો ખુલાસો
  2. Honor Killing In UP: અફેરથી ગુસ્સે ભરાયેલા મામા-મામીએ તેમની ભત્રીજીનું ગળું દબાવીને હત્યા કરી નાખી, જાણો સમગ્ર મામલો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.