ETV Bharat / state

Drugs Seized in Kutch : ભુજ બીએસએફને ચરસના 2 પેકેટ મળ્યાં, આ વખતે ક્યાંથી મળ્યાં જાણો

author img

By

Published : Jun 18, 2022, 8:05 PM IST

Drugs Seized in Kutch : ભુજ બીએસએફને ચરસના 2 પેકેટ મળ્યાં, આ વખતે ક્યાંથી મળ્યાં જાણો
Drugs Seized in Kutch : ભુજ બીએસએફને ચરસના 2 પેકેટ મળ્યાં, આ વખતે ક્યાંથી મળ્યાં જાણો

કચ્છમાંથી ચરસના પેકેટ (Drugs Seized in Kutch) મળી આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે ભુજ બીએસએફ (Bhuj BSF) બટાલિયન 18ના જવાનોની ટીમને પેટ્રોલિંગ દરમિયાન જખૌ દરિયાઈ સીમા નજીકના સથવારા બેટમાંથી ચરસના 2 પેકેટ (BSF again found 2 packets of charas from Jakhauna Satwara bet) મળી આવતા જપ્ત કરવામાં આવ્યા છે.

કચ્છ : સરહદી જિલ્લા કચ્છમાં દરિયાઈ સીમાથી અવારનવાર કેફી દ્રવ્યો (Drugs Seized in Kutch) મળી આવવાના કિસ્સાઓ બન્યા છે. કચ્છનાં દરિયાઈ સીમામાંથી ચરસના પેકેટ મળી આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે ભુજ બીએસએફ (Bhuj BSF) બટાલિયન 18ના જવાનોની ટીમને પેટ્રોલિંગ દરમિયાન જખૌ દરિયાઈ સીમા નજીકના સથવારા બેટમાંથી (BSF again found 2 packets of charas from Jakhauna Satwara bet)ચરસના 2 પેકેટ મળી આવતા જપ્ત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ Charas found near Luna Bet : જખૌના લુણા બેટ પાસેથી બીએસએફને ચરસના 3 આખા તથા 1 ખાલી પેકેટ મળી આવ્યા

જખૌના દરિયાઈ સીમામાંથી ચરસના પેકેટ મળી આવ્યા -કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી ખાસ કરીને ભારત પાકિસ્તાનની બોર્ડર પરથી અવારનવાર ડ્રગ્સનો જથ્થો તેમજ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી છે. ઉપરાંત પાકિસ્તાની બોટો અને માછીમારો પણ ઝડપાયા છે ત્યારે હવે કચ્છના જખૌના દરિયાઈ વિસ્તારના સથવારા બેટમાંથી બીએસએફના જવાનોને પેટ્રોલિંગ કરતા સમયે બિનવારસુ હાલતમાં ચરસના 2 પેકેટ મળી આવ્યા છે.

આ પણ વાંચોઃ Jakhau Port Drug Case : ATS દિલ્હીની જેલમાંથી ત્રણ આરોપીની ધરપકડ કરી, સામે આવ્યું મુખ્ય આરોપીનું નામ

જુદી જુદી એજન્સીઓએ 1500 થી વધુ ચરસના પેકેટ જપ્ત કર્યા છે -જપ્ત કરાયેલા પેકેટના પેકેજિંગ પર "અરેબિકા પ્રીમિયમ ઇગોઇસ્ટ કાફે, વેલ્વેટ" લખેલું છે. ભૂતકાળમાં BSF, ગુજરાત પોલીસ, કોસ્ટગાર્ડ, કસ્ટમ્સ દ્વારા જખૌ બંદર અને ક્રીક વિસ્તારમાંથી આવા જ ચરસના પેકેટો મળી આવ્યા છે. સંભવતઃ આ ચરસના પેકેટ, પાકિસ્તાન તરફથી આવતા દરિયાઈ મોજા દ્વારા લઈ જવામાં આવે છે, તે ભારતીય સરહદમાં પ્રવેશ કરે છે, જેને BSF અને અન્ય એજન્સીઓએ શોધી કાઢ્યા છે. BSF અને અન્ય તમામ એજન્સીઓએ 20મી મે 2020થી અત્યાર સુધીમાં 1500થી વધુ ચરસના પેકેટ જપ્ત કર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.