ગુજરાત

gujarat

Loksabha Election 2024: ઈન્ડિયા અલાયન્સે ભરૂચ બેઠક પર ચૈતર વસાવાની પસંદગી કરી, ભાજપ-કૉંગ્રેસ-આપની પ્રતિક્રિયા

By ETV Bharat Gujarati Team

Published : Feb 24, 2024, 6:16 PM IST

આગામી લોકસભા ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠક પર કૉંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. બંને પક્ષો વચ્ચે નક્કી થયા મુજબ ભરૂચ અને ભાવનગર બેઠક આમ આદમી પાર્ટીને ફાળવાઈ છે. કૉંગ્રેસના આ નિર્ણય સામે સ્વ. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે નારાજગી વ્યકત કરી છે. Loksabha Election 2024 Bharuch Seat

ઈન્ડિયા અલાયન્સે ભરૂચ બેઠક પર ચૈતર વસાવાની પસંદગી કરી
ઈન્ડિયા અલાયન્સે ભરૂચ બેઠક પર ચૈતર વસાવાની પસંદગી કરી

ભાજપ-કૉંગ્રેસ-આપની પ્રતિક્રિયા સામે આવી

નર્મદાઃ લોકસભા ચૂંટણી 2024માં ગુજરાતની 26 બેઠક પર કૉંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. ઈન્ડિયા અલાયન્સે ભાવનગર અને ભરુચ બેઠક આમ આદમી પાર્ટીને ઉમેદવાર ઊભા રાખવાની તક આપી છે. જેમાં આમ આદમી પાર્ટીએ ભાવનગર બેઠક પરથી ઉમેશ મકવાણા અને ભરૂચ બેઠક પર ચૈતર વસાવાને ઉમેદવાર બનાવ્યા છે. ભરુચ બેઠક કૉંગ્રેસ માટે અત્યંત મહત્વની ગણાય છે. ચૈતર વસાવા પોતાને તક મળતા ઉત્સાહી છે. જ્યારે ભાજપ આત્મવિશ્વાસથી ભરપૂર જોવા મળ્યો છે. ભરુચ બેઠક પર ચૈતર વસાવાની પસંદગી થતાં જ ભાજપ-કૉંગ્રેસ-આપની પ્રતિક્રિયા સામે આવી છે.

ભાજપની પ્રતિક્રિયાઃ સાંસદ મનસુખ વસાવા ભાજપની જીત માટે બહુ આત્મવિશ્વાસુ છે. તેઓ કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનને નબળું ગણી રહ્યા છે. મનસુખ વસાવાએ જ્યારે કૉંગ્રેસ અને બીટીપી મજબૂત હતા ત્યારે ભાજપ સફળ રહ્યો હોવાનું જણાવીને અત્યારની પરિસ્થિતિને ભાજપ માટે સરળ ગણાવી રહ્યા છે.

ભારતીય જનતા પાર્ટી એટલી મજબૂત બની ચૂકી છે કે વિરોધ પક્ષો હવે હવાતિયાં મારે છે. આજે જે. પી. નડ્ડાના નેતૃત્વમાં અમારુ સંગઠન એટલું મજબૂત છે. અમે તમામ બેઠકો રમતાં રમતાં જીતી જવાના છે. કૉંગ્રેસ ખલાસ થઈ ગઈ છે અને આપ તો હજૂ ખૂણામાં છે. અમે અગાઉ ભરૂચમાં અહેમદ પટેલ હતા અને કૉંગ્રેસનો સૂરજ સોળે કળાએ તપાવતા હતા અને BTP પણ મજબૂત હતી. તે સમયે પણ ભાજપે શ્રેષ્ઠ પ્ર દર્શન કર્યુ હતું. અત્યારે તો ભાજપ માટે સ્થિતિ બહુ સરળ છે...મનસુખ વસાવા(સાંસદ, ભરુચ)

ભરુચ બેઠક માટે ઈન્ડિયા અલાયન્સ દ્વારા મારા નામની રજૂઆત કરવામાં આવી છે. હું આ નિર્ણયને આવકારુ છું. અમે આ બેઠક જીતીને કૉંગ્રેસના સ્વ. અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ પાઠવીશું...ચૈતર વસાવા(ધારાસભ્ય, આમ આદમી પાર્ટી)

ભરુચ બેઠક પર ઉમેદવારના નિર્ણયને લઈને હું દિલ્હી જઈ હાઈકમાન્ડને મળવાનો છું. હજૂ તો નામાંકનને બહુ વાર છે કંઈપણ થઈ શકે છે. ચૈતર વસાવાએ બેઠક જીતીને સ્વ. અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ આપવાનું નિવેદન કર્યુ છે. આ નિવેદનને હું વેલકમ કરું છું...ફૈઝલ પટેલ(નેતા, કૉંગ્રેસ)

  1. Loksabha Election 2024: સંત, સુરા અને સાવજની ભૂમિ એટલે જૂનાગઢ લોકસભા બેઠક, જાણો શું છે રાજકીય ઇતિહાસ?
  2. Lok Sabha Seat Sharing : કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે દિલ્હીમાં લોકસભા ચૂંટણી માટે ગઠબંધન, સીટ વહેંચણી નક્કી

ABOUT THE AUTHOR

...view details