ગુજરાત

gujarat

Bhavnagar News: ટેકમંજરી પ્રદર્શનમાં સીસીટીવીનો Equisafe અને ડ્રિંક એન્ડ ડ્રાઈવના ખાસ પ્રોજેક્ટ બન્યા આકર્ષણનું કેન્દ્ર

By ETV Bharat Gujarati Team

Published : Feb 10, 2024, 4:28 PM IST

Updated : Feb 10, 2024, 5:38 PM IST

ભાવનગર શહેરની જ્ઞાનમંજરી ઈનોવેટીવ યુનિવર્સીટીમાં ટેકમંજરી એક્ઝિબિશન યોજાયું. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા સમાજ અને સરકારને ઉપયોગી બનાવેલા પ્રોજેકટસ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ પ્રોજેકટ્સ વિશે ETV BHARATએ ખાસ માહિતી મેળવી છે. વાંચો વિગતવાર. Bahavnagar Gyanmanjari Innovative University Techmanjari Exhibition CCTV Equisafe Drink & Drive Case

સમાજ અને સરકારને ઉપયોગી બનાવેલા પ્રોજેકટસ
સમાજ અને સરકારને ઉપયોગી બનાવેલા પ્રોજેકટસ

બંને પ્રોજેક્ટ સમાજોપયોગી

ભાવનગરઃ ભાવનગર શહેરની જ્ઞાનમંજરી ઈનોવેટીવ યુનિવર્સીટી દ્વારા ટેકમંજરી એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા નાગરિકોની સુરક્ષા સલામતિ વધારતા પ્રોજેક્ટ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા. આ ઉપરાંત આ પ્રોજેક્ટ્સ સરકાર, પોલીસ વિભાગની અનુકુળતા પણ વધારનાર છે. જેમાં સીસીટીવીનો EuiSafe અને ડ્રિંક એન્ડ ડ્રાઈવના ખાસ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.

સીસીટીવીનો EuiSafe પ્રોજેક્ટઃ આધુનિક સમયમાં સીસીટીવી જેવા ઉપકરણો આવી ગયા છે. જ્યારે કોઈ અનિચ્છનિય બનાવ આ સીસીટીવીમાં કેદ થાય ત્યારે તેને શોધવા માટે ફૂટેજીસ ખંખોળવા પડે છે. કોમ્પ્યુટરમાં નિશ્ચિત મર્યાદામાં એક માસ સુધીના રેકોર્ડિંગ હાર્ડ ડિસ્કમાં થતું હોય છે. જો કોઈ અઘટિત ઘટના ઘટે તો તેને ખંખોળવા માટે ખાસો સમય લાગે છે, પછી તે કોમર્શિયલ હોય કે રહેણાકી ક્ષેત્ર હોય. પરંતુ તેમાં સરળતા લાવવાનું કામ ભાવનગરની જ્ઞાનમંજરી ઈનોવેટીવ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું છે.

સીસીટીવીનો EuiSafe પ્રોજેક્ટ

અમારો જે પ્રોજેક્ટ છે EuiSafe. જે સીસીટીવી કેમેરા અને તેના વીડિયોનું સર્વેલન્સ કરતો રહેશે. એમાં કોઈ હિંસક એક્ટિવિટી ડિટેક્ટ થશે ત્યારે ઓન ધ સ્પોટ મેસેજ કરશે. એટલે કે જેની પ્રોપર્ટી હશે તેને મેસેજ જશે. એ વ્યક્તિ ઘરે આવશે ત્યારે તે સમય મેસેજના આધારે સીસીટીવીમાં વીડિયો જોઈ શકશે. આથી તેને CCTVમાં રેકોર્ડીંગમાં શોધવામાં સમય નહી બગડે...સ્પર્શ નિમ્બાર્ક(પ્રોજેક્ટ બનાવનાર વિદ્યાર્થી, જ્ઞાનમંજરી ઈનોવેટિવ યુનિ., ભાવનગર)

ડ્રિંક એન્ડ ડ્રાઈવને અટકાવતો પ્રોજેક્ટઃઆજે માર્ગો પર ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસીસ વધી રહ્યા છે. ભાવનગરની જ્ઞાનમંજરી ઈનોવેટીવ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા પ્રોજેક્ટ બનાવીને આ દુર્ઘટનાઓને રોકવા માટે ટેકનોલોજી વિકસાવામાં આવી છે. આ ટેકનોલોજી દર્શાવતો પ્રોજેક્ટ પણ વિઝિટર્સમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આ પ્રોજેક્ટમાં ડ્રિંક કરેલી વ્યક્તિ કારમાં બેસે તો કાર સ્ટાર્ટ જ નહી થાય તેવી સીસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. જ્ઞાનમંજરી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ Drive Sober Safe Guard પ્રોજેક્ટ બનાવ્યો છે.

ડ્રિંક એન્ડ ડ્રાઈવના ખાસ પ્રોજેક્ટ

ડ્રાઈવ સેફ્ટી માટે અમે 1 સર્કિટ બનાવી છે જે કારની અંદર એક આલ્કોહોલ ડીટેક્ટર કિટ પણ મૂકી છે જે ગાડીના સ્ટીયરિંગ ઉપર ઈન્સ્ટોલ કરાઈ છે. જેમાં આલ્કોહોલ લીધેલ વ્યક્તિ ડ્રાઈવિંગ સીટ ઉપર બેસશે તરત જ ઓટોમેટિક ડિટેક્ટ થશે. ગાડીના ચાર દરવાજા લોક થશે તેમજ ઈગ્નિશિયન ઓફ થઈ જશે. આમ ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ ઘટી શકે છે. આ પ્રોજેક્ટથી પોલીસ તંત્રને પણ ફાયદો થશે...નૈમીશ જોશી(પ્રોજેક્ટના વિદ્યાર્થી, IT વિભાગ,ભાવનગર)

બંને પ્રોજેક્ટ સમાજોપયોગીઃ આજે આપણા ઘરમાં સીસીટીવી છે, પરંતુ કોઈ અઘટીત ઘટના ઘટી ગઈ છે કે કેમ તેનો તમને ખ્યાલ ત્યાં સુધી નથી આવતો જ્યાં સુધી તમે સીસીટીવીનું રેકોર્ડિંગને તપાસતા નથી. પરંતુ તેમાં જો સોફ્ટવેર હોય અને જેવી અઘટીત ઘટના ઘટે અને મેસેજ આવે તો તમે તાત્કાલિક સજાગ બનશો. આ સાથે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના કેસીસમાં વિદ્યાર્થીઓએ સ્ટીયરિંગ સીટ ઉપર બેસનાર વ્યક્તિએ આલ્કોહોલનું સેવન કર્યુ હોય તો કાર શરૂ ન થાય તેવો પ્રોજેક્ટ પણ સમાજ અને સરકાર માટે પ્રાથમિક દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે.

  1. ભુજના રિજનલ સાયન્સ સેન્ટરમાં વધુ બે આકર્ષણ ઉમેરાયા, વિજ્ઞાન ક્ષેત્રે રસ ધરાવતા લોકો માટે અદ્ભુત લ્હાવો
  2. Gandhinagar News: પાટનગરમાં દિવાળી વેકેશનમાં ઘરફોડ ચોરીના બનાવો અટકાવવા પોલીસ લાવી છે પ્રોજેક્ટ 'સતર્ક'
Last Updated : Feb 10, 2024, 5:38 PM IST

ABOUT THE AUTHOR

...view details