ગુજરાત

gujarat

Annual Player Contract: બીસીસીઆઈ દ્વારા ટીમ ઈન્ડિયાના પ્લેયર્સ માટે એન્યૂઅલ પ્લેયર કોન્ટ્રાક્ટ જાહેર કરવામાં આવ્યા

By ETV Bharat Gujarati Team

Published : Feb 28, 2024, 8:00 PM IST

બીસીસીઆઈ દ્વારા ટીમ ઈન્ડિયાના સીનિયર પ્લેયર્સ માટે એન્યૂઅલ પ્લેયર કોન્ટ્રાક્ટ જાહેર કરવામાં આવ્યા. આ કોન્ટ્રાક્ટમાંથી ઈશાન કિશન અને શ્રેયસ અય્યરને બાકાત રખાયા છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. BCCI Annual Player Contract

બીસીસીઆઈ દ્વારા ટીમ ઈન્ડિયાના પ્લેયર્સ માટે એન્યૂઅલ પ્લેયર કોન્ટ્રાક્ટ જાહેર કરવામાં આવ્યા
બીસીસીઆઈ દ્વારા ટીમ ઈન્ડિયાના પ્લેયર્સ માટે એન્યૂઅલ પ્લેયર કોન્ટ્રાક્ટ જાહેર કરવામાં આવ્યા

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCII) દ્વારા બુધવારે 2023-24 સીઝન માટે એન્યૂઅલ પ્લેયર કોન્ટ્રાક્ટ જાહેર કરવામાં આવ્યા. આ એન્યૂઅલ કોન્ટ્રાક્ટ 1 ઓક્ટોબર, 2023થી 30 સપ્ટેમ્બર 2024 સુધી અમલમાં રહેશે. આ કોન્ટ્રાક્ટમાં કુલ 30 પ્લેયર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમને ગ્રેડ એ+, ગ્રેડ એ, ગ્રેડ બી અને ગ્રેડ સી અનુસાર કરારબદ્ધ કરવામાં આવ્યા છે. આ ગ્રેડ અનુસાર તેમની વાર્ષિક આવક નક્કી કરવામાં આવી છે.

ઐયર અને ઈશાન કોન્ટ્રાક્ટમાંથી બહારઃ બીસીસીઆઈએ બેટ્સમેન શ્રેયસ અય્યર અને વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશનને આ કોન્ટ્રાક્ટમાંથી બાકાત રાખ્યા છે. જે ખેલાડીઓ આ સમયગાળામાં ઓછામાં ઓછી 3 ટેસ્ટ અથવા 8 વન ડે અથવા 10 T20 રમવાના માપદંડને પૂર્ણ કર્યા હોય તે આધારે ગ્રેડ માં સામેલ કરવામાં આવશે. ઉદાહરણ તરીકે, ધ્રુવ જુરેલ અને સરફરાઝ ખાને અત્યાર સુધીમાં 2 ટેસ્ટ મેચ રમી છે. જો તેઓ ધર્મશાલા ટેસ્ટ મેચ એટલે કે ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીની 5મી ટેસ્ટમાં ભાગ લે છે તો તેમને ગ્રેડ સીમાં સામેલ કરવામાં આવશે. આ પ્રકારની શરતો અનુસાર શ્રેયસ અય્યર અને ઈશાન કિશનને કોન્ટ્રાક્ટ માટે લાયક ગણવામાં આવ્યા નથી.

ગ્રેડ વાઈઝ પ્લેયર્સઃ રોહિત શર્મા અને વિરાટ કોહલી સહિત 4 ક્રિકેટરોને A+ ગ્રેડમાં મૂકવામાં આવ્યા છે. આર અશ્વિન અને હાર્દિક પંડ્યા સહિત કુલ 6 ક્રિકેટર્સ A ગ્રેડમાં વર્ગીકૃત કરાયા છે. ગ્રેડ બીમાં સૂર્યકુમાર યાદવ સહિત કુલ 5 ક્રિકેટર્સ છે. જ્યારે કુલ 15 ક્રિકેટર્સને ગ્રેડ સીમાં રાખવામાં આવ્યા છે. A+ ગ્રેડના ક્રિકેટર્સની આવક 7 કરોડ રૂપિયા છે. ગ્રેડ Aના ક્રિકેટર્સની વાર્ષિક આવક રૂ. 5 કરોડ, ગ્રેડ Bના ક્રિકેટર્સની વાર્ષિક આવક રૂ. 3 કરોડ અને ગ્રેડ C ક્રિકેટર્સની વાર્ષિક આવક રૂ. 1 કરોડ છે.

ગ્રેડ A+(04 પ્લેયર્સ) - રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ અને રવિન્દ્ર જાડેજા.

ગ્રેડ A (06 પ્લેયર્સ) - આર અશ્વિન, મોહમ્મદ. શમી, મોહમ્મદ. સિરાજ, કેએલ રાહુલ, શુભમન ગિલ અને હાર્દિક પંડ્યા.

ગ્રેડ B (05 પ્લેયર્સ) - સૂર્ય કુમાર યાદવ, ઋષભ પંત, કુલદીપ યાદવ, અક્ષર પટેલ અને યશસ્વી જયસ્વાલ.

ગ્રેડ C (15 પ્લેયર્સ) - રિંકુ સિંહ, તિલક વર્મા, રુતુરાજ ગાયકવાડ, શાર્દુલ ઠાકુર, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, જીતેશ શર્મા, વોશિંગ્ટન સુંદર, મુકેશ કુમાર, સંજુ સેમસન, અર્શદીપ સિંહ, કેએસ ભરત, પ્રસીદ કૃષ્ણ, અવેશ ખાન અને રજત પાટીદાર

  1. 30 ડિસેમ્બરે મુંબઈમાં ક્રિકેટ સલાહકાર સમિતિની બેઠક મળશે
  2. યો યો અને ડેક્સા ટેસ્ટ હવે પસંદગીનો ભાગ, BCCI સમીક્ષા બાદ નિર્ણય લેશે

ABOUT THE AUTHOR

...view details