ગુજરાત

gujarat

Indian Student Murder: અમેરિકામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીની ઘાતકી હત્યા, માતા-પિતા આઘાતમાં ગરકાવ

By ETV Bharat Gujarati Team

Published : Jan 30, 2024, 11:42 AM IST

અમેરિકામાં વિવેક સૈની નામના ભારતીય વિદ્યાર્થીની ઘાતકી હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. મૃતક વિદ્યાર્થી હરિયાણાનો રહેવાશી છે. વિવેક સૈનીના મૃત્યુંના સમાચાર મળતા તેના માતા-પિતા આઘાતમાં ગરકાવ થઈ ગયાં છે, તેઓ કંઈપણ બોલવાની સ્થિતિમાં નથી. બીજી તરફ ભારતીય દૂતાવાસે પણ આ ઘટનાની કડક શબ્દોમાં નીંદા કરી છે.

અમેરિકામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીની ઘાતકી હત્યા
અમેરિકામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીની ઘાતકી હત્યા

ચંડીગઢઃ​​દેશના અન્ય રાજ્યોની સાથે હરિયાણામાંથી પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ માટે જાય છે. પરંતુ, હરિયાણાના પંચકુલાના વિવેક સૈની નામના વિદ્યાર્થીનું વિદેશ જઈને અભ્યાસ કરવાનું અને સફળ બનવાનું સપનું જાણે કે અધુરૂ જ રહી ગયું. જાણવા મળતી માહિતી અનુસાર વિવેક સૈનીએ જુલિયન ફોકનર નામના એક બેઘર વ્યક્તિને ખાવા-પીવાની વસ્તુઓ આપતો હતો. મૃતક વિવેક સૈનીના મિત્રોના જણાવ્યા અનુસાર 16 જાન્યુઆરીએ જ્યારે વિવેક સૈનીએ આરોપીને મફતમાં સામાન આપવાની ના પાડી ત્યારે આરોપી રોષે ભરાયો હતો અને આવેશમાં આવીને વિવેક પર હથોડીથી હુમલો કર્યો હતો. થોડા દિવસ પહેલા માદરે વતનમાં વિવેકના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

2 વર્ષ પહેલા અમેરિકા ગયો હતોઃચંદીગઢ યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર સાયન્સમાં B.Techનો અભ્યાસ કર્યા બાદ વિવેક સૈની પોતાની શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા માટે 2 વર્ષ પહેલા અમેરિકા ગયો હતો. થોડા દિવસો પહેલા તેણે અમેરિકાની અલાબામા યુનિવર્સિટીમાંથી એમબીએ પૂર્ણ કર્યું હતું. તે જ્યોર્જિયાના લિથોનિયામાં સ્નેપ ફિંગર અને શેવરોન ફૂડ માર્ટમાં પાર્ટ ટાઈમ નોકરી પણ કરતો હતો.

24 જાન્યુઆરીએ થવાની હતી વિવેકની સગાઈ:વિવેક હરિયાણાના પંચકુલાના ભગવાનપુર ગામનો રહેવાસી હતો. મળતી માહિતી મુજબ, વિવેક સૈની 24 જાન્યુઆરીએ સગાઈ થવાની હતી. સગાઈ માટે તે ઘરે આવવાનો હતો. તેના ઘરે અને પરિવારમાં સગાઈ સમારોહની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી હતી. અને તેના આવવાથી ઘરમાં અને પરિવારમાં ખુશીનો માહોલ છવાયેલો હતો.

ઘટનાથી પરિવાર આઘાતમાં: વિવેક સૈનીની હત્યાના સમાચારથી પરિવારમાં શોક પ્રસરી ગયો છે. વિવેક સૈનીના પિતા ગુરજીત સિંહ અને માતા લલિતા સૈની આઘાતમાં ગરકાવ થઈ ગયા છે. અત્યારે તેઓ કોઈની સાથે વાત કરવાની સ્થિતિમાં નથી. વિવેક સૈનીને બે ભાઈઓ હતા. ભારતીય દૂતાવાસે પણ આ ઘટનાની સખત નિંદા કરી છે.

  1. Indian Student Dead: યુએસ યુનિવર્સિટીના કેમ્પસમાંથી મળ્યો ગુમ થયેલા ભારતીય વિદ્યાર્થીનો મૃતદેહ
  2. Indian Man arrested in Singapore: સિંગાપોરમાં ભારતીય મૂળના વ્યક્તિને છેડતી બદલ જેલ, લિફ્ટમાં યુવતી સાથે કર્યા અડપલા

ABOUT THE AUTHOR

...view details