ગુજરાત

gujarat

International Drug Syndicate: ગુજરાત એટીએસે ઈન્ટરનેશનલ ડ્રગ સિન્ડિકેટના 3 આરોપીઓ ઝડપ્યા, 6 હજૂ પણ વોન્ટેડ

By ETV Bharat Gujarati Team

Published : Mar 6, 2024, 8:48 PM IST

ગુજરાત એટીએસે પાકિસ્તાની ડ્રગ માફીયા સાથે મળી ગેરકાયદેસર હેરોઈનના જથ્થાને ઓમાનના દરીયામાંથી ગુજરાતના વેરાવળના દરીયા કિનારે ઉતારીને દિલ્હીમાં ડીલીવરી કરવાના ઈન્ટરનેશનલ ડ્રગ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. International Drug Syndicate Gujarat ATS

ગુજરાત એટીએસે ઈન્ટરનેશનલ ડ્રગ સિન્ડિકેટના 3 આરોપીઓ ઝડપ્યા
ગુજરાત એટીએસે ઈન્ટરનેશનલ ડ્રગ સિન્ડિકેટના 3 આરોપીઓ ઝડપ્યા

6 હજૂ પણ વોન્ટેડ

અમદાવાદઃ ગુજરાત એટીએસને આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટનો પર્દાફાશ કરવામાં સફળતા મળી છે. આ સિન્ડિકેટના 3 આરોપીઓને ગુજરાત એટીએસે ઝડપી લીધા છે. જ્યારે વધુ 6 આરોપીઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે ઝડપેલા 3 આરોપીઓમાં તાહિરા ઈશા રાવ, અરબાઝ ઈશા રાવ અને રિઝવાન તૈયબનો સમાવેશ થાય છે.

ઈન્ટરનેશનલ ડ્રગ સિન્ડિકેટઃ આ ડ્રગ સિન્ડિકેટ ઈન્ટરનેશનલ લેવલનું છે. જેમાં ઈશા હુસૈન રાવ હાલમાં આફ્રિકન દેશોમાં છે. ઈશા હુસેન રાવે ગઈ સાલના સપ્ટેમ્બર કે ઓક્ટોબર મહિનામાં હેરોઈનનો જથ્થો પાકિસ્તાનના મુર્તુઝા મારફતે દરીયામાં વેરાવળની બોટ હેમ મલ્લિકાના ટંડેલ ધર્મેન્દ્ર ગોડને ડીલીવરી કરાવી હતી. વેરાવળના દરીયા કિનારે આ હેરોઈનનો જથ્થાને ઉતારી ઈશા રાવની દીકરી માસુમા તથા તેનો ફિયાન્સે રિઝવાન રાજસ્થાનના બીયાવર ખાતે જામનગરના આસિફ સમાની ઈકો કારમાં ડીલીવરી કરાવી હતી. ત્યારબાદ આસિફ સમાએ દિલ્હી તિલકનગરમાં કોઈ નાઇજીરીયન અથવા સાઉથ આફ્રિકન વ્યક્તિને ડીલીવરી કરી હતી.

પોલીસ કાર્યવાહીઃ ગુજરાત એટીએસના પીએસઆઈ બી.એમ.પટેલને ગુપ્ત રાહે આ ઈન્ટરનેશનલ ડ્રગ સિન્ડિકેટ અંગે બાતમી મળી હતી. જેમાં પાકિસ્તાની નાગરિક મુર્તુઝાએ પોતાની બોટમાં ૮ કિલો હેરોઈનનો જથ્થો લાવી ઓમાનના દરીયા નજીક ઈન્ટરનેશનલ વોટરમાં વેરાવળની ફીશીંગ બોટ હેમ મલ્લિકાના ટંડેલ ધર્મેન્દ્ર ગોડને ડીલીવરી આપી હતી. આ તમામ આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ. એક્ટની કલમ 8(c), 22(C), 23(C), 29 અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે. પકડાયેલ 3 આરોપીઓને કોર્ટમાં રજૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમજ અન્ય 6 આરોપીઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.

વોન્ટેડ આરોપીઓઃ ગુજરાત એટીએસ દ્વારા પર્દાફાશ કરાયેલા ઈન્ટરન્શનલ ડ્રગ સિન્ડિકેટના 6 વોન્ટેડ આરોપીઓમાં ઈશા હુસેન રાવ, માસુમા રાવ આસિફ સમા, ધર્મેન્દ્ર ગોડ(કશ્યપ), પાકિસ્તાની નાગરિક મુર્તુઝા અને નાઈજીરિયન અથવા સાઉથ આફ્રિકન નાગરિકનો સમાવેશ થાય છે.

ગુજરાત એટીએસના પીએસઆઈ બી.એમ.પટેલને ગુપ્ત રાહે આ ઈન્ટરનેશનલ ડ્રગ સિન્ડિકેટ અંગે બાતમી મળી હતી. જેમાં પાકિસ્તાની નાગરિક મુર્તુઝાએ પોતાની બોટમાં ૮ કિલો હેરોઈનનો જથ્થો લાવી ઓમાનના દરીયા નજીક ઈન્ટરનેશનલ વોટરમાં વેરાવળની ફીશીંગ બોટ હેમ મલ્લિકાના ટંડેલ ધર્મેન્દ્ર ગોડને ડીલીવરી આપી હતી. ગુજરાત એટીએસ દ્વારા તાહિરા ઈશા રાવ, અરબાઝ ઈશા રાવ અને રિઝવાન તૈયબની ધરપકડ કરી લેવામાં આવી છે...એસ.એલ. ચૌધરી(ડીવાયએસપી, અમદાવાદ)

  1. Morbi Drug Crime : મોરબીમાં ડ્રગના દાનવનો પગપેસારો, 2 લાખનું મેફેડ્રોન ડ્રગ ઝડપાયું
  2. Drugs Seized In Kutch : ભુજ બીએસએફને ચરસના 2 પેકેટ મળ્યાં, આ વખતે ક્યાંથી મળ્યાં જાણો

ABOUT THE AUTHOR

...view details