ગુજરાત

gujarat

કોન્સ્ટેબલે PSIની ઓળખ આપીને દંપત્તી પાસેથી 4 લાખ ખંખેર્યા, તેના જ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ

By ETV Bharat Gujarati Team

Published : Feb 8, 2024, 12:35 PM IST

ખાખીને દાગદાર કરતી વધુ એક ઘટના દેવગઢ બારીયા માંથી સામે આવી છે. દેવગઢ બારીયા પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્ટેબલ તરીકે ફરજ બજાવતા એક પોલીસ કર્મચારી સામે તેના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જેના પગલે પોલીસ બેડામાં પણ ચક્ચાર મચી ગઈ છે. શું છે સમગ્ર મામલો જાણો અહીં...

કોન્સ્ટેબલે PSIની ઓળખ આપીને દંપત્તી પાસેથી 4 લાખ ખંખેર્યા
કોન્સ્ટેબલે PSIની ઓળખ આપીને દંપત્તી પાસેથી 4 લાખ ખંખેર્યા

કોન્સ્ટેબલે PSIની ઓળખ આપીને દંપત્તી પાસેથી 4 લાખ ખંખેર્યા

દાહોદ: દેવગઢ બારીયા પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં અનિલ સોલંકી નામના પોલીસકર્મી છેતરપિંડીના કેસમાં વિવાદોમાં ઘેરાયા છે. હરિયાણાના ફરીદાબાદના રહેવાશી અને વ્યવસાયે એડવોકેટ જસવીર અમર સિંહ તથા તેમના પોલીસકર્મી પત્નીએ દેવગઢ બારીયાના આ પોલીસ કોન્સ્ટેબલ વિરૂદ્ધ છેતરપિંડી કરીને પૈસા પડાવી લેવાની ફરિયાદ નોંધાવી છે. આ દંપતીએ દેવગઢ બારીયાના પોલીસ કોન્સ્ટેબલ અનિલ સોલંકીએ દેવગઢ બારીયાના PSI હોવાની ખોટી ઓળખ આપીને દંપત્તીને વિશ્વાસમાં લઈ તેમની પાસેથી ટુકડે-ટુકડે ૨ લાખથી વધુની માતબર રકમ પડાવી લઈને છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવી છે.

પોલીસ કોન્સ્ટેબલ સામે ફરિયાદ: સાયબર ક્રાઈમને લગતી કોઈ પ્રક્રિયાના ભાગરૂપે આ દંપત્તીનું બેન્ક એકાઉન્ટને ફ્રિઝ કરવામાં આવ્યું હતું. અને આ બેન્ક એકાઉન્ટ અનફ્રિઝ કરવા માટે આરોપી પોલીસકર્મીએ ફરિયાદી પાસેથી પૈસાની માંગણી કરી હતી. ફરિયાદી એડવોકેટ જસવીર અમર સિંહે દેવગઢબારીયા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર પોલીસબેડામાં ચકચાર મચી ગયો છે.

શું છે સમગ્ર મામલો:ફરિયાદી જસવીર અમર સિંહ અને તેમના પત્ની કોમલબેનનું બેન્ક એકાઉન્ટ કોઈ કારણોસર ફ્રીઝ કરવામાં આવ્યું હતું. જેના માટે આ દંપતીએ દાહોદ પોલીસ મથકમાં જાણ કરી હતી જોકે, તે સમયે કોઈએ ફોન રિસીવ કર્યો ન હતો પરંતુ થોડા સમય બાદ આરોપી પોલીસકર્મી અનિલ સોલંકીએ સામેથી ફરિયાદીનો સંપર્ક કર્યો અને અમરસિંહના પત્ની કોમલ બેન પાસેથી એકાઉન્ટ અનફ્રિઝ કરવા માટે પૈસાની માંગણી કરી હતી. ફરિયાદી પાસે આરોપી પોલીસકર્મીને ટૂકડે-ટૂકડે 2 લાખ રૂપિયા જેવી રકમ આપી હોવાનું પણ જણાયું હતું. આથી આરોપી પોલીસ કોન્સ્ટેબલ વિરૂદ્ધ આઈપીસીની કલમ ૪૦૯, ૪૨૦, ૧૭૦ મુજબ છેતરપિંડી અને વિશ્વાસઘાતની જેવો કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

  1. Junagadh police: જુનાગઢ બી ડિવિઝનના PSIને જેલની હવા ખાવાનો વારો કેમ આવ્યો ? જાણો અહીં...
  2. Vadodara News: પોલીસને ચકમો આપી પાસાનો કેદી હોસ્પિટલમાંથી છૂમંતર

ABOUT THE AUTHOR

...view details