ગુજરાત

gujarat

Union Budget 2024 : સુરતના જ્વેલરી અને હીરા ઉદ્યોગ સાથે જોડાયેલ જનતાની કેન્દ્ર સરકારથી શું આશા ?, બજેટ પૂર્વ મોકલી ભલામણ

By ETV Bharat Gujarati Team

Published : Jan 28, 2024, 1:33 PM IST

આગામી મહિનામાં કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવનાર છે. જેમાં વિવિધ ક્ષેત્રોના વેપારીઓની વિવિધ આશા અને અપેક્ષા છે. ત્યારે GJEPC અને હીરા ઉધોગ દ્વારા બજેટ પૂર્વે નાણાંપ્રધાન નિર્મલા સીતારામનને અનેક ભલામણો મોકલવામાં આવી છે.

Etv Bharat
Etv Bharat

જ્વેલરી અને હીરા ઉદ્યોગ સાથે જોડાયેલ જનતાની માંગ

સુરત :વિશ્વના 100 માંથી 90 હીરાનું કટિંગ અને પોલિશિંગ સુરતમાં થાય છે. વિશ્વભરમાં જે ડાયમંડ જ્વેલરી તૈયાર કરવામાં આવે છે, તેમાં જે હીરા લગાડવામાં આવે છે તે સુરતમાં તૈયાર થાય છે. હાલના દિવસોમાં જ્વેલરી ક્ષેત્ર સહિત સીબીડી ડાયમંડને લઈ સુરત પ્રખ્યાત છે. ફેબ્રુઆરીમાં કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવશે ત્યારે સુરત જ્વેલરી એકસપોર્ટ પ્રમોશન કાઉન્સિલ અને હીરા ઉધોગ દ્વારા બજેટ પૂર્વે નાણાંપ્રધાન નિર્મલા સીતારામનને અનેક ભલામણો મોકલવામાં આવી છે.

જ્વેલરી ક્ષેત્રની જરૂરીયાત :GJEPC દ્વારા મુખ્ય માંગણીમાં ઇન્ડસ્ટ્રીએ સ્પેશિયલ નોટિફાઇડ ઝોનમાં (SNZ) ટેક્સ ફ્રી હીરા વેચાણની છુટ આપવા માંગ કરવામાં આવી છે. કટ એન્ડ પોલીશ્ડ ડાયમંડમાં ઈમ્પ્રેસ્ટ લાઈસન્સને ફરીથી કાર્યરત કરવામાં આવે કે જેથી એક્સપોર્ટર્સ કટ, પોલીશડ ડાયમંડના અમુક સ્ટોક, ઇમ્પોર્ટ ડ્યૂટી ભર્યા વગર પાછો ઈમ્પોર્ટ કરી શકે. આ ઉપરાંત મૂવર્સ સ્કીમને ડાયમંડ ઈન્ડસ્ટ્રી માટે પણ લાગુ કરવા રજૂઆત કરવામાં આવી છે.

ઈમ્પોર્ટ ડ્યુટી ઘટાડવા માંગ :જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, એક્સપોર્ટર્સ CPD ને ભારતમાં ઇમ્પોર્ટ કરી એનું ફિનિશિંગ કર્યા પછી ફરીથી એક્સ્પોર્ટ કરી શકે. એની સાથે CPD ની ઈમ્પોર્ટ ડ્યૂટી 5% થી ઘટાડી 2.5% કરવા પણ માંગ કરવામાં આવી છે. MOOWR સ્કીમને ડાયમંડ ઈન્ડસ્ટ્રી માટે પણ લાગુ કરવામાં આવે, જેથી એક્સપોર્ટર્સ CPD ને ભારતમાં ઇમ્પોર્ટ કરી એનું ફિનિશિંગનું કામ કર્યા પછી ફરીથી એક્સ્પોર્ટ કરી શકે.

હીરા વેપારીઓની આશા :હીરાના વેપારી ગૌરવ શેટ્ટીએ જણાવ્યું હતુ કે, રફ ડાયમંડ માટે સ્પેશિયલ નોટિફાઇડ ઝોનમાં મોટા માઈનર સિવાય અન્ય નાના માઇનર્સ અને ટ્રેડિંગ સંસ્થાઓને પણ હીરા પ્રદર્શનની છૂટ મળે. સ્પેશિયલ નોટિફાઇડ ઝોનમાં કોઈ પણ પ્રકારના ટેક્સ વિના હીરા વેચાણની છૂટ આપવામાં આવે. 2 ફેબ્રુઆરી 2022 પહેલા ઇમ્પોર્ટ કરવામાં આવેલા સોન (Sawn) ડાયમંડ ઉપર પણ ઇમ્પોર્ટ ડ્યૂટી નહીં લાગે તે ચોખવટ કરવામાં આવે.

રત્ન કલાકારો માટે આવાસની માંગ :ડાયમંડ એસોસિએશનના પ્રમુખ જગદીશ કુંઢએ જણાવ્યું હતું કે, ગોલ્ડ, પ્લેટિનમ અને સિલ્વર પ્રોડક્ટમાં રેટ અને રિફંડ EDI સિસ્ટમ મારફત કાર્યરત કરવામાં આવે, જે હાલમાં મેન્યુઅલ થાય છે. ઇમ્પોર્ટ ડ્યૂટી 15% થી ઘટાડી 4% કરવામાં આવે સાથે જેમ સ્ટોન કટ અને પોલીશ્ડ જેમ સ્ટોનની ઇમ્પોર્ટ ડ્યૂટી 5% થી ઘટાડી 2.5% કરવામાં આવે. ઉદ્યોગમાં કાર્યરત રત્ન કલાકારો માટે આવાસની ફાળવણી કરવામાં આવે.

  1. Union Budget 2024-25 : કેન્દ્રીય બજેટને લઈને કચ્છના વેપારીઓની આશા-અપેક્ષા શું છે ?
  2. Union Budget 2024-25: જાણો બંધારણમાં 'બજેટ' શબ્દનો ઉલ્લેખ કેમ નથી થયો?

ABOUT THE AUTHOR

...view details