ગુજરાત

gujarat

Mahesh Vasava: મહેશ વસાવાનો ભાજપમાં જોડાવાનો તખ્તો તૈયાર, આવો છે ભાજપનો માસ્ટર પ્લાન...

By ETV Bharat Gujarati Team

Published : Mar 5, 2024, 8:45 PM IST

લોકસભાની ચૂંટણીની તારીખો હવે ગમે ત્યારે જાહેર થઈ શકે છે, બીજી તરફ ગુજરાત સહિત દેશભરમાં જોડ-તોડની રાજનીતિ પણ પુરબહારમાં છે. છેલ્લાં ઘણા સમયથી ભાજપમાં મોટાપાયે ભરતી મેળો ચાલી રહ્યો છે ત્યારે હવે આદિવાસી નેતા અને BTP અધ્યક્ષ મહેશ વસાવાને ભાજપ પોતાની છાવણીમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે અને આ માટેનો રાજકીય તખ્તો પણ તૈયાર થઈ ગયો છે.

મહેશ વસાવાનો ભાજપમાં જોડાવાનો તખ્તો તૈયાર
મહેશ વસાવાનો ભાજપમાં જોડાવાનો તખ્તો તૈયાર

ભરૂચ: છોટુ વસાવાના પુત્ર અને BTP અધ્યક્ષ છે મહેશ વસાવાનો ભાજપમાં જોડાવવા માટેનો તખ્તો તૈયાર થઈ રહ્યો છે. આમ તો છેલ્લાં ઘણા દિવસથી અંદરખાને આ અંગેની કવાયત ચાલતી હતી પરંતુ હવે ખુલીને બધુ સામે આવી રહ્યું છે. નોંધનીય છે કે, 4 માર્ચ સોમવારે મહેશ વસાવાના પિતા છોટુભાઈ વસાવાએ ભાજપ આ મુદ્દે નિશાન સાધ્યું હતુ અને પોતાના પુત્ર મહેશને નાસમજ હોવાનું ગણાવ્યું હતું.

મહેશ વસાવાનો ભાજપમાં જોડાવાનો તખ્તો તૈયાર

BTP અધ્યક્ષ મહેશ વસાવાની ભાજપમાં જોડાવાની અટકળો જોરશોરથી ચાલી રહી છે. આ અટકળો વચ્ચે મહેશ વસાવાએ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાથે મુલાકાત પણ કરી હતી અને આ મુલાકાતના ફોટો પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ શેર કર્યા હતા. ત્યાર બાદ ભાજપ દ્વારા ભરૂચ લોકસભાના ઉમેદવાર તરીકે મનસુખ વસાવાને જાહેર કર્યા હતા. ત્યારે આજ રોજ ભરૂચ લોકસભાના ઉમેદવાર મનસુખ વસાવા, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અતોદરિય, દૂધધારા ડેરીની ચેરમેન ઘનશ્યામ પટેલ દ્વારા મહેશ વસાવાના ફાર્મ હાઉસમાં એક ખાસ મુલાકાત યોજાઈ હતી. આ મુલાકાત ઘણું બધું મહેશ વસાવા અને ભાજપ વિશે કહી જાય છે. ત્યારે આ મુલાકાતની તસ્વીરો પણ સામે આવી છે.

મહેશ વસાવાનો ભાજપમાં જોડાવાનો તખ્તો તૈયાર

ભાજપ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આવનાર સમયમાં ભાજપના કોઈ મોટા કાર્યક્રમના BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા અને તેમના કાર્યકર્તા ભાજપમાં જોડાશે. મહેશ વસાવા ભાજપમાં જોડાયા પછી મનસુખ વસાવા માટે પ્રચાર કરશે અને ચૈતર વસાવાના મતો આંચકીને ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાને અપાવશે તેમ માનવામાં આવી રહ્યું છે.

  1. Loksabha 2024: 'મહેશ ના સમજ છે, તેને મિસ ગાઈડ કરવામાં આવ્યો છે': છોટુ વસાવા
  2. Farmer Protest: ભરૂચના ખેડૂતોએ 56મુ આવેદન પત્ર પાઠવ્યું, યોગ્ય જમીન વળતર નહિ મળે તો લોકસભા ચૂંટણી બહિષ્કારની ચીમકી

ABOUT THE AUTHOR

...view details