ગુજરાત

gujarat

Kutch News : અમેરિકાના દંપતિ દ્વારા કચ્છી હસ્તકળાના અદભૂત નમૂનાઓ કચ્છના LLDC મ્યુઝિયમને સોંપવામાં આવ્યાં

By ETV Bharat Gujarati Team

Published : Feb 17, 2024, 9:54 AM IST

અમેરિકાનું દંપતિ કે જે 55 વર્ષમાં કચ્છની 20થી પણ વધુ મુલાકાતો લઈ ચૂક્યું છે. તેમની મુલાકાતો દરમિયાન કચ્છની ભરતકામ કરતી બહેનો પાસેથી વિવિધ 100 કરતા પણ વધુ નમૂનાઓ ખરીદીને સંગ્રહ કર્યો હતો. તે તમામ કચ્છી હસ્તકળાના નમૂનાઓ ફરી કચ્છ પરત આવ્યા છે. કચ્છના શ્રુજનના અજરખપુર ખાતેના એલએલડીસી ક્રાફ્ટ મ્યૂઝિયમમાં તે પ્રદર્શિત કરવામાં આવશે.

Kutch News : અમેરિકાના દંપતf દ્વારા કચ્છી હસ્તકળાના અદભૂત નમૂનાઓ કચ્છના LLDC મ્યુઝિયમને સોંપવામાં આવ્યાં
Kutch News : અમેરિકાના દંપતf દ્વારા કચ્છી હસ્તકળાના અદભૂત નમૂનાઓ કચ્છના LLDC મ્યુઝિયમને સોંપવામાં આવ્યાં

100 કરતા વધુ નમૂનાનો સંગ્રહ

કચ્છ : કચ્છ એ હસ્તકળાના કારીગરો માટે પ્રખ્યાત છે અને કચ્છમાં વિવિધ હસ્તકલા સાથે જોડાયેલા કારીગરો છે. ખાસ કરીને કચ્છની ભરતકામની હસ્તકલાના પ્રેમીઓ વિશ્વભરમાં જોવા મળે છે ત્યારે વખતોવખત કચ્છની મુલાકાતે આવતા વિદેશી પ્રવાસીઓ પણ કચ્છની હસ્તકલાથી પ્રભાવિત થઈને કચ્છી કળાના નમૂનાઓ ખરીદતા હોય છે અને એક યાદ સ્વરૂપે પોતાના વતન સાથે લઈ જતા હોય છે. આવું જ એક અમેરિકન દંપતિ વિકી અને રિચર્ડ એલસન કે જેઓ પણ કચ્છી ભરતકામથી ખૂબ જ પ્રભાવિત થયું હતું અને તેમણે અનેક વખત કચ્છની મુલાકાત કરી હતી.

1970માં પ્રથમ વખત કચ્છની મુલાકાત : વર્ષ 1969માં જ્યારે કચ્છમાં દુષ્કાળ પડયો ત્યારે શ્રુજનના સંસ્થાપક ચંદાબેન શ્રોફ કે જે કાકીના નામથી પ્રખ્યાત હતા તેમણે કચ્છના ગામડાઓની ભરતકામ કરતી બહેનોને પ્રોત્સાહન આપીને તેઓ પગભર થાય અને રોજગારી મેળવે તેવા પ્રયત્નો કર્યા હતા. તો આ જ સમયગાળા દરમિયાન વર્ષ 1970માં અમેરિકાના લોસ એન્જલ્સથી કચ્છના પ્રવાસે આવેલા દંપતિ વિકી અને રીચર્ડ એલસન બન્ની - પચ્છમના ગામડાઓમાં ફરી રહ્યા હતા અને ત્યાંની ગ્રામીણ બહેનો દ્વારા કરાતાં કચ્છી ભરતકામ જોઈને પ્રભાવિત થયા હતા અને આ કલાને વધુ સમજવા અને જાણવા માટે ઊંડાણમાં ઉતર્યા હતા.

અમેરિકન દંપતિ વિકી અને રીચર્ડ એલસન

Dowries From Kutchનામનું પુસ્તક : અમેરિકાના આ દંપતિ દ્વારા 55 વર્ષમાં કચ્છની 20 વખતથી પણ વધુ મુલાકાતો દરમ્યાન ભરતકામ કરતી બહેનો પાસેથી વિવિધ હસ્તકળાના નમૂનાઓ ખરીદીને સંગ્રહ કર્યો હતો. આ ઉપરાંત વિકી એલસને સમાજના રીત-રિવાજ મુજબ આણા એટલે કે દહેજમાં અપાતા ભરત ભરેલા વસ્ત્રોની વિગતો મેળવીને Dowries From Kutch નામનું પુસ્તક પણ લખ્યું હતું.જેને પણ ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો.

વર્ષો જૂના કચ્છી ભરતકામના નમૂના

100થી વધુ પરંપરાગત ભરતકામના વર્ષો જૂના કલેક્શન : શ્રુજન એલ.એલ.ડી.સી.ના સી.ઇ.ઓ. અને મેનેજિંગ ટ્રસ્ટી અમીબેન શ્રોફ પોતાની અમેરિકાના લોસ એન્જલસની મુલાકાત સમયે વિકીને એલસનને મળ્યા હતા. તેમના કચ્છી હસ્તકળા ભરતકામના વિવિધ નમૂનાઓનો અલભ્ય સંગ્રહ જોઈને અભિભૂત થયા હતા. તે દિવસથી જ આ ખજાનો કચ્છ પરત કેમ લાવી શકાય તે માટેના તેમણે પ્રયત્નો શરૂ કર્યા હતા અને આખરે તેમાં તેઓ સફળ થયા હતા. લગભગ 100 કરતા પણ વધારે પરંપરાગત ભરતકામના વર્ષો જૂના કલેક્શનને અજરખપુરના એલએલડીસી ક્રાફ્ટ મ્યૂઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવશે.

1970માં જ્યારે વિકી એલસન કચ્છ આવી હતી ત્યારે કચ્છની એમ્બ્રોડરી વર્ક જોઈને પ્રભાવિત થઈ ગઈ હતી અને ત્યાર બાદ તે વારંવાર કચ્છ આવીને કચ્છના ગામડાઓ ફરીને જુદી જુદી કચ્છી હસ્તકલાના નમૂનાઓ ખરીદ્યા હતા. વિકી દ્વારા સંગ્રહિત કરવામાં આવેલ નમૂનાઓનો યુએસમાં પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. વિકી દ્વારા કલેક્ટ કરવામાં આવેલ કૃતિઓમાંથી કેટલીક કૃતિઓ ત્યાંના મ્યુઝિયમમાં રાખવામાં આવી અને બાકીનું જે કલેક્શન છે તે જ્યારે કચ્છ આવીને એલ.એલ.ડી.સી મ્યુઝિયમના મુલાકાત દરમિયાન જાણ્યું કે આ મ્યુઝિયમમાં તેના દ્વારા કરવામાં આવેલ હસ્તકળાના નમૂનાઓને એકદમ સાચવીને જાળવણી કરી શકાશે અને યુવા કારીગરો પણ વર્ષો જૂના નમૂના જોઈને પ્રેરણા પણ મેળવી શકે તે માટે તમામ નમૂનાઓ આ મ્યુઝિયમમાં આપવામાં આવ્યા છે...અમીબેન શ્રોફ( મેનેજિંગ ટ્રસ્ટી શ્રુજન )

મ્યુઝિયમમાં કલેક્શન મુકાયાનો સંતોષ : વિકી એલસને પણ પોતાની કચ્છની મુલાકાતો દરમિયાન ઉત્સાહભેર સંગ્રહિત કરાયેલો ખજાનો શ્રુજનમાં મુકાયા બાબતે સંતોષ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે મે 20 વખત કચ્છની મુલાકાત લીધી છે. જ્યારે છેલ્લી વખત મુલાકાતે આવી હતી ત્યારે આ મ્યુઝિયમમાં મુલાકાત લીધી હતી અને જાણીને ખૂબ આનંદ થયો કે આ મ્યુઝિયમ કચ્છની કલાની જાળવણી તેમજ કારીગરોને આગળ લઈ જવા માટે ખૂબ સારા પ્રયત્નો કરી રહ્યું છે ત્યારે મારા દ્વારા સંગ્રહિત કરવામાં આવેલ નમૂનાઓ આ જગ્યા સિવાય બીજે ક્યાંય સાવચેતીપૂર્વક જાળવી ના શકાય માટે મારું તમામ કલેક્શન મે અહીં આપ્યું છે.

કચ્છના લોકો કચ્છની સંસ્કૃતિ અને કચ્છી કળાથી ખૂબ જ પ્રભાવિત થઈ હતી અને ગામમાં મહિલાઓ ભરતકામ કરી રહી હતી. ત્યારે પ્રથમ વખત 1970ના સમયમાં મુલાકાત સમયે દુષ્કાળ પડ્યો હતો અને કચ્છી મહિલા પાસેથી એક નમૂનો ખરીદવાની વાત કરી હતી અને 20થી 30 રૂપિયાના નમૂનાના હું 40થી 50 રૂપિયા આપતી હતી અને અન્ય લોકો પણ પોતાની કલાની કૃતિઓ મને બતાવવા આવતા અને હું મોટી માત્રામાં લોકો પાસેથી નમૂનાઓ ખરીદતી હતી અને ક્યારેય પણ ભાવતોલ નથી કર્યાં અને લોકોને ખુશ કર્યા છે...વિકી એલસન ( કચ્છી કળાના ચાહક અમેરિકન )

યુવા કારીગરોને મદદરૂપ થશે વર્ષો જૂના નમૂનાઓ:રિચર્ડ એલસને જણાવ્યું હતું કે વિકી દ્વારા કલેકટ કરવામાં આવેલ આ તમામ બેનમૂન કૃતિઓ લર્નિંગ એન્ડ લિવિંગ ડિઝાઇન સેન્ટરના ક્રાફટ મ્યુઝિયમની વિવિધ ગેલેરીઓમાં પ્રદર્શિત કરવામાં આવશે તે જાણીને ખૂબ આનંદ થયો. કારણ કે આ મ્યુઝિયમ સિવાય કોઈ ચોક્કસ બીજું સ્થળ ના હોય શકે.અહીં આ નમૂનાઓને ખૂબ સારી રીતે જાળવણી થશે તેની ખાતરી છે. ભારતની મુલાકાતે આવતા દેશ વિદેશના પ્રવાસીઓ પણ આ નમૂનાઓને જોઈ શકશે તેના પર અભ્યાસ પણ કરી શકશે.

  1. "દુનિયાનો છેડો ઘર" 35 વર્ષે વતન પરત ફરેલી કચ્છી મહિલાને ખેતીએ આપ્યો સાથ, રમીલાબેનની સક્સેસ સ્ટોરી
  2. Kutchi Kharek GI Tag : કચ્છી ખારેકને મળ્યો GI ટેગ, ખારેકના નિકાસ મૂલ્ય અને બ્રાન્ડિંગમાં આવશે તેજી

ABOUT THE AUTHOR

...view details